For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યા ભારતના સૌથી ધનાઢ્ય મંદિરો, જે તાતા, બિરલાને પણ આપે છે માત

|
Google Oneindia Gujarati News

ભારત દેશ ઘણા પ્રકારે અનોખો છે. અત્રે એવું ઘણું બધું છે જે એક પ્રવાસીને ઘણું બધું આપે છે જે અંગે તેણે ભાગ્યે જ કંઇ વિચાર્યું હશે. આપ ભારતમાં યાત્રા ક્યાંય પણ કરો પરંતુ આપને દરેક સ્થળે કોઇને કોઇ મંદિર ચોક્કસ મળી જશે. અત્રે નોંધનીય છે કે ભારતના મંદિર જ્યાં એક તરફ વાસ્તુશિલ્પ અને મૂર્તિઓના મામલામાં બેજોડ છે તો ખૂબ જ ધનવાન પણ છે. આમાંથી કેટલાંક મંદિરો તો એવા છે કે જો ભારતના તમામ ધની વ્યક્તિઓને એક સાથે ભેળવી દેવામાં આવે તો પણ મંદિરની સંપત્તિ વધારે નીકળશે.

કૂલ મળીને એવું કહેવામાં કોઇ અતિશ્યોક્તિ નહીં હોય કે આ મંદિરોમાં આવ્યા બાદ મોટા મોટા બિઝનેસમેન, કરોડપતીઓ પણ ઠીંગળા સાબિત થઇ જાય છે. આ જ ક્રમમાં અમે આજે આપને અવગત કરાવીશું ભારતના કેટલાંક ધનાઢ્ય મંદિરોથી જેની સંદરતા અને વાસ્તુકલા આપને મંત્રમુગ્ધ કરી દેશે. તો આવો આજે આ લેખ દ્વારા આ મંદિરો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ.

શ્રી પદ્મનાભસ્વામી મંદિર

શ્રી પદ્મનાભસ્વામી મંદિર

તિરુઅનંતપુરમ કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનાઢ્ય મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 108 પવિત્ર સ્થળોમાંથી એક છે. અત્રે ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા અનંત એટલે કે સર્પ પર બિરાજમાન છે.

વેંકટેશ્વર મંદિર, તિરુપતિ

વેંકટેશ્વર મંદિર, તિરુપતિ

તિરુમાલા હિલ્સના શિખર વેંકટેશ્વર મંદિરમાં દરેક દિવસ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. પ્રતિ વર્ષ આયોજિત થનારા બ્રાહ્મોત્સવ અને વૈંકુટા એકાદશી દરમિયાન લાખોની સંખ્યામાં લોકો આવે છે. લોકો અત્રે પોતાના પસંદગીના ભગવાનને પૈસા અને સોનું સમર્પિત કરે છે.

વૈષ્ણૌ દેવી મંદિર, જમ્મુ અને કાશ્મીર

વૈષ્ણૌ દેવી મંદિર, જમ્મુ અને કાશ્મીર

વૈષ્ણૌ દેવી મંદિર જમ્મુ અને કાશ્મીરમાં ત્રિકુટા પહાડી પર સ્થિત છે, આ મંદિર પ્રકૃતિની ખોળામાં વસેલું છે અને આપ પ્રકૃતિને નજીકથી અનુભવ કરી શકો છો.

સોમનાથ મંદિર, સૌરાષ્ટ્ર

સોમનાથ મંદિર, સૌરાષ્ટ્ર

સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિર ગુજરાતના પશ્ચિમી છેડા પર આવેલું છે. ગુજરાતના પ્રવાસી વિભાગના આ મંદિરનું ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું છે જેથી અહીં પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ઊમટી પડે છે.

જગન્નાથ મંદિર, પુરી

જગન્નાથ મંદિર, પુરી

ઓડીશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં વાર્ષિક રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જગન્નાથનો અર્થ થાય છે બ્રહ્માંડના ભગવાન. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ પંથને માનનારાઓ મોટી સંખ્યામાં દાન કરે છે.

કાશી વિશ્વનાથ મંદીર, વારાણસી

કાશી વિશ્વનાથ મંદીર, વારાણસી

ભગવાન શિવને સમર્પિત કાશી વિશ્વનાથ મંદિર હિંદુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ છે. એવી માન્યતા છે કે અત્રે ગંગામાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઇ જાય છે. આ સ્થળની સુંદરતા જોતા જ બને છે.

English summary
Know about the top 6 richest temples situated in different parts of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X