For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ ઓથોરિટી હજાર કરોડના ટેક્સ ફ્રી બોન્ડ લાવશે

|
Google Oneindia Gujarati News

airport-authority-of-india-logo
નવી દિલ્હી, 6 જુલાઇ : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં અંદાજે રૂપિયા 1000 કરોડ રૂપિયાના ટેક્સ ફ્રી (કર મુક્ત) બોન્ડ લાવી શકે છે. આ બોન્ડથી પ્રાપ્ત રકમનો ઉપયોગ નાના એરપોર્ટ બનાવવામાં કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓથોરિટીની ઇચ્છા છે કે 51 નાના એરપોર્ટ્સના નિર્ણાણ પૈકી 15 એરપોર્ટ્સનું નિર્માણ આ જ વર્ષમાં કરવામાં આવે.

એરપોર્ટ્સના નિર્ણાણ અંગે ગુરુવારે એક આંતર મંત્રાલય કમિટીની બેઠક યોજાઇ ગઇ હતી. તેમાં એરપોર્ટ્સના નિર્ણાણ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પહેલા આ કામ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં એરપોર્ટ ઓથોરિટીની રેટિંગ સારી છે. આ કારણે ટેક્સ ફ્રી બોન્ડ મારફતે પૈસા એકત્ર કરવામાં તેને કોઇ મુશ્કેલી નહીં નડે. નાણા આવવાથી ઓથોરિટીની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આ સાથે તે નવા એરપોર્ટ બનાવવાના કામને પણ આગળ વઘારી શકશે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી પંજાબ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, બિહાર, યુપી, આસામ, અરૂણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોના નાના શહેરોમાં થઇને કુલ 51 નવા નાના એરપોર્ટ બનાવવા માંગે છે. આ ઉપરાંત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત નવી મુંબઇ, ગોવાના મોપા, લુધિયાણાના રાજગુરુ નગર અને રાયગઢમાં પણ એરપોર્ટ બનાવવાની યોજના છે.

English summary
Airport Authority will bring thousand crore's tax free bond
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X