For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'માને પડોશીઓ પાસેથી મારી હકીકત જાણવા મળી તો મે એ ઈન્ડસ્ટ્રી માટે વકીલાતનો અભ્યાસ છોડી દીધો'

કેટલીકવાર વસ્તુઓ એટલી સારી હોતી નથી જેટલી તે લાગતી હોય છે. આવુ જ કંઈક એક મૉડલ સાથે થયુ જેણે...

By Desk
|
Google Oneindia Gujarati News

લંડનઃ ઘણી વખત વિદ્યાર્થીઓ અને છોકરીઓ તેમના અભ્યાસ દરમિયાન પાર્ટ ટાઈમ જોબ કરે છે. આ નોકરી દ્વારા વિદ્યાર્થીઓ તેમની નાની નાની આર્થિક જરૂરિયાતો પૂરી કરે છે. સાથે સાથે વાલીઓને પણ ખુશી મળે છે કે તેમના બાળકો આત્મનિર્ભર બની રહ્યા છે. પરંતુ કેટલીકવાર વસ્તુઓ એટલી સારી હોતી નથી જેટલી તે લાગતી હોય છે. આવુ જ કંઈક એક મૉડલ સાથે થયુ જેણે પોતાના કરિયર માટે કાયદાનો અભ્યાસ છોડવો પડ્યો. વાસ્તવમાં, આ મૉડલ એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અને જ્યારે તેના પેરેન્ટ્સને આ વાતની જાણ થઈ તો તેણે આ ઈન્ડસ્ટ્રીમાં રહેવા માટે કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો.

'પડોશીઓએ માને બધુ કહી દીધુ'

'પડોશીઓએ માને બધુ કહી દીધુ'

'ડેઈલી સ્ટાર'ના સમાચાર મુજબ જેમી નાઈટ નામની આ મૉડલે જણાવ્યુ કે તે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરી રહી છે. તેમના અભ્યાસ દરમિયાન જેમી નાઈટ એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગી. જો કે, થોડા દિવસો પછી જેમીના પડોશીઓને આ વાતની જાણ થઈ અને તેઓએ તેના માતા-પિતાને બધી વાત જણાવી.

વચમાં છોડવો પડ્યો લૉનો અભ્યાસ

વચમાં છોડવો પડ્યો લૉનો અભ્યાસ

જ્યારે જેમી નાઈટના પેરેન્ટ્સને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં તેના કામ વિશે ખબર પડી તો તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. જેમીએ એડલ્ટ ઈન્ડસ્ટ્રી ન છોડી પરંતુ તેણે કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. મૂળ રશિયાની જેમી નાઈટે જણાવ્યુ કે તે હવે આર્થિક રીતે આત્મનિર્ભર છે પરંતુ જે પણ તેને ઓળખે છે તે તેના ભવિષ્યને લઈને ડરથી ઘેરાયેલા છે.

'હું એમને ક્યારેય આના વિશે જણાવવાની નહોતી'

'હું એમને ક્યારેય આના વિશે જણાવવાની નહોતી'

જેમી નાઈટે કહ્યુ, 'મને લાગે છે કે મારી માતાને પડોશીઓએ આ વિશે જણાવ્યુ છે. હું તેને આ વિશે ક્યારેય કહેવાનો નહોતી પરંતુ હવે જ્યારે તેને આ વિશે ખબર પડી છે ત્યારે તે ખૂબ જ દુઃખી છે. તેણે મારી સાથે તેના વિશે વાત પણ કરી હતી પરંતુ હું ખરેખર સમજી શકતી નથી કે તેમાં શું ખોટુ છે કારણ કે યુરોપમાં સેક્સ વર્ક ખૂબ જ સામાન્ય છે.

'આ પણ બાકી જૉબ્ઝની જેમ એક કામ છે'

'આ પણ બાકી જૉબ્ઝની જેમ એક કામ છે'

જેમીએ આગળ કહ્યુ, 'મેં ક્યારેય વિચાર્યુ નથી કે સેક્સ વર્ક ખરાબ વસ્તુ છે. મને લાગ્યુ કે આ પણ બીજી નોકરીઓ જેવી નોકરી છે. આજે જ્યારે હું મારા માતા-પિતાને મારી સફળતા વિશે કહુ છુ ત્યારે તેઓ ખુશ થાય છે. તેઓ જાણે છે કે હું સુરક્ષિત અને ખુશ છુ પરંતુ તેની સાથે જ તેને લાગે છે કે જો મે કોઈ અન્ય કારકિર્દી પસંદ કરી હોત તો તે મારા માટે સારુ હોત.

'કદાચ મારી મા ત્યારે વધુ ખુશ થાત'

'કદાચ મારી મા ત્યારે વધુ ખુશ થાત'

વાતચીત દરમિયાન જેમી નાઈડે કહ્યુ, 'મારી પાસે મારુ પોતાનુ ઘર છે, કાર છે પરંતુ જો હું વકીલ હોત તો કદાચ મારી માતા વધુ ખુશ હોત. જો કે શરૂઆતથી જ હું વકીલ બનવા માંગતી હતી. તેનુ કારણ એ છે કે હું જ્યાં રહુ છું ત્યાં ક્રાઈમ રેટ ખૂબ જ ઊંચો હતો અને મને લાગતુ હતુ કે જો હું વકીલ બનીશ તો મારી કારકિર્દી માટે સારુ રહેશે.'

કૉફી શૉપની જૉબ છોડીને શરુ કરી વેબકેમિંગ

કૉફી શૉપની જૉબ છોડીને શરુ કરી વેબકેમિંગ

આ માટે જેમી નાઈટ લંડન આવી અને અહીંની ક્વીન મેરી યુનિવર્સિટીમાં લૉમાં એડમિશન લીધુ. આ સાથે જ જેમીએ કૉફી શૉપમાં પાર્ટ ટાઈમ જૉબ કરવાનુ શરૂ કર્યુ. જેમીએ કહ્યુ કે તેને તે પાર્ટ ટાઈમ જોબ બહુ ફાવી નહિ અને તેણે નક્કી કર્યુ કે તે કંઈક બીજુ કરશે. ત્યારબાદ જેમીએ એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનુ શરૂ કર્યુ અને સાંજે બે કલાક વેબકેમિંગ કરવાનુ શરૂ કર્યુ. ધીરે ધીરે જેમી નાઈટ ઈન્ડસ્ટ્રીમાં ફુલ ટાઈમ કામ કરવા લાગી.

English summary
Model Reveals Big Disclosure About Her Career
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X