Yearly horoscope 2017: તુલા રાશિનું વાર્ષિક રાશિફળ 2017

Posted By:
Subscribe to Oneindia News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. મહિનાની શરૂઆતમાં મંગળ કુંભ રાશિમાં અને 18 જાન્યુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે. બુધ 9 જાન્યુઆરીએ માર્ગી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે સાથે જ શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગુરુ 4 જાન્યુઆરીએ તુલા રાશિમાં પ્રવેશ કરશે ઉપરાંત શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ સિંહ અને કુંભ રાશિમાં રહેશે.

Read also: Yearly horoscope 2017: વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ 2017

ત્યારે ગ્રહોની આ દશાને આધારે જાણો તુલા રાશિના જાતકો માટે જ્યોતિષ મુજબ વર્ષ 2017નું આ વર્ષ કેવુ રહેશે. સાથે જ જાણો વર્ષના 12 મહિના મુજબ તમારું રાશિફળ......

જાન્યુઆરી

જાન્યુઆરી

આ મહિનો તુલા રાશિના જાતકો માટે સારો કહી શકાય તેમ નથી. સંતાનપક્ષ તમને દુખી કરી શકે છે. સરકારી નોકરી વાળા પોતાની આળસને લીધે નુકશાનની ભરપાઈ કરશે. જીવનસાથીની મદદ મળી ન શકવાને લીધે અવસાદ ગ્રસ્ત રહેશો. જેથી તમારે કોઈ મોટું નુકશાન ભોગવવું પડશે.

 • આર્થિક પક્ષ-આ મહિના દરમિયાન પૈસાની અછત વર્તાશે.
 • આરોગ્ય-આરોગ્યમાં બેદરકારી તમને નુકશાન કરશે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારીઓ નવા રોકાણમાં કોઈ જોખમ ઉઠાવે નહિં. નોકરી કરનારા માટે આ મહિનો દોડ-ભાગ કરાવશે.
 • લગ્નજીવન-શરૂઆતમાં થોડા ઝગડા ચાલશે પણ મહિનાના અંત સુધીમાં બધુ સારુ થઈ જશે.
 • પ્રેમ પ્રસંગ-નવા પ્રેમની શરૂઆત માટે આ મહિનો યોગ્ય નથી.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનો તમારા માટે સામાન્ય રહેશે. વાણીને કાબૂમાં રાખજો. નવા સંબંધોમાં મજબૂતાઈ આવશે. વાહનના ઉપયોગમાં સતર્ક રહેજો, અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

 • આર્થિક પક્ષ-વધુ આવક મેળવવા માટે સખત મહેનત કરશો.
 • આરોગ્ય-અકસ્માતનો યોગ છે, વાગી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા સહકર્મિની ઉપયોગીતાને અવગણે નહિં. વેપારીઓ નવું કામ હાલ હાથમાં ન લે, નુકશાન થવાની ભીતિ છે.
 • લગ્નજીવન-પરસ્પર પ્રેમ વધતા એકબીજા સાથે મધુર પળો વિતાવશો.
 • પ્રેમ પ્રસંગ-તમારા માટે આ સમય સૌથી ખરાબ છે, જેની માટે તૈયાર રહેજો.

માર્ચ

માર્ચ

તુલા રાશિના જાતકો માટે માર્ચ મહિનો મધ્યમ રહેશે. તમારો જીવનસાથી તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં તમારી મદદ કરશે. સંતાન પક્ષ તરફથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. નવા કામની શરૂઆત આ મહિને તમને સફળતા અપાવશે.

 • આર્થિક પક્ષ-મહિના અંત સુધીમાં તમે તમારું નાણાકીય લક્ષ્ય પૂરું થશે.
 • આરોગ્ય-લાંબા સમયથી ચાલી આવતી બિમારીઓમાં રાહત મળશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. વેપારીઓ નફા સાથે પોતાનો ધંધો કરશે.
 • લગ્નજીવન-તમારી મુશ્કેલીમાં સાથીની મદદ મેળવી શકશો નહિં.
 • પ્રેમ પ્રસંગ-આ સમયે પ્રેમમાં વિવાદ થશે પણ સ્થિતિ નિયંત્રણમાં રહેશે.

એપ્રિલ

એપ્રિલ

તુલા રાશિ માટે આ મહિનો મુશ્કેલીભર્યો રહેશે. ધાર્મિક કામોમાં રસ વધતા, તમારો સમય આપશો. નજીકના કોઈ સંબંધીને ત્યાથી સારા સમાચાર આવી શકે છે. તમારી પ્રતિભા તમને સફળતા તરફ ધકેલશે. આ મહિને કેટલીક મહત્વની યાત્રોઓ પણ કરશો.

