For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવભૂમિ ઉત્તરાખંડને નિહાળો ખાસ તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડ, ઉત્તર ભારતમાં સ્થિત એક ખૂબ જ સુંદર અને શાંત પ્રવાસન કેન્દ્ર છે. આ રાજ્યની ગણતરી દેશના એ રાજ્યોમાં થાય છે જે પોતાની સુંદરતા અને મનમોહક પરિદ્રશ્યના કારણે દુનિયાભરના લાખો પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે નોંધનીય છે કે દેવતાઓની ભૂમિના રૂપે ઓળખાતા ઉત્તરાખંડ પોતાના શાંત વાતાવરણ, મનમોહક દ્રશ્યો અને સુંદરતાના કારણે પૃથ્વીનું સ્વર્ગ માનવામાં આવે છે.

જો વાત આ રાજ્યના ભૂગોળની કરવામાં આવે તો આપને બતાવી દઇએ કે આ સુંદર રાજ્યને ઉત્તરમાં જ્યાં તિબ્બત છે ત્યાં જ તેના પૂર્વમાં નેપાળ દેશ છે. જ્યારે તેના દક્ષિણમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમમાં હિમાચલ પ્રદેશ છે. આ રાજ્યનું મૂળનામ ઉત્તરાંચલ હતું જેને બદલીને જાન્યુઆરી 2007માં ઉત્તરાખંડ કરી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં કૂલ 13 જિલ્લા છે જેને પ્રમુખ ડિવિઝનો, કુમાઉ અને ગઢવાલના આધાર પર વહેંચવામાં આવ્યા છે.

આ જ ક્રમ હેઠળ આવો અમે આપને આ લેખ દ્વારા અવગત કરાવીએ સુંદર ઉત્તરાખંડની કેટલીક મનમોહી લેનારી તસવીરોથી. આવો કેટલીંક સુંદર તસવીરો થકી નિહાળીએ ઉત્તરાખંડને...

કેદારનાથ

કેદારનાથ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથની ગણતરી ભારતના સુંદર ધાર્મિક સ્થળોમાં થાય છે.
ફોટો કર્ટસી - Paul Hamilton

કાનાતાલ

કાનાતાલ

કાનાતાલથી લેવામાં આવેલી હિમાલયની મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Nimish2004

કલસી

કલસી

ઉત્તરાખંડના કલસીની એ હરિયાળી જે કોઇને પણ મંત્રમુગ્ધ કરી દે.
ફોટો કર્ટસી - Nipun Sohanlal

જ્યોલિકોટ

જ્યોલિકોટ

પ્રકૃતિને તેના સર્વોત્તમ રૂપમાં જોવા માટે જ્યોલિકોટ ચોક્કસ જવું.
ફોટો કર્ટસી - Kumar Chitrang

હેમકુંડ

હેમકુંડ

હેમકુંડ તળાવના શાંત પાણીની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Amareshwara Sainadh

ધનૌલ્ટી

ધનૌલ્ટી

ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામા સમુદ્ર સ્તરથી 2286 મીટરની ઊંચાઇ પર સ્થિત ધનૌલ્ટીની ગણના ભારતના પ્રમુખ હિલ સ્ટેશનોમાં થાય છે.
ફોટો કર્ટસી - Kiran Jonnalagadda

દેવપ્રયાગ

દેવપ્રયાગ

ઉત્તરાખંડના દેવપ્રયાગમાં ભાગીરથી અને અલકનંદા નદિયોનું સંગમ.
ફોટો કર્ટસી - Vvnataraj

ચોપટા

ચોપટા

ચોપટામાં પડેલ બરફની એક મંત્રમુગ્ધ કરી દેનારી તસવીર.
ફોટો કર્ટસી - Vvnataraj

ઔલી

ઔલી

ઔલી એક સુંદર પ્રવાસન સ્થળ છે, જે આખી દુનિયામાં સ્કાઇંગ માટે પ્રસિદ્ધ છે. ઔલીમાં આવેલ એક બરફથી ઢંકાયેલ પહાડની તસવીર.
ફોટો કર્ટસી - Ishan Manjrekar

અલ્મોડા

અલ્મોડા

અલ્મોડાની એક ઘાટીની મન મોહી લેનારી તસવીર.
ફોટો કર્ટસી - Tkx

English summary
Uttarakhand is one of the best states of India in terms of tourism. Here are the toursit places that you must visit in Uttrakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X