અજબ ગજબ: આ સુપર મોડેલની બિમારી જ તેની ઓળખ છે

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે માનવામાં આવે છે કે મોડેલ બનવા માટે તમારે સુંદર હોવું જરૂરી છે પણ હાલ એક મોડેલે સુંદરતાની પરિભાષા જ પોતાના શબ્દોમાં લખી કંઇક નવું કર્યું છે. હું વાત કરું છું દુર્લભ આનુવશિંક બિમારીથી ગ્રસ્ત મોડેલ મેલાની ગેડોસ વિષે. જે એક્ટોડર્મલ ડિસ્લાસસિયા નામની બિમારીથી પીડિત છે. આ બિમારીના કારણે મેલાનીને દાંત, રોમછિદ્રો, નખ તથા શરીરની અંદરના નાના હાડકાં પણ વિકસાવી નથી શકતી. મેલાનીના માથા પર ના વાળ છે ના મોઢામાં દાંત તેનું નાક પણ અલગ છે અને ઉપરનો હોઠ પણ તેને જોઇને તમે પહેલી નજરે તેને મોડેલના સ્વરૂપે વિચારી ના શકો પણ ત્યારે જુઓ આ તસવીરો....

નથી દાંત નથી વાળ

નથી દાંત નથી વાળ

મેલાની ગેડોસ જન્મ જ એક જેનિટિક વિકારથી પીડાય છે. ના તેની પાસે છે સુંદર વાળ ના જ દાંત જેના લીધે તે મનમોહક સ્માઇલથી લોકોને આકર્ષી શકે. તેમ છતાં લોકો મેલાની તસવીરો જોઇને હાલ તેની પર થઇ રહ્યા છે ફિદા.

અનોખી મોડેલ

અનોખી મોડેલ

ભીડમાં પણ અલગ તરી આવતી મેલાનીનો અલગ લૂક જ હવે તેની ઓળખ બની ચૂક્યો છે. ફેશન ઇન્ડ્રસ્ટ્રીમાં હટકે પ્રોજેક્ટ માટે મેલાનીનું નામ સૌથી પહેલા પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં ઇન્ડ્રસ્ટ્રીમાં આવ્યા પછી આઠ મહિના સુધી મેલાનીએ આર્ટીફિશ્યલ દાંતનો ઉપયોગ પણ કર્યો પણ હવે તેને તે દાંત પણ અસહજ લાગતા તેણે દાંત નીકાળી દીધા.

બોયફ્રેન્ડ કરી મદદ

બોયફ્રેન્ડ કરી મદદ

મેલાની કહે છે કે તે પહેલા પોતાના લૂકને લઇને આટલો આત્મવિશ્વાસ નહતી અનુભવતી. પણ તેમના બોયફ્રેન્ડે તેમને મોડલિંગ શરૂ કરવા અને પોતાનામાં વિશ્વાસ રાખવા માટે પ્રેરણા આપી. અને આ જ કારણે મેલાની મોડલિંગમાં આટલા આગળ પહોંચી શકી છે.

બિમારી જ ઓળખ

બિમારી જ ઓળખ

મેલાનીએ કહ્યું કે જો તેની પાસે મોડલિંગ પછી બહુ પૈસા આવશે તેમ છતાં તે પોતાની દાંતોની કે અન્ય કોઇ સર્જરી નહીં કરાવે. તે પોતાના આ લૂક સાથે ખુશ અને સંતુષ્ટ છે. ત્યારે ઘણીવાર આપણી પાસે જ્યારે કંઇક ઓછું હોય છે ત્યારે આવા લોકોની વિષે જાણીને આપણને પણ થાય છે કે ખરેખરમાં જીંદગી માણવી કોને કહેવાય તે મેલાની જેવા લોકો જોડેથી શીખવું જોઇએ.

English summary
This is the case of a model who is suffering from a rare genetic disorder and is rocking the fashion world with her uniqueness. Check out her story…
Please Wait while comments are loading...