પ્રેયસી સાથેની લોંગ ડ્રાઇવ માટેની સુંદર વૅલેંટાઇન ગિફ્ટ્સ

Posted By:
Subscribe to Oneindia News

આજે વૅલેંટાઇન દિવસ છે, ચોક્કસપણે આજે તમે તમારા દિલની નજીક રહેલી વ્યક્તિ સાથે એક લાંબી, હુંફાળી અને પ્રેમભરી યાત્રા કરવાનું વિચારી રહ્યા હશો. જો તમે તમારી પ્રેયસી સાથે લોંગ ડ્રાઇવ પર જઇ રહ્યા છો અને તેને ટ્રાવેલિંગનો શોખ છે તો તમને એ પ્રશ્ન સતત સતાવી રહ્યો હશે કે તમારી પ્રેયસીને કઇ ગિફ્ટ આપવામાં આવે? કારણ કે તમે તમારા પાર્ટનરને એક એવી ગિફ્ટ આપવા માગો છો, જે એક તરફ તમારી અંદર છૂપાયેલા પ્રેમને વ્યક્ત કરે અને બીજી તરફ ટ્રાવેલ સાથે જોડાયેલી જરૂરિયાતોનું પૂર્તિ કરે.

ગિફ્ટના મામલે તમારે માથું દુખાવાની જરૂર નથી. આજે અમે તમને એવી કેટલીક રચનાત્મક ગિફ્ટ્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેનાથી તમારો પ્રેમ પહેલાં કરતા પણ વધારે મજબૂત થશે, તો ચાલો તસવીરો થકી જાણીએ આ ગિફ્ટ્સ અંગે.

પ્રેમનો રોમેન્ટિક અનુભવ

પ્રેમનો રોમેન્ટિક અનુભવ

કહેવામાં આવે છે કે, પ્રેમ ત્યારે જ છે જ્યારે વ્યક્તિમાં તેને વ્યક્ત કરવાનો જુસ્સો છે. ત્યારે ચોકલેટ અને ગુલાબથી શ્રેષ્ઠ વસ્તુ કોઇ હોઇ શકે પ્રેમને વ્યક્ત કરવા માટે. તો આ વૅલેંટાઇન પર તમારા પાર્ટનર સંગ તમે ગુલાબના ફૂલ અને ચોકલેટને જરૂરથી એક્સચેન્જ કરો.

ટ્રાવેલ મેપ

ટ્રાવેલ મેપ

આને વાંચીને તમને કદાચ થશે કે મેપ કોઇ ગિફ્ટ કરવાની વસ્તુ છે? પ્રશ્ન સાચો છે, પરંતુ અમે તમને કોઇ મામુલી નકશો આપવાની વાત નથી કરી રહ્યાં, આ વખતે વેલેનટાઇન ડે પર તમે તમારા સાથીને નકશો આપો તો એ વાતનું પુરતુ ધ્યાન રાખો કે તમે નકશામાં એ સ્થળોને સિક્કાથી ખોતરીને એક ખાસ ચિન્હ બનાવ્યું હોય, જે સ્થળો પર તમે તમારી પ્રેયસી સાથે યાત્રા કરી છે. આ ગિફ્ટને જોયા બાદ તમારી પ્રેયસી તમને પહેલા કરતા પણ વધારે પ્રેમ કરવા લાગશે.

ટ્રાવેલ ટિપ્સ માટે ટ્રાવેલ ગાઇડ

ટ્રાવેલ ટિપ્સ માટે ટ્રાવેલ ગાઇડ

કોઇ ભલે ગમે તેટલો મોટો ટ્રાવેલર હોય પરંતુ તેને એક ગાઇડની હંમેશા જરૂર રહે છે. તો આ વૅલેંટાઇન પર તમારી પ્રેયસીને એક ટ્રાવેલ ટિપ્સથી ભરેલી ટ્રાવેલ ગાઇડ આપો. આ ગિફ્ટ તમારી પ્રેયસીને તમારી દિવાની બનાવી દેશે.

કોફી મગ

કોફી મગ

તમને લાગતુ હશે કે કોફી મગ પણ કોઇ વૅલેંટાઇન ગિફ્ટ છે, જી હાં સાંભળવામાં ભલે આ નાની ગિફ્ટ લાગે, પરંતુ તમે તેને બહુમુલ્ય બનાવી શકો છો. તમે કોફી મગ પર એ સ્થળનું નામ પ્રિન્ટ કરાવી શકો છો જ્યાં તમે તમારી પ્રેયસી સાથે યાત્રા કરી હતી અથવા તો તમે તમારી પ્રેયસીને પહેલીવાર મળ્યા હતા.

ઝુલો

ઝુલો

આ ગિફ્ટનું નામ સાંભળતા જ એક અનોખી લાગણીનો અનુભવ થાય છે. આ વૅલેંટાઇન તમે તમારી પ્રેયસીને ઝુલો ગિફ્ટ કરી શકો છો. જ્યારે પણ તે એ ઝુલા પર ઝુલશે તેને તમારી યાદ જરૂર આવશે.

ઓલોક્લિપ આઇફોન 4 ઇન કેમેરા લેન્સ

ઓલોક્લિપ આઇફોન 4 ઇન કેમેરા લેન્સ

જો તમારી પ્રેયસીને ફોટોગ્રાફીનો શોખ છે તો આ એક શાનદાર ગિફ્ટ છે. તમને જણાવી દઇએ કે મોબાઇલ કેમેરાનો આ લેન્સ એક ડીએસએલઆરની જેમ જ કામ કરે છે અને વર્તમાનમાં તેને ફોટોગ્રાફીનું શ્રેષ્ઠ ગેજેટ માનવામાં આવે છે.

એક બીજાને કરો પેમ્પર

એક બીજાને કરો પેમ્પર

આ વૅલેંટાઇન પર તમે કોઇ સારા સ્પાની યાત્રા જરૂરથી કરો અને એક બીજાને પેમ્પર કરો. જેનાથી તમે એકબીજાના સંબંધોને વધુ પ્રગાઢ બનાવી શકો છો.

એક બીજા સાથે યાત્રા કરો

એક બીજા સાથે યાત્રા કરો

આ તમારા વૅલેંટાઇન માટે આપવામાં આવતી સૌથી મોંઘી ગિફ્ટ છે, તો આ વેલેનટાઇનના દિવસે તમારા બધા જ કામને બાજુ પર કરીને તમારી પ્રેયસી સાથે સમય વિતાવો અને તેને કોઇ સારા ડેસ્ટિનેશન પર લઇ જાઓ.

English summary
valentine gifts travellers

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.