બેંકોના રિકેપિટલાઇઝેશન માટે રૂપિયા 12,517 કરોડનો પ્લાન મંજૂર

banks
નવી દિલ્હી, 11 જાન્યુઆરી : કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની 10 બેંકોમાં 12,517 કરોડ રૂપિયાની શેર મૂડી રોકવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ મૂડીથી બેંકોને મૂડીની પર્યાપ્તતાના નિયમોને પૂરા કરવામાં મદદ મળશે. આ સાથે જ બેંકે પહેલા કરતા વધારે ધિરાણ આપી શકશે.

સરકારે વર્ષ 2018-19 સુધીમાં બેંકોને તેમની જરૂરિયાતોને આધારે મૂડી ઉપલબ્ધ કરાવવાને મંજૂરી આપી દેવામાં આવી છે. બેંકોને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય બેસિલના ત્રણ નિયમોને અનુરૂપ મૂડીની ઉપલબ્ધતા અને એનપીએ જેવા માપદંડો પર પાર ઉતરવાનું છે.

મંત્રીમંડળની બેઠક બાદ નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું કે નાણાપ્રધાન દ્વારા 16 માર્ચ, 2012ના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ અમે જાહેર ક્ષેત્રમાં મૂડી રોકાણ કરી રહ્યા છીએ. વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા અમે બેંકોમાં રૂપિયા 12,517 કરોડ રૂપિયા નાખીશું.

ચિદમ્બરમે જણાવ્યું કે અમારું માનવું છે કે 9થી 10 બેંકોને આ મૂડી મળશે. બેંકોના નામ, પ્રત્યેક બેંકને મળનારી મૂડી અને તે માટેના નિર્ધારિત નિયમ અને શરતો અંગે મૂડી નાખવા અંગે બેંકો સાથે ચર્ચા - વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X