For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bizarre: 46 વર્ષ મહિલાના પેટમાં રહ્યુ બાળક, અને બની ગયુ આ..

એક મહિલાના પેટમાં 46 વર્ષ સુધી બાળક હતુ. આટલા વર્ષો બાદ પેટમાં દુખાવો થવાથી બાળકને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યુ. પછી શું થયુ તે જાણવા માટે વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

બાળકને જન્મ આપવાની પ્રક્રિયા કેટલી પીડાદાયક હોય છે, તે એક માતા જ જાણે છે. આ પીડા સહેવાની હિંમત બધા પાસે નથી હોતી. તેથી જ તો સ્ત્રીને બળવાન અને શક્તિવાન કહેવામાં આવ્યુ છે. પરંતુ બધી સ્ત્રીઓ આવી બળવાન હોય તેવુ પર જરૂરી નથી પણ મોરક્કોની એક મહિલાનો એવો જ કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમને પણ નવાઇ લાગશે. પ્રસવપીડાથી બચવા આ મહિલાએ એવુ કરી નાખ્યું જેને સાંભળી તમને વિશ્વાસ નહી આવે કે કોઇ મહિલા આવુ પણ કરી શકે છે. તો વાંચો આ મહિલાએ શું કર્યું.

46 વર્ષ સુધી માતા

46 વર્ષ સુધી માતા

1955માં મોરક્કોમાં રહેતી ઝાહરા ગર્ભવતી બની હતી. બધુ જ બરોબર ચાલી રહ્યુ હતું. 9 મહિના પછી તેની પ્રસવપીડા પણ ચાલુ થઈ ગઈ હતી. તેમ છતા તે બાળકને જન્મ ન આપી શકી. ડૉકટરે બાળકનો જન્મ થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમ છતાં બાળકનો જન્મ ન થયો. આથી ડોક્ટરે તેમને સિઝેરિયન કરવાનું કહ્યું ત્યારે ઝાહરાએ ના પાડી અને તે ત્યાથી એવી જ હાલતમાં ભાગી ગઈ.

બાળકને જન્મ આપવાનો ડર

બાળકને જન્મ આપવાનો ડર

એક મહિલા બાળકને જન્મ આપતા મૃત્યુ પામી હતી. એ ઘટના ઝાહરા જોઈ ગઈ હતી. ત્યારથી એ બાળકને જન્મ આપવાથી ડરતી હતી. ડૉક્ટરે જ્યારે તેને ઓપરેશન કરવાની વાત કરી ત્યારે તે આટલી ડર ગઈ કે હોસ્પિટલમાંથી ભાગી ગઈ.

46 વર્ષ બાદ બાળકનો જન્મ

46 વર્ષ બાદ બાળકનો જન્મ

હોસ્પિટલમાથી ભાગી આવ્યા બાદ પણ ઝાહરાને પેટમાં દુખાવો થતો રહ્યો, પરંતુ એ દુખાવો થોડા દિવસો બાદ બંધ થઈ ગયો. ઝાહરા પણ પોતે એક સમયે પ્રેગનેન્ટ હતી એ ભૂલી ગઈ અને તે બાળક પેટમાં જ રહી ગયું છે તે વાત પણ ભૂલી ગઈ. એ બાદ તેણે ત્રણ બાળકોને દત્તક લઈ લીધા.

પેટમાં બાળક પથ્થર બની ગયુ.

પેટમાં બાળક પથ્થર બની ગયુ.

46 વર્ષ બાદ ઝાહરાના પેટમાં અચાનક દુખાવો થયો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ. ડૉક્ટરો દ્વારા તપાસ ચાલુ કરાઇ અને તેનુ એમઆરઆઇ કરવામાં આવ્યુ. જેમાં જાણવા મળ્યુ કે એ બાળક હજુ તેના પેટમાં જ હતું. આટલા વર્ષ પેટમાં રહેલુ બાળક પથ્થર બની ગયુ હતુ, પરંતુ તે ઝાહરાના અંગોથી જોડાયેલુ હતું. ચાર કલાકના લાંબા ઓપરેશન બાદ ડોક્ટરોએ એ બાળકને ઝાહરાના પેટમાંથી બહાર કાઢયુ હતું. 46 વર્ષ સુધી પેટમાં રહેલુ બાળક સાવ પથ્થર થઈ ગયુ હતુ, પરંતુ તેના અંગો જોઈ શકાતા હતા. આથી ડૉક્ટરોએ તેનુ નામ પણ 'સ્ટોન બેબી' રાખ્યુ હતું.

English summary
A Woman Had Carried a Baby in Her Womb for 46 Years. Then Gave Birth to a “Stone baby”. Read more Here..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X