આરોગ્ય, પૈસા અને જીવન બધુ જ જણાવે છે તમારી હસ્ત રેખાઓ...

Posted By:
Subscribe to Oneindia News

હસ્ત રેખાઓ હાથમાં સ્પષ્ટ દેખાવી જોઈએ. ન વધારે જાડી, ન વધારે પાતળી, ન વધારે પહોળી અને તેનો રંગ પણ વધારે પીળાશ પળતો ન હોવો જોઈએ. ઉપરાંત આ રેખાઓ તૂટક-તૂટક પણ ન હોવી જોઈએ. પીળા રંગની રેખાઓ સંકેત આપે છે કે, વ્યક્તિના આરોગ્યમાં ખામી છે. આવી રેખાઓને કારણે વ્યક્તિમાં ઓછી સુફૂર્તિ અને નિર્ણય લેવાની શક્તિ હોતી નથી. પીળા રંગની રેખાઓ દર્શાવે છે કે, આવી વ્યક્તિનું લિવર કમજોર હોય છે અને વ્યક્તિ પિત પ્રકૃતિની છે. જો રેખાઓ ઘટ્ટ કાળા રંગની હોય તો વ્યક્તિને ગંભીર અને એકાંતપ્રિય હોવાનું સૂચવે છે. આવી વ્યક્તિ સામાન્ય રીતે પ્રતિરોધી, કોઈને માફ ન કરનારી અને હઠીલી હોય છે.

astrology

તમે બધાને હાથની રેખાઓ વિશે થોડું ઘણું જ્ઞાન તો હોય જ છે પણ શું તમે જાણો છો કે હાથમાં કેટલી રેખાઓ હોય છે અને તે ક્યાં ક્યાં હોય છે. આજે અમે તમને જાણાવિશું કે હાથમાં ક્યાં ક્યાં અને કેટલી રેખાઓ હોય છે. દરેક વ્યક્તિની હથેળીમાં કુલ 7 રેખાઓ હોય છે અને સાત ગૌણ રેખાઓ એટલે કે કુલ 14 રેખાઓ હોય છે.

astrology

જીવનરેખા-જે રેખા શુક્ર પર્વતને ઘેરેલી છે, તેને જીવનરેખા કહે છે. 

 • મસ્તિષ્ક રેખા-જે રેખા હાથના વચ્ચે એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલી હોય છે, તેને મસ્તિષ્ક રેખા કહે છે. 
 • હદય રેખા-જે મસ્તિષ્ક રેખાની સમાંતરે આંગળીઓના મૂળ સ્થાનની નીચેથી તર્જની આંગળી સુધી પહોંચે છે તેને હદય રેખા કહે છે. 
 • શુક્ર મુદ્રિકા-જે સામાન્ય રીતે હદય રેખાથી ઉપર સૂર્ય અને શનિ પર્વતના ક્ષેત્રને ઘેરેલી હોય છે, તે શુક્ર મુદ્રિકા કહેવાય છે. 
 • આરોગ્ય રેખા-જે બુધ પર્વતથી શરૂ થઈ હાથમાં નીચેની બાજુ જાય છે, તે આરોગ્ય રેખા હોય છે. 
 • સૂર્ય રેખા-જે મંગળ પર્વત ક્ષેત્રથી શરૂ થઈ હાથોની વચ્ચે સૂર્ય પર્વત અને અનામિકા આંગળી સુધી પહોંચે છે, તેને સૂર્ય રેખા કહે છે. 
 • ભાગ્ય રેખા-જે મણિબંધ એટલે કે કાંડાથી શરૂ કરી હથેળીની વચ્ચો વચ્ચ થતી શનિ પર્વત સુધી પહોંચે છે, તેને ભાગ્ય રેખા કહે છે.
astrology

હાથની ગૌણ રેખાઓ

 • મંગળ રેખા-જે મંગળ પર્વતથી શરૂ થઈ જીવન રેખા તરફ જાય છે. 
 • વાસના રેખા-હાથમાં જે રેખા આરોગ્ય રેખાની સમાંતર ચાલે તેને વાસના રેખા કહે છે. 
 • અંતરજ્ઞાન રેખા-જે બુધ પર્વતથી શરૂ ચંદ્ર પર્વતની તરફ ઉદ્વવૃત્તાકાર રૂપમાં હોય છે. 
 • લગ્ન રેખા-જે બુધ પર્વત અને સૌથી નાની આંગળીની નીચે આડી રેખાના રૂપે હોય છે, તેને લગ્ન રેખા કહે છે. 
 • ત્રણ મણિબંઘ રેખાઓ-કાંડા પર જોવા મળતી ત્રણ રેખાઓને મણિબંધ રેખા કહે છે.
English summary
Your hand tells your future (Palmistry), Love, Life, Money and Everything, please read this.
Please Wait while comments are loading...