• search
keyboard_backspace

World Elephant Day: 12 ઓગસ્ટે ઉજવાય છે 'હાથી દિવસ', જાણો રસપ્રદ તથ્યો

World Elephant Day: 12 ઓગસ્ટે ઉજવાય છે 'હાથી દિવસ', જાણો રસપ્રદ તથ્યો
Google Oneindia Gujarati News

આજે 12 ઓગસ્ટ એટલે કે વિશ્વ હાથી દિવસ છે. આફ્રિકન અને એશિયલ હાથીઓની તાત્કાલિક દુર્દશા વિશે લોકોને જાગૃત કરવા અને જંગલી તથા બંદી બનાવેલા હાથીઓની સારી સારસંભાળા રાખવામાં આવે તે વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ એટલે કે World Elephant Day મનાવવામાં આવે છે.

એશિયાઈ અને આફ્રિકી હાથીઓની દુર્દશા વિશે જાગૃતતા ફેલાવવા અને તેમના પર ધ્યાન આકર્ષિત કરવા માટે આ ખાસ દિવસને 12 ઓગસ્ટ 2012થી મનાવવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલીવાર 2017માં હાથીઓની ગણતરી થઈ. આ દુનિયા માટે હાથી બહુ મહત્વપૂર્ણ છે, હાથીઓ અન્ય વન્યજીવોની પ્રજાતિઓ માટે જંગલ અને સવાના ઇકોસિસ્ટમ જાળવવામાં મદદ કરે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં હાથીઓના સંરક્ષણ અને રક્ષણ માટે સમર્પિત છે.

World Elephant Dayને તમામ વન્યજીવ સંગઠનો અને દુનિયાભરના કેટલાય લોકો દ્વારા મનાવવામાં આવે છે, Elephant શબ્દની ઉત્પત્તિ ગ્રીહ શબ્દ 'Elephas'થઈ થી જેનો અર્થ છે ગજદંત.

હાથીઓ વિશે રોચક તથ્યો

 • હાથીઓ ગાઢ જંગલમાં માર્ગ બનાવે છે જે બીજા જાનવરો દ્વારા ઉપયોગ કરાય છે.
 • હાથીઓ ફૂડી હોય છે, જેઓ દિવસના લગભગ 16 કલાક જેવો સમય ખાવામાં જ વિતાવે છે.
 • કીચડ હાથીઓ માટે સનસ્ક્રીનનું કામ કરે છે, માટે હાથી કીચડમાં જ લોટે છે.
 • આફ્રિકન હાથી જમીનનો સૌથી મોટો સસ્તન પ્રાણી છે.
 • હાથીઓ ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી જાળવવામાં મદદ કરે છે.
 • હાથી એક દિવસમાં 80 ગેલન સુધી પાણી પી શકે છે.
 • હાથીઓનાં જુડવા બચ્ચાં બહુ ભાગ્યે જ હોય છે.
 • હાથિઓના બચ્ચાઓમાં પોતાની સૂંઢ ચૂસવાની આદત હોય છે.
 • હાથી 13-14 વર્ષની ઉંમરમાં યૌન પરિપક્વતા પ્રાપ્ત કરી લે છે.
 • માદા હાથી લગભગ 50 વર્ષની ઉંમર સુધી પ્રજનન કરી શકે છે.
 • હાથી પોતાની સૂંઢથી ચિત્રો પણ દોરી શકે છે.

હાથીનું શરીર નાના-નાના વાળથી ઢંકાયેલું હોય છે, શારીરિક વિકાસની સાથે જ આ વાળની વૃદ્ધિ ઘટી જાય છે, મોટી હોવા છતાં હાથીની ત્વચા બહુ સંવેદનશીલ હોય છે.

વિશ્વ હાથી દિવસ 2021: મહત્વ

WWF (વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર)ના તેજાતરના આંકડાઓ મુજબ પૃથ્વી પર આશરે 4,40,000 જેટલા હાથીઓ જ બચ્યા છે. WWFએ જણાવ્યા મુજબ દર વર્ષે આશરે 15000 હાથીઓનો શિકારીઓ શિકાર કરે છે. ત્યારે હાથીઓના સંરક્ષણની સાથે જ હાથી લુપ્તતા વિશે જાગૃતિ ફેલાવવાની જવાબદારી પણ આપણી જ છે.

ભારતમાં હાથી આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક ચિહ્ન હોવા છતાં હાથીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. અવારનવાર હાથીઓ શિકાર, વીજ કરંટ, ટ્રેન અકસ્માત અને ઝેરનો શિકાર બને છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર મુજબ જંગલી એશિયાટિક હાથીઓની સંખ્યા 50,000ની નીચે આવી ગઈ છે, જે તેના ઐતિહાસિક સરેરાશના માત્ર 15% જ છે. જંગલી એશિયાટિક હાથીઓ મુખ્યત્વે ભારતમાં અને દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

વિશ્વ હાથી દિવસ 2021 થીમ (World Elephant Day 2021 Theme)

આ વર્ષના વિશ્વ હાથી દિવસ માટેની કોઈ થીમ જાહેર કરવામાં આવી નથી, જો કે ગયા વર્ષે 'હાથી મેરે સાથી' થીમ હતી.

ભારતમાં હાથીઓની વસ્તી

ભારતમાં હાથીઓની સૌથી વધુ વસ્તી છે (એશિયન હાથીઓ, એલિફાસ મેક્સિમસ), અંદાજે 27,000 છે. તેમાંથી અંદાજે 2,500 કેદમાં છે. જ્યારે કેટલાક હાથીઓ પ્રાણી સંગ્રહાલયમાં અથવા વન વિભાગ પાસે છે, ત્યારે લગભગ 1,700 હાથીઓ ખાનગી માલિકીના છે કાં તો મંદિરો અથવા ખાનગી વ્યક્તિઓના.

રાજ્યો મુજબ હાથીઓની વસ્તીની વાત કરીએ તો સૌથી વધુ હાથી 1976 હાથી ઓરિસ્સામાં છે, ઝારખંડમાં 679 હાથીઓ છે, છત્તીસગઢમાં 247 હાથી છે, બિહારમાં 25 હાથી છે, મધ્ય પ્રદેશમાં 7 હાથી છે, પશ્ચિમ બંગાળમાં 194 હાથી છે. જ્યારે ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં સૌથી વધુ હાથી ઉત્તરાખંડમાં 1839 છે, ઉત્તર પ્રદેશમાં 232 હાથી છે, હરિયાણામાં અને હિમાચલ પ્રદેશમાં 7-7 હાથી છે. જ્યારે ઉત્તર પૂર્વમાં સૌથી વધુ હાથી આસામમાં 5719 છે, અરુણાચલ પ્રદેશમાં 1614 હાથી છે, મેઘાલયમાં 1754 હાથી છે, ત્રિપુરામાં 102 હાથી છે, નાગાલેન્ડમાં 446 હાથી છે, પશ્ચિમ બંગાળમાં 488 હાથી છે, મણિપુરમાં 9 અને મિઝોરમમાં 7 હાથી છે. જ્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો કર્ણાટકમાં સૌથી વધુ 6049 હાથી છે, જે બાદ કેરળમાં 5706 હાથી છે, મહારાષ્ટ્રમાં 6 હાથી, આંધ્ર પ્રદેશમાં 65 હાથી, અંદામાન અને નિકોબારમાં 25 અને તમિલનાડુમાં 2761 હાથી છે.

English summary
World Elephant Day: History, Significance and historic data in Gujarati
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X