 • આર્થિક પક્ષ-આ મહિનો તમને આર્થિક રીતે સધ્ધર બનાવશે.
 • આરોગ્ય-ઉત્તમ સ્વાસ્થ્યની પ્રપ્તિ માટે અનેક ગતકડા લગાવશો, જેમાં સફળ પણ થશો.
 • કેરિયર અને વ્યવસાય-વકિલો માટે આ ગોલ્ડન પિરિયડ સાબિત થશે. કાપડના વ્યવસાયમાં અત્યંત લાભ થશે.
 • લગ્નજીવન-પરસ્પર પ્રેમ અને હૂંફ જળવાઈ રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમીની કોઈ વાતને મન પર લેશો નહિં, તે તમારા સંબંધના ભવિષ્ય માટે સારુ છે.

મે

મે

તુલા રાશિના જાતકો માટે આ મહિનો સારો દેખાતો નથી. મિત્રો સાથે બનાવીને રાખજો, તે જ મુશ્કેલીમાં તમને કામ લાગી શકે છે. નવા મિત્રો બનશે, નવા લોકોને મળશો, જેનાથી તમારુ સામાજીક ફલક વિશાળ થશે.

 • આર્થિક પક્ષ-નાણાકીય મુશ્કેલીને પરિણામે કંઈજ સુઝશે નહિં કે કેવી રીતે કામ ચલાવવું.
 • આરોગ્ય-કમળો થવાની સંભાવના છે. તમારું કામ રખડી પડશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને આ મહિનો થકવી નાખશે. કોઈ પર હદથી વધુ વિશ્વાસ તમારું નુકશાન કરાવશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં કંકાશ થમવાનું નામ લેશે નહિં.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમીને હરવ-ફરવા લઈ જાવ, જેથી તે ખુશ રહે.

જૂન

જૂન

આ રાશિના જાતકો માટે જૂન મહિનો ઠીક-ઠાક રહેશે. મિલકતને લગતા કામોમાં અડચણો આવશે. સ્ત્રી વર્ગને સતર્ક રહેવાની જરૂર છે, નહિંતર હાનિ થઈ શકે છે. જે લોકોને વહીવટી ખાતાથી સમસ્યાઓ છે તેમને રાહત મળી શકે છે. કોઈ વ્યકિત તમને આર્થિક મદદ કરવા માટે ઓફર કરશે.

 • આર્થિક પક્ષ-આ મહિને ઉપરની આવક થતા નાણાકીય સ્થિતિ સુધરશે.
 • આરોગ્ય-તળેલું જમવાથી બચજો, નહિંતર તેની શરીર પર ખરાબ અસર પડશે.
 • કેરિયર અને વ્યવસાય-સરકારી ઓફિસરો આ સમયે તનાવમાં રહેશે. સ્ટેશનરીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સમય નફાકારક છે.
 • લગ્નજીવન-ઘરના પ્રશ્નોને લઈ પતિ-પત્નીમાં વિવાદ ચાલ્યા કરશે.
 • પ્રેમ પ્રસંગ-તમે તમારા પ્રેમીને પ્રપોઝ કરશો.

જુલાઈ

જુલાઈ

આ રાશિના જાતકો માટે આ મહિનો મધ્યમ રહેશે. તમારી નજીકની કોઈ વ્યકિતને લીધે તમે હેરાન રહેશો. કોઈ સ્ત્રી કે પત્નીની મદદ કરવાથી તમને લાભ મળશે. રોકાયેલું નાણું છુટ્ટુ થશે. કોઈ મહત્વની વ્યકિતથી મળવાનું થશે.

 • આર્થિક પક્ષ-આ મહિનો આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે.
 • આરોગ્ય-આ રાશિના કેટલાક જાતકોને ગરદનના દુખાવાથી હેરાની થશે.
 • કેરિયર અને વ્યવસાય-સરકારી કર્મચારીઓને વધારાના લાભ મળી શકે છે. વેપારની સ્થિતિ સામાન્ય રહેશે.
 • લગ્નજીવન-સાથે મળી કુટુંબની મુશ્કેલીઓ ઉકેલી શકશો.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં મુશ્કેલી ભર્યો સમય રહેશે, પોતાની જાતને સાચવી લેશો.

ઓગસ્ટ

ઓગસ્ટ

તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો સામાન્ય રહેશે. પૈસાનો ઉપયોગ નકામા કામમાં કરશો નહિં, નહિંતર પાછળથી તમારું બજેટ બગડી શકે છે. વિદ્યાર્થિઓને હરવા-ફરવાનો મોકોમળશે. કોર્ટને લગતા કામોમાં રાહત મળશે. નકામા કામોને લઈ વ્યસ્ત રહેશો. કુટુંબના લોકો સાથે સંબંધો મધુર રહેશે.

