For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાદેવના સમુદ્ર સિબસાગરથી શું શું નિકાળી શકશો તમારા માટે!

|
Google Oneindia Gujarati News

અસમ રાજ્ય, પોતાની વિવિધ સંસ્કૃતિ અને હર્યા-ભર્યા જંગલોના કારણે ઓળખાય છે. અસમ જ એક એવું રાજ્ય છે જે દરેક પ્રકારે પ્રકૃતિની ખૂબ જ નજીક છે. જે લોકો વન્યજીવ પ્રવાસના પ્રેમી છે તેઓ અસમ તરફ જરૂર જાઓ. તો આ જ ક્રમમાં આજે અમે આપને અવગત કરાવી દઇએ કે અત્રેના એક ખૂબ જ સુંદર ડેસ્ટિનેશન સિબસાગરથી. સિબસાગરને શિવસાગરના નામથી જ ઓળખાય છે.

જેનો શાબ્દિક અર્થ થાય છે- ભગવાન શિવનું સમુદ્ર. અસમની રાજધાની ગુવાહાટીથી 360 કિમી દૂર સ્થિત સિબસાગર આ નામના જિલ્લાનું મુખ્યાલય છે. આ શહેર લગભગ 100 વર્ષ સુધી અહોમ સામ્રાજ્યની રાજધાની હતું, જેનાથી તેનું વિશેષ ઐતિહાસિક મહત્વ છે. અત્રે 129 એકરનું એક માનવ નિર્મિત સિબસાગર તળાવ છે, જેના ચારે બાજુ આ શહેર વસેલું છે.

અત્રેના અહોમકાળના ઐતિહાસિક સ્મારકને આ શહેરના પ્રાણ કહેવામાં આવે છે. જોકે આજે સિબસાગર માત્ર ઐતિહાસિક મહત્વનું શહેર નથી રહી ગયું. અત્રે ખૂબ જ બધા તેલ અને ચાના બગીચા છે, જેનાથી આ ઉપરી અસમનું એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બની ગયું છે. તો આવો શું શું જોઇ શકીએ છીએ સિબસાગરમાં આપ.

  • કેવી રીતે જશો સિબસાગર

નેશનલ હાઇવે 37 સિબસાગરથી થઇને પસાર થાય છે અને ડિબ્રૂગઢ સુધી જાય છે. આજના સમયે અત્રે હાઇવે ખૂબ જ વ્યક્ત છે અને ચા વ્યાપારી અને તેલ નિર્યાતકોનું પ્રમુખ માર્ગ છે. સિબસાગર રાજ્યના બાકીના ભાગોથી પણ સારી રીતે જોડાઇ શકાય છે.

  • Exclusive: શા માટે જવું જોઇએ હૈદરાબાદના પ્રવાસે..
  • ગોંડલ ગુજરાતના કાઠિયાવાડની ખાસ ઓળખ
  • આંધ્ર પ્રદેશનું શ્રીશૈલ એક પવિત્ર પ્રવાસન શહેર

કેવી રીતે જશો સિબસાગર

કેવી રીતે જશો સિબસાગર

સડક માર્ગની સ્થિતિ સારી હોવાના કારણે સિબસાગર દેશના બાકીના ભાગોથી સારી રીતે જોડાયેલ છે. રેલવે સ્ટેશન માત્ર 16 કિમીના અંતરે આવેલ સિમલગુરીમાં છે. જોકે શહેરમાં કોઇ એરપોર્ટ નથી, અને સૌથી નજીકનું એરપોર્ટ 55 કિમી દૂર જોરહટમાં છે.
ફોટો કર્ટસી- rajkumar1220

ચરાઇદેવ

ચરાઇદેવ

ચરાઇદેવની સ્થાપના પહેલા અહોમ રાજા ચાઉ લુંગ સુઇ-કા-ફાએ 1228માં કરી હતી અને તે અહોમ રાજવંશની પહેલી રાજધાની હતું. આ સ્થાન સિબસાગર શહેરથી 30 કિમી દુર છે. અહોમ વંશની રાજધાની ઘણીવાર બદલી ગઇ. જોકે ચરાઇદેવ અહોમ વંશનું સાંકેતિક કેન્દ્ર બની રહ્યું. અત્રે અહોમના શાહી પરિવારના ઘણા કબ્રસ્તાન છે, સાથે જ અત્રે અહોમના પૈતૃક ભગવાનનું સ્થાન પણ છે. કબ્રસ્તાનની સમાધિનું આકાર કોઇ નાની પહાડી જેવું દેખાય છે, જે મિસ્રના પિરામિડથી ખૂબ જ મળી આવે છે.
ફોટો કર્ટસી- Zorodocknife

