અલ્લાહની બંદગી અને ઈબાદતનો પવિત્ર માસ એટલે 'રમજાન'

Posted By:
Subscribe to Oneindia News

જેમ હિંદુ ધર્મમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ તેમ મુસ્લિમ સમાજમાં રમજાન માસ પવિત્ર માસ મનાય છે. પવિત્ર મહિનો રમજાનની શરૂઆત થઈ ચૂકી છે, ઈસ્લામિક કેલેન્ડરનો આ મહિનો ત્યાગ, સેવા, સમર્પણ અને ભક્તિનું પ્રતિક છે. આખો એક મહિનો મુસ્લિમ સમુદાય 'રોજા' રાખે છે. આ માસ દરમિયાન રોજા રાખનારા સવારથી સાંજ ખાધા-પીધા વિના રોજા કરે છે. અને વધુમાં વધુ કુરાન શરીફનું વાંચન, જકાત, ખેરાત, સદકાની બંદગી કરે છે.

જન્નત નસીબ થાય છે

જન્નત નસીબ થાય છે

  • ઈસ્લામિક માન્યતા અનુસાર રમજાન મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને જેઓ રોજા રાખે છે તેને જ જન્નત નસીબ થાય છે.
  • પયગંબર ઈસ્લામ પ્રમાણે રમજાન મહિનો પહેલો અશરા(દશ દિવસ) રહમત નો, બીજો અશરો મગફિરત અને ત્રીજો અશરો દોજખથી આઝાદી અપાવવાનો છે.

સંયમ રાખવુ

સંયમ રાખવુ

  • આ મહિને પ્રેમ અને પોતાના પર સંયમ રાખવાનું મનાય છે. પરિણામે કહેવાય છે કે આ માટે દરેક મુસલમાને રોજા રાખવા જોઈએ.
  • માસિક-ધર્મ દરમિયાન ઈસ્લામિક સ્ત્રીઓને રોજા ન રાખવાનું કહેવામાં આવે છે.
અલ્લાહની ઈબાદત

અલ્લાહની ઈબાદત

  • આ સમય દરમિયાન માત્ર અલ્લાહની ઈબાદત કરવી જોઈએ અને સહરી અને ઈફ્તારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
  • આ દરમિયાન દારૂ, સિગરેટ, તંબાકુ અને નશીલી ચીજોનું સેવન કરવું જોઈએ નહિં.
  • વૃધ્ધ, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, નવજાત શીશુની માતા અને મુસાફરી કરનારા યાત્રીઓએ રોજા રાખવાની મનાઈ છે.
દરેક મુસ્લિમે જકાત આપવાની હોય છે

દરેક મુસ્લિમે જકાત આપવાની હોય છે

રમજાન દરમિયાન દરેક મુસ્લિમે જકાત આપવાની હોય છે. જકાત એટલે અલ્લાહની રાહમાં પોતાની આવકનો કેટલોક ભાગ કાઢી ગરીબો અને જરૂરિયાત વાળા લોકોને દાન કરવું. કહેવાય છે કે જકાત રમજાન દરમિયાન જ આપવી જોઈએ પરિણામે ગરીબો સુધી તે પહોંચે અને તેઓ પણ ઈદ મનાવી શકે.

રોજાનો અર્થ

રોજાનો અર્થ

રોજાનો અર્થ બંદિશ(મનાઈ), માત્ર ખાવા-પીવા પર બંદિશ નહિં પણ દરેક બુરાઈથી દૂર રહેવાની બંદિશ છે, જે ઈસ્લામ પ્રમાણે અયોગ્ય મનાઈ છે. ઈસ્લામ પ્રમાણે રોજા માત્ર ભુખ્યા તરસ્યા રહેવાનું નામ નથી પણ પોતાનો શુધ્ધ અને વ્યવસ્થિત કરવાનું નામ છે. અને દર વર્ષે 30 દિવસ પોતાની આત્માની શુધ્ધિ કરવા બાકીના 11 મહિના આ જીવન જીવવાની તાલિમ મેળવવામાં આવે છે.

English summary
Ramazan is the 9th month of the Islamic calendar and is observed by Muslims worldwide as a month of fasting to commemorate the first revelation of the Quran to Muhammad according to Islamic belief.
Please Wait while comments are loading...