For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી કાર ખરીદવી છે? જો-જો છેતરાઇ ન જતા, જાણો ખાસ ટિપ્સ

|
Google Oneindia Gujarati News

જો તમે નવી કાર ખરીદવા માગતા હશો તો તમે આટલું તો જરૂરથી કર્યું હશે, તમારી પસંદગી કાર નિર્માતા કંપનીની તમારા બજેટ અને સ્વપ્ન અનુસારની કારનું તમે બૂકિંગ કરાવી લીધું હશે અને સારા મહુર્તે તમે એ કાર શો રૂમમાં લેવા જશો અને સાથેની કેટલીક યાદગાર તસવીરો પણ ખેંચાવશો. આવું આપણે દરેક ભારતીય કાર ખરીદનાર કરતા હોઇએ છીએ. પરંતુ શું કારની ચાવી હાથમાં લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક ખાસ બાબતોની ચકાસણી કરો છો ખરા? મોટા ભાગે જવાબ નામાં આવશે, કારણ કે નવી કાર ખરીદવાનો ઉત્સાહ અને સમય આપણને એ બધી બાબતો વિચારવાનો સમય આપતા નથી.

પરંતુ આ નાની-નાની બાબતો તમને ક્યારેક જૂની, ડેમજ અથવા ખરાબ કારના માલિક પણ બનાવી દે છે. કારણ કે ઘણી વાર કાર ડીલર્સ પોતાના શોરૂમમાં રહેલી જૂની કાર ગ્રાહકોને વેચી દેતા હોય છે. જો તમારે પણ નવી કાર ખરીદી વખતે સારી અને તમે જે પ્રકારની કાર ખરીદવા માગો છો તેવી જ કારના માલિક બનવું છે, તો અહીં નીચે તસવીરો થકી જણાવવામાં આવેલી ટીપ્સ પર એક નજર ફેરવી લેવાની જરૂર છે, જે તમને ખરાબ અને ડેમજ તથા ડીલર દ્વારા પધરાવી દેવામાં આવતી જૂની કારની ખરીદીથી બચાવી શકે છે, તો ચાલો કઇ કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ તે અંગે માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- શા માટે આ મોડલની માત્ર 100 બાઇક્સ જ બનાવશે કંપની, જાણો ખાસિયત
આ પણ વાંચોઃ- WOW, પાણીના ઉપયોગ વગર થશે કાર Wash!
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે પોર્શેની આ છ કાર, કિંમત 2 કરોડ સુધી

કારને કેવી રીતે ચકાસવી

કારને કેવી રીતે ચકાસવી

આપણે ભારતીયોમાં કાર ખરીદવા માટે મહુર્તનું ધ્યાન રાખવામાં આવે છે અને તેના કારણે આપણે ઉતવાળમાં મહુર્ત દરમિયાન કાર ખરીદી લેતા હોઇએ છીએ અને કારની ચકાસણી કરતા નથી, પરંતુ કારને ખરીદતા પહેલા સંપૂર્ણપણે ચેક કરી લેવી જોઇએ, જેમકે કાર પાર્ક્ડ લાઇટ બરોબર કામ કરે છે, ડેમજ, સ્ક્રેચ, તેને દૂર કરવાનો પ્રયાસ કરાયો છેકે નહીં, એ તમે કારના કલર સાથે તેન મેચ કરીને જોઇ શકો છો. સ્પીડોમીટર, વાઇન્ડસ્ક્રીન, બેટરી, સ્પેર વ્હીલ, ટૂલ કીટ વિગેરે બરોબર છેકે નહીં.

જૂની કાર તો નથી આપી દીધી ને?

જૂની કાર તો નથી આપી દીધી ને?

કહેવાનો તાત્પર્ય એ છેકે તમે જો પહેલા ક્વાર્ટરમાં કાર ખરીદવા જાઓ તો તમને ગયા વર્ષનું મોડલ ડીલર્સ દ્વારા વેચી દેવામાં આવી શકે છે, તેનાથી બચવા માટે તમે કારને તમારા નામે રઝિસ્ટર કરાવતા પહેલા એકવાર સંપૂર્ણ ડોક્યુમેન્ટેશન વર્કને ચેક કરી લો. મોડલનું વર્ષ વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર, આ ઉપરાંત તમે ફોર્મ 22 જે મેન્યુફેક્ચરર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે તે જોઇ લો, તેમાં બધી જ માહિતી આપવામાં આવે છે.

