વાસ્તુ ટિપ્સ: ગર્ભાવસ્થા દરમિયાન મહિલા રાખે આ વાતનું ધ્યાન

Posted By:
Subscribe to Oneindia News

દરેક ગર્ભવતી સ્ત્રી ઈચ્છે છે કે તેનું આવનારુ બાળક સ્વસ્થ હોય. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું શરીર વધુ સંવેદનશીલ અને કમજોર રહેવાને કારણે તેને વધારે સંભાળની અને આરામની જરૂર હોય છે. સ્ત્રીઓ આ દરમિયાન ખાન-પાન સાથે પૂજા-અર્ચનામાં પણ ધ્યાન પરોવે છે. આવા સમયે તેમને વાસ્તુ ટિપ્સ અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. ગર્ભાવસ્થા સ્ત્રીના જીવનમાં સૌથી મોટો ફેરફાર લાવનારો સમય હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને સકારાત્મક વાતાવરણ મળી રહેવું અત્યંત જરૂરી છે. વાસ્તુ એક્સપર્ટ પ્રમાણે ઘરમાં કેટલાક પરિવર્તનો લાવી ગર્ભધારણની શક્યતા વધારી શકાય છે અને ગર્ભાવસ્થાનો સમયગાળો પણ વિના મુશ્કેલીએ પસાર થઈ જાય છે. આ ટિપ્સ દ્વારા બાળકના જન્મ સમયે આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે.

દક્ષિણ-પશ્ચિમ તરફના રૂમમાં જ સુવું

દક્ષિણ-પશ્ચિમ તરફના રૂમમાં જ સુવું

પ્રેગ્નેન્સી દરમિયાન આવનારી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી શાંતીથી નીકળી જવા માટે ગર્ભવતી સ્ત્રીઓએ દક્ષિણ-પશ્ચિમ તરફના રૂમમાં સુવું જોઈએ. જો આ શક્ય ન હોય તો ઉત્તર-પૂર્વ દિશા તરફના રૂમની પસંદગી કરી શકાય, પણ ગર્ભાવસ્થાના અંતિમ સમયે સ્ત્રીઓએ ઉત્તર-પશ્ચિમ દિશાના રૂમનો ઉપયોગ બિલકુલ કરવો નહિં.

દક્ષિણ દિશા તરફ માથુ કરીને સુવું

દક્ષિણ દિશા તરફ માથુ કરીને સુવું

વાદળી રંગ અત્યંત આરામદાયક ગણવામાં આવે છે, પરિણામે ગર્ભવતી સ્ત્રીના રૂમમાં વાદળી કે વાયલેટ રંગની લાઈટ લગાવવી જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓઓ હંમેશા દક્ષિણ દિશા તરફે માથુ કરીને સુવું જોઈએ.

ધાટ્ટા રંગો ઉપયોગમાં ન લો

ધાટ્ટા રંગો ઉપયોગમાં ન લો

ગર્ભવતી સ્ત્રીઓએ લાલ, કાળો અને નારંગી જેવા ઘાટ્ટા રંગોનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. પછી ભલે કે રૂમનો રંગ હોય કે કપડાનો. ઘાટ્ટા રંગોના ઉપયોગથી ગર્ભવતી સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. જેની અસર માતા અને બાળક બંને પર પડે છે. ઘાટ્ટા રંગોને બદલે આછા રંગો જેવા કે વાદળી, પીળો, સફેદ અને આછા ગુલાબી રંગની વસ્તુઓ ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રેરણાદાયક પુસ્તકો વાંચો

પ્રેરણાદાયક પુસ્તકો વાંચો

વાંચવું એક સારી આદત છે અને ગર્ભાવસ્થા દરમિયાન સકારાત્મક અને પ્રેરણાદાયક પુસ્તકો વાંચવું સારુ રહેશે. માતા જેવું વાંચન કરે છે, તેવા જ ગુણો બાળકમાં અવતરે છે, પરિણામે માતા એ ધાર્મિક પુસ્તકો અને સકારાત્મક વિચારો દર્શાવતા પુસ્તકો વાંચવા.

ડિપ્રેશનથી બચો

ડિપ્રેશનથી બચો

બેડરૂમમાં બાળકોના ચિત્રો લગાવો. તેનાથી ગર્ભવતી સ્ત્રીઓ હંમેશા પોઝીટીવ રહે છે અને આવનારુ બાળક પણ સ્વસ્થ રહે છે. ગર્ભવતી સ્ત્રીઓએ આંધારિયા કે વિના રંગવાળા રૂમમાં બેસવું નહિં, કારણ કે તેમને ડિપ્રેશન થઈ શકે છે.

ઘરના મધ્યમાં સીડી

ઘરના મધ્યમાં સીડી

ગર્ભવતી સ્ત્રીઓએ નકારાત્મક અસરથી બચવા સીડીની નીચે બનેલા ટૉયલેટનો ઉપયોગ કરવો નહિં, ઘરના ઠીક મધ્યમાં સીડી હોવું ગર્ભવતી સ્ત્રીઓના આરોગ્ય માટે મુશ્કેલી પેદા કરી શકે છે.

English summary
vastu tips a healthy pregnancy in gujarati

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.