ગૌરીસાગર તળાવ

ગૌરીસાગર તળાવ

ગૌરીસાગર તળાવ સિબસાગરથી લગભગ 12 કિમી દૂર છે. લગભગ 200 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આ તળાવની આસપાસ ત્રણ મંદિર છે, જે દુર્ગા અને વિભિન્ન રૂપોને સમર્પિત છે. મંદિરની સાથે સાથે તળાવનું નિર્માણ પણ અસમની રાણી ફુલેશ્વરી દેવીએ કરાવ્યું હતું. તેઓ હિન્દુ ધર્મના સક્તા શાખાનું અનુસરણ કરતી હતી અને સક્તિને અસમના રાજકીય ધર્મ બનાવવાનો પ્રયાસ કર્યો.
ફોટો કર્ટસી- Dhruba Jyoti Deka

જૉયસાગર તળાવ

જૉયસાગર તળાવ

જૉયસાગર તળાવનું નિર્માણ અહોમ રાજા સ્વર્ગદેવ રૂદ્ર સિંહે 1697માં કરાવડાવ્યું હતું. રંગપુરમાં સ્થિત આ તળાવના નિર્માણમાં 45 દિવસનો સમય લાગ્યો હતો અને તેને રાજાએ પોતાની માતાની સ્મૃતિમાં બનાવડાવ્યું હતું. 318 એકરમાં ફેલાયેલ જોયસાગર દેશનું સૌથી મોટું માનવ નિર્મિત તળાવ છે. તળાવની ચારે બાજુ મંદિર છે.
ફોટો કર્ટસી- Chanchal Rungta

કરેંગ ઘર

કરેંગ ઘર

સિબસાગરથી 15 કિમીના અંતરે ગરગાંવમાં સ્થિત કરેંગ ઘર અહોમ રાજાનું મહેલ હતું. જ્યારે અહોમ સામ્રાજ્ય પોતાના ઉત્કર્ષ પર હતું ત્યારે ગરગાંવ સામ્રાજ્યનું એક પ્રમુખ કેન્દ્ર હતું. આ બહુમાણી મહેલનું નિર્માણ 1752માં રાજા રાજેશ્વર સિંહે કરાવ્યું હતું.
ફોટો કર્ટસી- Aniruddha Buragohain

પાણી દિહિંગ પક્ષી અભ્યારણ્ય

પાણી દિહિંગ પક્ષી અભ્યારણ્ય

પાણી દિહિંગ પક્ષી અભ્યારણ્ય સિબસાગરથી 22 કિમી દૂર દિસાંગ અને દેમો નદીની વચ્ચે સ્થિત છે. આ દલદલી ભૂ-ભાગ 33 વર્ગ કિમીમાં ફેલાયેલ છે. પાણી દિહિંગ પક્ષી અભ્યારણ્ય મુખ્ય રીતે દરેક વર્ષે અત્રે આવનાર પ્રવાસી પક્ષીઓ માટે ઓળખાય છે. 1996માં આ પક્ષી અભ્યારણ્યને વન્યજીવ અભ્યારણ્ય જાહેર કરી દેવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી- Ron Knight

શિવડોલ

શિવડોલ

સિબસાગર તળાવના કિનારા પર આવેલું ભગવાન શિવનું સમર્પિત શિવડોલ સૌથી ઉંચુ મંદિર છે. આ નિર્માણ 1734માં અહોમ રાજા સ્વર્ગદેવ સિબા સિંહની રાણીએ કરાવડાવ્યું હતું. સમુદ્રની સપાટીથી 195 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ મંદિરને ભારત સૌથી ઊંચું શિવ મંદિર માનવામાં આવે છે.
ફોટો કર્ટસી- Supratim Deka Narakasura

તલાતલ ઘર

તલાતલ ઘર

શિવસાગરથી 4 કિલોમીટર દૂર અને શહેરતી બહાર તલાતલ ઘર એક મહેલ છે જે અહોમ રાજવંશોનું નિવાસસ્થાન હતું અને આજે પણ આપ અત્રે આ શાસકોના મહેલને જોઇ શકો છો. કહેવામાં આવે છે કે આ મહેલ અહોમ વંશ દરમિયાન બનાવવામાં આવેલ ભવ્ય સ્થાપત્ય ચમચ્કારમાંથી એક છે, જે આર્કિટેક્ચરનું એક શાનદાર નમૂનો છે.
ફોટો કર્ટસી- D. Konwar

English summary
Sibsagar, also known as Sivasagar literally translates to the ‘Ocean of Lord Shiva'. It is a historic town and was the capital of the Ahom kingdom for about 100 years. See more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X