 • આર્થિક પક્ષ-આવકની દ્રષ્ટિએ સ્થિતિ ધક્કો મારીને ચાલશે.
 • આરોગ્ય-કેટલાક લોકોને પગનો દુખાવો રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા પોતાના બોસને ખુશ કરીને ચાલજો. વેપારમાં લાભ મળશે.
 • લગ્નજીવન-જીવનસાથી સાથે તાળમેળ જળવાઈ રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમી કપલ આ સમયે દૂરની યાત્રા કરશે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

તુલા રાશિના જાતકો માટે આ માસ કેટલીક મુશ્કેલી અને બેહાલી લાવનારો રહેશે. ભૂલ કરવાથી બચજો, દુશ્મનો તમારી રાહ જોઈને બેઠા છે. જેને કારણે તમે માનસિક અશાંતિ અનુભવશો. આળસ કરશો નહિં, તમારુ દરેક કામ સમય પર પતાવવાનું રાખજો.

 • આર્થિક પક્ષ-નાણાકીય સ્થિતિ સારી નહી રહે જેને કારણે નાણું ઉધાર લેવાના વિચાર આવશે, જેને ટાળજો.
 • આરોગ્ય-બહાર જમવાની તમારી ટેવને કારણે આરોગ્ય બગાડી બેસશો.
 • કેરિયર અને વ્યવસાય-વ્યવસાય કરનારા લોકો માટે આ મહિનો મુશ્કેલી ભર્યો રહેશે. નોકરી કરનારા બોસથી હેરાન રહેશે.
 • લગ્નજીવન-તમે એકબીજાથી રિસાયેલા રહેશો.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમી સાથે મનમેળ થશે નહિં, જેથી તમે માનસિક હતાશા ભોગવશો.

ઓક્ટોબર

ઓક્ટોબર

આ રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ સારો રહેશે. નકામા ખર્ચા કરવાથી બચજો. કોઈ સામાન ઉધાર આપવો નહિં. વાહનની ખરીદી કરવા માટે શુભ સમય છે. તમારા ભૌતિક સુખોમાં વધારો આવશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકો સફળ થશે. કોઈ જમીનના વિવાદથી બચજો. ધાર્મિક કામોમાં તમારી ભાગીદારી વધશે.

 • આર્થિક પક્ષ-તમારી આવકમાં અત્યંત વધારો થશે.
 • આરોગ્ય-ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ સંભવ છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકોનો ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. વેપારીઓ નિવેશથી અનેક ગણો લાભ મેળવી શકે છે.
 • લગ્નજીવન-દાંપત્યજીવનમાં પરસ્પરની મદદથી એકબીજા માટે સન્માન વધશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમી કપલમાં અવિશ્વાસનું વાતાવરણ રહ્યા કરશે.

નવેમ્બર

નવેમ્બર

તુલા રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો સામાન્ય રહેશે. સ્ત્રીઓથી દૂર રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યકિત તમારી મદદ કરશે, જેનાથી તમારા કામો પૂરા થશે. ગહન ચિંતનથી તમારી મુશ્કેલીનો જવાબ મેળવી શકશો. તમારા દુશ્મનો અત્યારે સક્રિય રહેશે. જાતકોને કામ દરમિયાન આળસ રહેવાથી કામ સમય પર પૂરા થશે નહિં.

 • આર્થિક પક્ષ-મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી રહેશે નહિં.
 • આરોગ્ય-કમરના દુખાવાથી આ મહિને હેરાન થઈ જશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને તેમના કામમાં વારંવાર અડચણો આવવાને લીધે કામ પૂરાં થશે નહિં. વેપારમાં મિત્રોની મદદ ન મળી રહેતા તમારું ઘણું નુકશાન થઈ શકે છે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં મધુરતા આવશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમ સંબંધોમાં કડવાશ વધશે.

ડિસેમ્બર

ડિસેમ્બર

આ રાશિના જાતકો માટે ડિસેમ્બર માસ સારો જણાતો નથી. મિત્રોની મદદથી તમારી સ્થિતિમાં થોડી રહાત રહેશે. દુશ્મનોને વાંક કાઢવાનો મોકો આપશો નહિં. તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખજો નહિંતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વેપારના કામોને લઈ વ્યસ્ત રહેશો. આ સમયમાં તમારા ગુરુનુ સન્માન કરો અને તેમના આશીર્વાદ અવશ્ય લો.

 • આર્થિક પક્ષ-આવક તમારી ઈચ્છા મુજબ થશે.
 • આરોગ્ય-ચિંતાને કારણે ઉંધ સારી લઈ શકશો નહિં.
 • કેરિયર અને વ્યવસાય-ફળનો વેપાર કરનારા વધુ સામાનનો ભરાવો કરે નહિં. સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેશો.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં સ્થિતિ સારી રહેશે નહિં, શાંતિ જાળવજો.
 • પ્રેમ પ્રસંગ- પ્રોપોઝ કરવામાં વધુ રાહ જોશો નહિં, નહિંતર તમારા હાથમાંથી બધું જ નીકળી જશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Year prediction of Cancer. Varshphal 2017 of your zodiac sign will help you.
Please Wait while comments are loading...