For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાસક જ નહીં પણ કુશળ આર્કિટેક્ચર પણ હતા આ 'સૂર્ય પુત્ર'

|
Google Oneindia Gujarati News

ચોલ રાજવંશ, ભારતના એ રાજવંશ જેમના રાજાઓને ‘સૂર્ય પુત્ર' કહેવામાં આવે છે. આ રાજવંશે પોતાના પ્રારંભિક દોરથી જ ઇતિહાસના જાણકારો અને તેમા રૂચિ ધરાવનારાઓને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. અતઃ ભારતમાં આ રાજવંશ હમેશાથી પોતાના યશ, વૈભવ, બળ અને સેનામાં ચાલતા ઇતિહાસકારોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ રાજવંશ અંગે એક પ્રસિદ્ધ કહેવત છે, કહેવામાં આવે છે કે જ્યાં કાવેરી નદીની ધાર વળતી હતી આ રાજવંશ ત્યાં સુધી ફેલાયેલા હતા. એક મજબૂત નૌસેનાના સ્વામી આ રાજવંશ એક જમાનામાં દક્ષિણ ભારતના સૌથી શક્તિશાળી રાજવંશ રહ્યાં છે. આ રાજવંશના શાસનકાળની અવધી 9મી શતાબ્દી વચ્ચેની હતી.

9મીથી 13મી શતાબ્દીના પ્રારંભિક દોરને જોવામાં આવે તો જાણવા મળે છે કે, પોતાના સાંસ્કૃતિક, આર્થિક અને સૈન્ય મોરચાના કારણે ચોલ સામ્રાજ્ય દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાનું સુપર પાવર હતુ અને એ સમયે કોઇપણ રાજવંશ અને સામ્રાજ્યમાં એટલી હિંમત નથી કે તેઓ આમનો મુકાબલો કરી શકે. બધા ચોલ રાજાઓમાં સૌથી પ્રસિદ્ધ રાજરાજા ચોલ છે અને તેના પુત્ર રાજેન્દ્ર ચોલ છે, આ બન્ને રાજાઓ અંગે એ વાત પ્રસિદ્ધ હતી કે ઉગતા સુરજ સાથે તેમના રાજ્યનો વિસ્તાર થયો છે. જેમણે પ્રારંભિક કઠણાઇઓ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ બે શતાબ્દીએ માત્ર એક મજબૂત પ્રશાસનના પાયા જ નહોતા નાંખ્યા પરંતુ નિર્માણ, કળા અને સાહિત્યને પણ ઘણું જ પ્રોત્સાહન આપ્યું.

જો તમિળ સાહિત્યને જોઇએ તો જાણવા મળશે કે સંગમ કવિઓએ ચોલ શાસકો અને તેમની શાસન વ્યવસ્થાનો અધિક માત્રામાં પ્રચાર પ્રસાર કર્યો છે અને આખું તમિળ સાહિત્ય ચોલ રાજવંશોની ગાથાઓથી ભરેલું પડ્યું છે. જો વાત આ રાજવંશોની કળાના ક્ષેત્રમાં કરવામાં આવેલી ઉપલબ્ધિઓ અંગે કરવામાં આવે તો જાણવા મળે છે કે, તેમણે કળા અને નિર્માણને તેના સર્વોત્તમ રૂપમાં પ્રસારિત અને પ્રચારિત કર્યું. તો ચાલો તસવીરો થકી જાણીએ શા માટે ખાસ હતી ચોલ રાજવંશની કળા શૈલી.

એરાવતેશ્વર મંદિર, દરાસુરમ

એરાવતેશ્વર મંદિર, દરાસુરમ

એરાવતેશ્વર મંદિર દરાસુરમનું એક મુખ્ય આકર્ષણ છે અને આખું વર્ષ ભક્તો જોવા મળે છે. પુરાઓ અનુસાર દેવતાઓના રાજા ઇન્દ્રનો સફેદ હાથી એરાવતે અહીં ભગવાન શિવની પૂજા કરી હતી. દુર્વાસા ઋષિ દ્વારા આપવામાં આવેલા શ્રાપમાંથી મુક્ત થવા માટે એરાવતે અહીં શિવની આરાધના કરી હતી. હિન્દુઓમાં મૃત્યુના દેવતા ગણાતા ભગવાન યમે પણ આ મંદિરમાં ભગવાન શિવની આરાધના કરી હતી. આ મંદિરમાં ભગવાન શિવની એરાવતેશ્વરના રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિર પ્રારંભિક દ્રવિડ વાસ્તુકળાનુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિરમાં પથ્થરો પર સુંદર કોતરણી કરવામાં આવી છે.