કારના ડોક્યુમેન્ટેશન

કારના ડોક્યુમેન્ટેશન

જો તમે મોટું રોકાણ કરી રહ્યાં છો તો તમારે દરેક ડોક્યુમેન્ટ ચેક કરી લેવા જોઇએ અથવા તો ખૂટતા ડોક્યુમેન્ટ માંગી લેવા જોઇએ જેમ કે, વેટ ઇનવોઇસ, આરસી, ટેમ્પરરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ(ફોર્મ 19), તમારું નામ ચેક કરવુ, એન્જીન નંબર, ચેસિસ નંબર, વ્હીકલ નંબર યોગ્ય છેકે નહીં. ટેક્સ કેલક્યુલેશન, વધારાનો ચાર્જ, વીમા સર્ટિફિકેટ, પીયુસી સર્ટિફિકેટ, વોરન્ટી કાર્ડ્સ વિગેરે.

એક્સેસરિઝ

એક્સેસરિઝ

આજકાલ કાર સ્માર્ટ થઇ ગઇ છે અને તેમાં અનેક પ્રકારની એક્સેસરિઝ અને ફીચર્સ આવે છે. તેથી તમારે એ તમામ બાબતો ચેક કરી લેવી જોઇએ. જેમ કે, મ્યુઝીક સિસ્ટમ, યુએસબી ડિવાઇસ, એયુએક્સ અને સીડી, સ્ટીરિયો, રિયર પાર્કિંગ એસિસ્ટ, કમેરા, સેન્ટ્રલ લોક વિગેરે, જે તમે ખરીદેલા વેરિએન્ટ્સમાં જણાવવામાં આવ્યું હોય તે એનુસાર છેકે નહીં.

આ વસ્તુઓ પણ ચકાસી લેવી

આ વસ્તુઓ પણ ચકાસી લેવી

આ ઉપરાંત કેટલીક એવી બાબતો છે જે આપણે સામાન્ય રીતે ચકાસતા નથી, પરંતુ એન્જીન ઓઇલ અને કૂલન્ટના લેવલ ચકાસી લેવા. સ્પેર વ્હીલ અને ટૂલ્સ, બેટરી સારી અવસ્થામાં છેકે નહીં તે ચકાસી લેવી.

છૂપા ચાર્જ

છૂપા ચાર્જ

તમને કદાચ માલુમ નહીં હોય પરંતુ તમને કારમાં સામાન્ય ડિસ્કાઉન્ટ એટલેકે 5 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો પણ કાર ડીલર તમારી પાસેથી 10થી 15 હજાર રૂપિયા વધારે લઇ લેતા હોય છે. તેથી તમને આપવામાં આવેલા તમામ બીલને સારી રીતે ચકાસી લો. આરટીઓ વેબસાઇટની પણ વિઝિટ લેવી જોઇએ. ડીલર દ્વારા હેન્ડલિંગ ચાર્જ લગાવવામાં આવે છે, જે વેલિડ નથી.

નવી કારની તસવીરો

નવી કારની તસવીરો

આપણે નવી કાર લઇએ ત્યારે તેની સાથે તસવીરો પડાવતા હોઇએ છીએ, જે આપણી યાદો સમી બની જાય છે, પરંતુ કેટલીકવાર એ આપણને મદદરૂપ પણ થાય છે. જેથી તમે કાર કેવી સ્થિતિમાં મેળવી હતી તે દર્શાવી શકો છો, જો કંઇ ખૂટતુ હોય અથવા ડેમેજ હોય તો. તેથી કાર સાથે તસવીરો પડાવતી વખતે કારની તમામ એંગલ અને તમામ ભાગેથી તસવીર ખેંચવી જોઇએ.

English summary
use this 7 tips during purchase new car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X