વર્ષ 2018માં ભારતના આ ઓછા જાણીતા સ્થળોની લો મુલાકાત

Written By:
Subscribe to Oneindia News

ભારતનો ઇતિહાસ 5000 વર્ષ કરતા પણ જૂનો છે, દેશમાં આજે પણ એવી અનેક જગ્યાઓ છે જેને ધરોહર માનવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ, કળા, પરંપરા, સંગીત, વાસ્તુકળા અને દાર્શનિક સ્થળો, રહસ્યોથી સમદ્ધ છે. આ કારણે દુનિયાભરના ઇતિહાસપ્રેમી ભારતના પ્રવાસે આવે છે. ભારતમાં સાંકડા રસ્તાઓ, ગલીઓ અને શહેરો છે અને સાથે જ ભવ્ય પ્રાચીન કિલ્લાઓ, સુંદર-રણિયામણા સ્થળો પણ છે. ભારતમાં આધુનિકતા અને પરંપરાનો અદ્ભૂત મેળ જોવા મળે છે. ભારતમાં એવી અનેક જગ્યાઓ છે, જે અંગે ઘણા ઓછા લોકોને જાણકારી છે.

દેવીકુલમ, કેરળ

દેવીકુલમ, કેરળ

દેવીકુલમ લોકપ્રિય હિલ સ્ટેશન મુન્નારની ખૂબ નજીક છે. અહીં એક પવિત્ર ઝરણું આવેલું છે અને આ શહેર એ ઝરણાંના નામે જ ઓળખાય છે. કહેવાય છે કે, દેવી સીતા દેવીકુલમના આ ઝરણામાં સ્નાન કરવા આવતા હતા, જે પહાડોથી ઘેરાયેલું છે. મલયાલમમાં દેવીકુલમનો અર્થ થાય છે, દેવીનું તળાવ. આ સિવાય અહીં ચાના બાગ અને અન્ય ઘણાં ઝરણાં છે, જે પર્યટકોના મન મોહી લે છે. PC:Vishnu1409

ખોનોમા, નાગાલેન્ડ

ખોનોમા, નાગાલેન્ડ

રાજધાની શહેર કોહિમાથી લગભગ 20 કિમી દૂર આવેલ નાનકડું પહાડી ગામ છે ખોનોમા. આ ગામ 700 વર્ષ જૂનું છે અને અહીં અંગામી નાગા જનજાતિના લોકો વસે છે. આ સ્થળ પોતાના જંગલો માટે પ્રખ્યાત છે અને અહીં ખેતી કરવાની રીત તદ્દન અલગ છે. અહીં લોકો છત પર ખેતી કરે છે, જે ખેતીનું સૌથી જૂનું રૂપ છે. PC:Jackpluto

નાકો, હિમાચલ પ્રદેશ

નાકો, હિમાચલ પ્રદેશ

ભારત અને ચીનની સીમા પાસે સ્થિત નાકો હિમાચલમાં ઉત્તર ભારતમાં આવેલ એક નાનકડું ગામડું છે. આ હાંગરાંગ ઘાટીમાં આવેલ સૌથી ઊંચું ગામડું છે. નાકો ઝરણાંની સીમ પણ આ ગામને લાગે છે અને અહીં વર્ષ 1025માં બનાવવામાં આવેલ નાકો મઠ પણ આવેલું છે. આ સિવાય અહીં અનેક બૌદ્ધ સ્તૂપ પણ આવેલું છે. PC:Snotch

માંડવા, રાજસ્થાન

માંડવા, રાજસ્થાન

રાજસ્થાનના શેખાવટી ક્ષેત્રમાં સ્થિત માંડવા પોતાના કિલ્લા અને અને હવેલીઓ માટે પ્રસિદ્ધ છે. માંડવા શહેરને 18મી શતાબ્દીમાં શેખાવત રાજપૂતો દ્વારા વસાવવામાં આવ્યું હતું. માંડવમાં તમને અનેક પ્રકારના કિલ્લા અને હવેલીઓ જોવા મળશે, જે ખૂબ શાનદાર છે. આ શહેરમાં દિવાલો પરની ચિત્રકારી અને સુંદર હવેલીઓને કારણે તેને ઓપન આર્ટ ગેલેરી પણ કહેવામાં આવે છે. PC:Unknown

ચાંપાનેર – પાવાગઢ, ગુજરાત

ચાંપાનેર – પાવાગઢ, ગુજરાત

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં સ્થિત ચાંપાનેર એક ઐતિહાસિક શહેર છે, જે એક સમયે શાનદાર શહેર તરીકે જાણીતું હતું. આ ક્ષેત્રને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરવામાં આવ્યું છે. ચાંપાનેરની ઇમારતોમાં 15મી અને 16મી સદી વચ્ચેની હિંદુ અને ઇસ્લામિક સંસ્કૃતિ અને વાસ્તુકળાની ઝલક જોવા મળે છે. અહીં હિંદુ અને જૈન મંદિરો, મસ્જિદ સિવાય મહેલો, મકબરાઓ અને શાહી મહેલ પણ જોવા મળે છે. PC:Ankitipr

English summary
The article gives you information about some of the lesser-known destinations of India which one must visit in 2018, such as Devikulam, Champaner, etc. Read on further to know more

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.