• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક સફર ભારતના ઓછા જાણીતા અને અજબ ગજબ સ્થળોની...

By Kajal
|

રોંજીદા કામોમાંથી જ્યારે પણ વ્યક્તિને સમય મળે ત્યારે સૌથી પહેલા તેને કોઇ એવા સ્થળે જવાની ઇચ્છા થાય જ્યાં શાંતિ હોય, કંઇક નવું હોય અને જે તેને ફરી કામ કરવાની એનર્જી આપી શકે. આપણા ભારત દેશમાં જેટલી વિવિધતા અને સુંદરતા છે તેટલી ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. તમે કોઇ પણ રાજ્ય કે શહેરમાં જશો તમને કોઇ ને કોઇ નવું સ્થળ જોવા ચોક્કસ મળશે. જો કે, ભારતમાં હજુ ઘણાય સ્થળો એવા છે જેના વિશે ભાગ્યે જ કોઇ જાણતું હોય. તો આજે અમે તમને ભારતના એવા જ કેટલાક સ્થળોની સફરે લઇ જવાના છીએ...

માર્બલ રોક્સ

માર્બલ રોક્સ

ભારતના હ્રદય સમાન ગણાતું મધ્યપ્રદેશ તેના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં ફરવા માટે એટલા બધા સ્થળો આવ્યાં છે કે તમે ફરતા ફરતા થાકી જશો પરંતુ અહીંની વિવિધતા પુરી નહી થાય. જેમાં ખજુરાહો, પન્ના નેશનલ પાર્ક, સાંચી, ભીમબેટકા, કાન્હા નેશનલ પાર્ક વગેરે એવા સ્થળ છે જેના વિશે ભારત ઉપરાંત બીજા દેશના લોકોને પણ પૂરતી માહિતી છે. આ સ્થળોમાંથી કેટલાક સ્થળો એવા પણ છે જે આપણી બોલીવૂડ ફિલ્મોમાં પણ આવી ચૂક્યા હોય. જો કે, અહીંના કેટલાક સ્થળોએ હજુ દુનિયાના તો શું, દેશના પણ બધા ટ્રાવેલર્સ પહોંચી નથી શક્યા અને તેમાનું એક છે માર્બલ રોક્સ. PC-Partha Sarathi Sahana

સંગેમરમર પહાડ

સંગેમરમર પહાડ

જબલપૂરનું તો નામ આપણે બધાએ સાંભળ્યુ હશે. આ સ્થળને લોખંડના કારખાના તરીકે પણ જાણવામાં આવે છે. પરંતુ તેની આસપાસની સંદરતા વિશે ભાગ્યે જ આપણે કોઇએ ધ્યાન આપ્યું હશે. આ શહેર પણ અનેક સુંદરતાથી ભરેલો છે. જબલપૂરથી આશરે 25 કિમી દુર ભેડાઘાટ નામનું સુંદર સ્થળ આવેલું છે. આ સ્થળ પર નર્મદા નદીના કિનારે સો ફુટના ઊંચા પહાડો અહીનીં મુખ્ય સુંદરતા છે. આ ચમકતા પહાડોવાળો વિસ્તાર લગભગ 8 કિમી જેટલો લાંબો છે. PC- Karan Dhawan India

લિવિંગ ટ્રી રૂટ બ્રિઝ

લિવિંગ ટ્રી રૂટ બ્રિઝ

મેઘાલયને આપણે બાળપણથી જ સૌથી વધારે વરસાદ પડતા સ્થળ તરીકે ઓળખીએ છીએ. અહીં પૂર્વમાં અલગ પ્રકારના જંગલો આવેલા છે. આ જંગલોમાં તમને વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળશે. આ સ્થળની સૌથી મોટી ખાસિયત છે તેના વૃક્ષોના મુળમાંથી બનેલા મોટા મોટા પુલ. આ પુલ તમને મેઘાલયના જંગલોમાં અનેક જગ્યાએ જોવા મળે છે. મેઘાલયનું પાટનગર શિલોન્ગ સ્કોટલેન્ડની યાદ અપાવે છે. આ સ્થળ પર તમે બીજા અનેક સ્થળોએ ફરવાનો આનંદ લઇ શકો છો, જેમાં ચેરાપૂંજી, એલીફેંડા ફોલ, માસિનરામ, ઉનિયામ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. PC- Arijit Sahu

નીડલ હોલ પોઇન્ટ, મહારાષ્ટ્ર

નીડલ હોલ પોઇન્ટ, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રનું મહાબળેશ્વર એક ખુબ સુંદર પર્યટન શહેર છે અને તેની પહાડોની સુંદરતા માટે જાણીતું છે. મહારાષ્ટ્રનું આ સ્થળ ખાસ કરીને હિંદુઓના તીર્થસ્થળ તરીકે જાણીતું છે. અહીં ફરવાની મજા કંઇક અલગ જ છે. અહીં ફરવાના ઘણા સ્થળો છે અને કેટલાક સ્થળો એવા પણ છે જેના વિશે બધા પર્યટકોને ભાગ્યે જ માહિતી હોય. આમાં સૌથી સુંદર સ્થળ છે, નીડલ હોલ પોઇન્ટ. આ પહાડની ઊંચાઇ ત્યાંનાં બધા પહાડો કરતા ઘણી વધારે છે. તેના પરથી આસપાસના નીચેના વિસ્તારો જોવાની ખુબ મજા આવે છે. આ સ્થળ આટલું સુંદર હોવા છતા પણ બધા લોકોને તેની જાણ હોતી નથી. જો તમે પણ મહાબળેશ્વરની મુલારાત લો, તો અહીં ચોક્કસ જજો. PC- Rishabh Tatiraju

English summary
Here are some of the top coolest unexplored places of India, where you can spend your happy times with family and friends. its include needle hole point to loktal lake of manipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X