થિલાઇ નટરાજર મંદિર, ચિદંબરમ

થિલાઇ નટરાજર મંદિર, ચિદંબરમ

થિલાઇ નટરાજર મંદિર ચિદંબરમનું પ્રમુખ આકર્ષણ છે. અહીં શૈવો માટે પૂજા માટેના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક છે અને આ દેશ ભરના યાત્રીઓને આકર્ષિત કરે છે. અનેક સંતોએ તેની પ્રશંસામાં ગીતો ગાયા છે. તેનું નિર્માણ લગભગ 2 સદી પહેલા કરવામાં આવ્યું હતુ અને ત્યારથી તેને વાસ્તુકળા, નૃત્ય અને તમિળનાડુને અન્ય કલા રૂપોમાં પ્રભાવિત કર્યું છે. આજે જે રીતે અહીં મંદિર ઉભૂ છે અને વિભિન્ન સમયમાં વિભિન્ન રાજવંશોએ પુનર્નિર્મિત કર્યું હતું અને તેને શૈલીગત પ્રભાવોમાં મંદિરની વાસ્તુકળામાં જોઇ શકાય છે. આ મંદિરને અનેક રાજવંશોને બનતા અને નાશ થતા જોયા છે અને તેમાંના દરેકે અહીં પોતાની એક છાપ છોડી છે. અહીં ભગવાન શિવને થિલાઇ કોથનના રૂપમાં પૂજવામાં આવે છે અને અહીં સ્થાપિત મુખ્ય મૂર્તિ નટરાજ અથવા બ્રહ્માંડીય નર્તકીની છે.

બ્રહદીશ્વર મંદિર, તંજાવુર

બ્રહદીશ્વર મંદિર, તંજાવુર

બ્રહદીશ્વર મંદિર તમિળ વાસ્તુકલામાં ચોલો દ્વારા કરવામાં આવેલી અદ્ભૂત પ્રગતિનો એક પ્રમુખ નમૂનો છે. હિંદુ દેવતા શિવને સમર્પિત મંદિર, ભારતનું સૌથી મોટું મંદિર હોવાના સાથે, ભારતીય શિલ્પ કૌશલના આધારસ્તંભોમાના એક છે. મંદિરની ભવ્યતા મોટી માત્રામાં એક સ્થાપત્ય દીપ્તિ અને શાંતિથી પ્રેરિત થઇને તેમાં મહાનતમ ચોલ મંદિરના રૂપમાં યુનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળ બનવાનું ગૌરવ પ્રાપ્ત છે. તને રાજરાજ ચોલ દ્વાર બનાવવામાં આવ્યું હતું. વાસ્તુકળાની દ્રવિડ શૈલીમાં નિર્મિત, બ્રહદીશ્વર મંદિરમાં નંદી બૈલની પ્રતિમા છે, તથા આ હિન્દુઓમાં ઘણું જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેને એક ચટ્ટાણના ટૂકડામાંથી બનાવવામાં આવ્યુ છે અને તેનું વજન લગભગ 25 ટન છે.

શ્વેતરાન્યેશવરાર મંદિર, તિરુવેનકાડુ

શ્વેતરાન્યેશવરાર મંદિર, તિરુવેનકાડુ

શ્વેતરાન્યેશવરાર મંદિર, નાગાપટ્ટિનામ જિલ્લામાં તિરુવેનકાડુમાં સ્થિત છે. આ તમિળનાડુમાં સ્થિત નવ નવગ્રહ મંદિરોમાનું ચોથુ નવગ્રહ મંદિર છે. આ મંદિરમાં બુદ્ધ ગ્રહ સ્થાપિત છે. ભગવાન શિવ આ મંદિરના અધિષ્ઠાત્રી દેવતા છે તથા તેમની શ્વેતરાનેશ્વરારના રૂપમાં પૂજા કરવામાં આવે છે. દેવી પાર્વતીની અહીં બ્રહવિધાનાયકના રૂપમાં પૂજા કરવામાં આવે છે. મંદિરમાં બુદ્ધનો પવિત્ર ગર્ભગ્રહ છે, જે નવ નવગ્રહોમાનો એક છે તથા લોકોને સંપદા અને બુદ્ધિ પ્રદાન કરે છે. શ્વેતરાનેશ્વરાર નામ બે શબ્દો શ્વેતરાનયમ તથા ઇશ્વરારને મેળવીને કરવામાં આવ્યો છે. મંદિરના દ્વાર પર નંદીની એક મૂર્તિ પણ આ મંદિરની ખાસિયત છે. તેમના શરીર પર ઇજાના 9 નિશા છે તથા આ દેવી મંદિરના દ્વાર પર જ સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમનું મુખ ભગવાન શંકરના મંદિરની તરફ તથા કાન દેવીના તરફ ઉન્મુખ છે, જે દર્શાવે છે કે નંદી દિવ્ય જોડા શિવ અને પાર્વતીની આજ્ઞા લેવા માટે તત્પર છે.

