For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ જન્મમાં શું હતા તમે, રાઝ ખોલે છે કુંડળી

જન્મકુંડળીના ગ્રહોની સ્થિતિ, યુતિ, દ્રષ્ટિ સંબંધ વગેરે જોઈને સરળતાથી જાણી શકાય છે કે મનુષ્યનો ગયો જન્મ કેવો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મનુષ્ય પોતાનુ ભવિષ્ય જાણવા સાથે-સાથે ભૂતકાળ જાણવા માટે પણ એટલો જ ઉત્સુક રહે છે. જ્યારે 84 લાખ યોનિઓની વાત કરવામાં આવે છે ત્યારે મનુષ્ય એ જાણવાનો પ્રયાસ કરે છે કે તે ગયા જન્મમાં શું હતો. આ પ્રશ્નનો જવાબ આપે છે મનુષ્યની જન્મકુંડળી. કહેવાય છે કે મનુષ્ય નસીબ લઈને જન્મ લે છે એટલે કે ગયા જન્મોના સારા-ખરાબ કર્મોના ફળસ્વરુપે મનુષ્યનો આ જન્મ નિશ્ચિત થાય છે કે તેને કયા પ્રકારની યોનિમાં કયા પ્રકારના પરિવારમાં જન્મ લેવાનો છે. જન્મકુંડળીના ગ્રહોની સ્થિતિ, યુતિ, દ્રષ્ટિ સંબંધ વગેરે જોઈને સરળતાથી જાણી શકાય છે કે મનુષ્યનો ગયો જન્મ કેવો હતો.

kundali
  • જો જાતકની જન્મકુંડળીમાં ચાર કે તેથી વધુ ગ્રહો ઉચ્ચ રાશિ કે સ્વરાશિમાં હોય તો આ વ્યક્તિ ઉત્તમ યોનિ ભોગવીને આવ્યો હોય છે.
  • જો લગ્નમાં ઉચ્ચ રાશિ કે સ્વરાશિનો ચંદ્રમા હોય તો બાળક પૂર્વ જન્મમાં સદવિવેકી વણિક રહ્યો હશે.
  • લગ્નમાં ગુરુનુ હોવુ એ વાતનુ સૂચક છે કે બાળક પૂર્વ જન્મમાં વેદપાઠી બ્રાહ્મણ હતો. જો કુંડળીમાં કયાંય પણ ઉચ્ચનો ગુરુ થઈને લગ્નને જોઈ રહ્યો હોય તો બાળક પૂર્વ જન્મમાં ધર્માત્મા, સદગુણી અને વિવેકશીલ સાધુ અથવા તપસ્વી રહ્યો હશે.
  • જન્મકુંડળીમાં સૂર્ય છઠ્ઠા, આઠમાં અથવા બારમાં ભાવમાં હોય અથવા તુલા રાશિનો હોય તો બાળક પૂર્વ જન્મમાં પાપરત અને ભ્રષ્ટ જીવન વ્યતીત કરનારો હતો.
  • લગ્ન અથવા સપ્તમ ભાવમાં જો શુક્ર હોય તો જાતક પૂર્વ જન્મમાં રાજા અથવા પ્રસિદ્ધ શેઠ હતો અને પૂર્ણતઃ ભોગ વિલાસપૂર્ણ જીવન વ્યતીત કરનારો હતો.
  • લગ્ન, એકાદશ, સપ્તમ અથવા ચોથા ભાવમાં શનિ એ વાતનુ સૂચક છે કે બાળક પૂર્વ જન્મમાં નિમ્નવર્ગીય પરિવારમાંથી હશે.
    જો લગ્ન અથવા સપ્તમ ભાવમાં રાહુ હોય તો બાળકનુ પૂર્વ જન્મમાં મૃત્યુ સ્વાભાવિક રીતે થયુ નહિ હોય.
  • કુંડળીમાં ચાર અથવા વધુ ગ્રહ નીચ રાશિના હોય તો બાળકે પૂર્વ જન્મમાં નિશ્ચિત રીતે આત્મહત્યા કરી હશે.
  • લગ્નમાં સ્થિત બુધથી જાણવા મળે છે કે જાતક પૂર્વ જન્મમાં વણિક હશે અને પારિવારિક કલેશોતી ગ્રસિત હશે.
  • છઠ્ઠા, સાતમાં અથવા દશમાં ભાવનો મંગળ હોય તો જાતક પૂર્વ જન્મમાં અત્યંત ક્રોધી હશે અને ઘણા લોકો તેનાથી પીડિત હશે.
  • બૃહસ્પતિ શુભ ગ્રહોથી દ્રષ્ટ હોય અને પંચમ કે નવમ ભાવમાં હોય તો જાતક પૂર્વ જન્મમાં વીતરાગી રહ્યો હશે.
  • એકાદશમાં સૂર્ય, પંચમમાં બૃહસ્પતિ અને દ્વાદશમાં શુક્ર હોય તો જાતક પૂર્વ જન્મમાં ધર્માત્મા, લોકોની મદદ કરનાર તથા દાન-પુણ્યમાં તત્પર રહ્યો હશે.
English summary
What were you in your previous birth, the secret reveals the Kundali. read details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X