For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રિ 2016: જાણો ઘટ સ્થાપનાના મુહૂર્તનો સમય

|
Google Oneindia Gujarati News

નવરાત્રિ 1 ઓક્ટોબરથી શરૂ થવાની છે. પણ આ વખતની નવરાત્રિ નવ દિવસની નથી 10 દિવસની છે જે 10 ઓક્ટોબર સુધી ચાલશે. જે માટે જ્યોતિષ મુજબ પ્રતિપ્રદા તિથિના બે દિવસ કારણભૂત છે. જો કે નવરાત્રિ ભલે આ વખતે 10 દિવસની હોય પણ તેમ છતાં 10 દિવસ બાદ પણ કોઇ પણ ગુજરાતીઓને તેમ જ લાગશે કે નવરાત્રિ જલ્દી પતી ગઇ...!!

ત્યારે ગુજરાતમાં અનેક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ નવરાત્રિના 9 દિવસોના ઉપવાસ કરે છે. એટલું જ નહીં ઘરે અખંડ દિવો, જવારા વાવવા જેવા અનેક ધાર્મિક કામો કરવામાં આવે છે. સાથે જ સાંજે અને સવારે મોટાભાગના ઘરમાં માતાજીના ગરબા કે ખાસ પૂજા વિધિ કરવામાં આવે છે. અને માં અંબાને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી યાદ કરાય છે. ત્યારે આ નવરાત્રિમાં કળશ સ્થાપના મૂહૂર્ત શું છે વાંચો અહીં.

કળશ સ્થાપના

કળશ સ્થાપના

નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરી વ્રત સંકલ્પ અનેક લોકો લેતા હોય છે. 1 ઓક્ટોબર સવારે 6:20 મિનિટથી લઇને 7:30 સુધી કળશ સ્થાપના માટે વિશેષ શુભ સમય છે. નવરાત્રિ વ્રતની શરૂઆત પ્રતિપદા તિથિના કળશ સ્થાપનાથી થાય છે.

કળશ સ્થાપનાની વિધિ

કળશ સ્થાપનાની વિધિ

ધર્મશાસ્ત્રો મુજબ કળશ સુખ અને સમુદ્ધિ તથા વૈભવ અને મંગળ કામનાઓનો પ્રતીક માનવામાં આવે છે. કળશના મુખમાં વિષ્ણુજીનો વાસ, કંઠમાં રુદ્ર તથા મૂળમાં બ્રહ્મા સ્થિત છે તેમ મનાય છે અને મધ્યમાં દૈવીય માતૃશક્તિઓનો નિવાસ હોય છે તેવું માનવામાં આવે છે.

જુવાર વાવવાની વિધિ

જુવાર વાવવાની વિધિ

અનેક લોકો છાબડીમાં જુવાર વાવીને પણ નવ દિવસના નોરતા ઉજવે છે. આ માટે નદીના પટમાંથી ખાસ માટી લાવવામાં આવે છે. વાંસની છાબળીને પહેલા ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. તેની પછી તેમાં માટી નાખવામાં આવે છે. તેને પણ ગંગાજળની પવિત્ર કરવામાં આવે છે. તે પછી યોગ્ય વિવિધ બાદ જુવારના બીજ નાંખી પાણી છાંટવામાં આવે છે. સાથે જ ઘરમાં ગંગાજળ અને તુલસીથી ભરેલા કળશ પર નાળિયેર મૂકી તેના પર લાલ ચૂંદડી ઓઢાડીને તેની 9 દિવસ પૂજા કરવામાં આવે છે.

નવ દિવસ નવ દેવીઓ

નવ દિવસ નવ દેવીઓ

નવરાત્રિના નવ દિવસોમાં અલગ અલગ દેવીઓની પૂજા નીચે મુજબ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવું મનાય છે.
પહેલો દિવસ- શૈલપુત્રીનું પૂજન કરાય છે.
બીજો દિવસ- પ્રતિપદા તિથિના કારણે આ દિવસ પણ શૈલપુત્રીની જ પૂજા થાય છે.

નવ દિવસ નવ દેવીઓ

નવ દિવસ નવ દેવીઓ

ત્રીજો દિવસ- બ્રહ્મચારીણી દેવીની પૂજા કરવામાં આવે છે.
ચોથો દિવસ- દેવી દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરાય છે
પાંચમો દિવસ- ભગવતી દેવીના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
છઠ્ઠો દિવસ- સ્કંદમાતા દેવીની પૂજા કરવામાં આવે છે.

નવ દિવસ નવ દેવીઓ

નવ દિવસ નવ દેવીઓ

સાતમો દિવસ- કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે.
આઠમો દિવસ- મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.
નવમો દિવસ- મહાદુર્ગા દેવીના સિદ્ધદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અને આ સાથે જ અનુષ્ઠાન પૂર્ણ થાય છે. નવમાં દિવસે અનેક લોકો કન્યા પૂજા પણ કરે છે.

English summary
Navratri 2016 Starts from 1st October, here is puja time and Muhurat in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X