આદિ કુમ્બેસ્વર મંદિર

આદિ કુમ્બેસ્વર મંદિર

કુંભકોણમનું કુંમ્બેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને મહામહામના વાર્ષિક ઉત્સવ આ મંદિરમાં મનવામાં આવે છે. મંદિર ઓછામાં ઓછું 1300 વર્ષ જૂનું છે. મંદિર 7મી શતાબ્દીથી અસ્તિત્વમાં છે જ્યારે શહેર પર ચોલોનું શાસન હતુ. મંદિરનો ઉલ્લેખ 7મી શતાબ્દીમાં તમિળનાડુના સંત કવિ દ્વારા રચિત સાઇવનાયાનારના શ્લોકોમાં મળે છે. 15મી સદીથી 17મી સદી વચ્ચે નાયક શાસકો દ્વારા આ મંદિરમાં ઘણું કામ કરવામાં આવ્યું અને તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો. આજે આ શહેરનું સૌથી મોટુ શિવ મંદિર છે, જેમાં એક 125 ફૂટ ઉંચો નવ માળનો વિશાળ થાંભલો રાજાગુપુરમ પ્રવેશદ્વાર પર સ્થિત છે. મંદિર પરિસરનીં અંદર ત્રણ વિશાળ સકેન્દ્રીય પરિસર છે.

જમ્બુલિંગેશ્વર મંદિર, શ્રીરંગમ

જમ્બુલિંગેશ્વર મંદિર, શ્રીરંગમ

જમ્બુલિંગેશ્વર મંદિર શ્રીરંગમ પાસે તિરુવનૈકવલમાં સ્થિત છે, સાથે જ આ મંદિર ચોલ વંશના રાજાઓ દ્વારા કરવામાં આવેલા નિર્માણનો એક શાનદાર નમૂનો છે. આ મંદિરની દિવાલો પર શિલાલેખ બનેલા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે આ ચોલ વંશના છે. આ મંદિર લગભગ 1800 વર્ષ જૂનુ છે પરંતુ આજે પણ મંદિરની સ્થિતિ ઘણી સારી છે. જમ્બુકેશ્વરા ગર્ભગૃહની નીચે પાણીનું એક સ્ત્રોત પણ શોધવામાં આવ્યું છે, જેને ભરવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શિવ માટે આ સ્થાન પર તપસ્યા કરી હતી. આ સ્થાન પર દેવી પાર્વતીએ અખિલેશ્વરી દેવીના રૂપમાં ધારણ કરવામાં આવ્યું હતુ અને જંગલમાં તપસ્યા શરૂ કરી દીધી હતી.

ત્યાગરાજસ્વામી મંદિર, તમિળનાડુ

ત્યાગરાજસ્વામી મંદિર, તમિળનાડુ

ત્યાગરાજસ્વામી મંદિર, તમિળનાડુના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ લગભગ 100 વર્ષ પહેલા ચોલ વંશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરનું પરિસર 33 એકરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે અને આ ક્ષેત્રમાં અનેક નાના મોટા મંદિરો બનેલા છે. આ મંદિરનો મુખ્ય ભાગ, બે ભાગોમાં વિભાજિત છે, એક ભાગમાં ભગવાન શિવની વાલ્મિકીનાથર સ્વરૂપમાં અને બીજા ભાગની ત્યાગરાજરના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. આ બન્ને ભાગો, દર્શનાર્થીઓ માટે હંમેશા ખુલ્લા રહે છે. બન્ને ભાગોમાં ભગવાન શિવના રૂપોની આરાધના થાય છે. વાલ્મિકીનાથર શ્રાઇનમાં પુતુરુને શિવલિંગના સ્થાન પર રાખવામાં આવ્યું છે, આ મંદિરમાં અહીં ગાવામાં આવતા ભજન ઘણા લોકપ્રિય છે, જેને 7મી સદીના સેવા નયામ્મર્સ દ્વારા બનાવવામાં આવ્યા હતા.

English summary
the collective splendor the chola temples
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X