• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી સરકાર 2.0ના પહેલા બજેટમાં શું રહ્યુ ખાસ, જાણો 10 મોટી વાતો

|

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સામાન્ય બજેટ રજૂ કર્યુ. પહેલી વાર નાણામંત્રી બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના મખમલના પેકેટમાં દસ્તાવેજ લઈને સંસદ પહોંચ્યા હતા જેના પર અશોક ચિહ્ન લગાવ્યુ હતુ. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ મોદીની આગેવાનીમાં સરકાર ઝડપથી કામ કરી રહી છે અને અંતિમ છેડે ઉભેલા વ્યક્તિની મદદ કરી રહી છે. આવો જાણીએ, મોદી સરકારના બીજી કાર્યકાળના પહેલા સામાન્ય બજેટ સાથે જોડાયેલી ખાસ વાતો...

આ પણ વાંચોઃ અનામત પર SCનો મોટો ચુકાદો, વયમર્યાદામાં છૂટ મેળવનારને નહિ મળે આ લાભ

નિર્મલા સીતારમણનું પહેલુ બજેટ

નિર્મલા સીતારમણનું પહેલુ બજેટ

1. ગામ-ગરીબ ખેડૂત કોર એજન્ડા મહાત્મા ગાંધી દ્વારા કહેલી વાતથી શરૂઆત કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે અસલી ભારત ગામમાં વસે છે અને ગામ અને ખેડૂત તેમની દરેક યોજનાનું કેન્દ્ર બિંદુ હશે. તેમણે કહ્યુ કે આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી ખેડૂતની આવક બમણી કરવાની કોશિશ કરવામાં આવશે. મોદી સરકાર કૃષિ અવસંરચનામાં રોકાણ વન. નાણામંત્રીએ કહ્યુ કે પીએમ આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 2019-20થી 2021-22 સુધી પાત્રતા રાખનારા લાભાર્થીઓને 1.95 કરોડ મકાન આપવામાં આવશે. આનાં રસોઈ ગેસ, વિજળી અને શૌચાલયો જેવી સુવિધા હાજર રહેશે.

પાણી વિજળી પહોંચાડવા પર જોર

પાણી વિજળી પહોંચાડવા પર જોર

2. 2024 સુધી બધાને પાણી, 2022 સુધી બધાને વિજળી

નિર્મલા સીતારમણે ‘વન નેશન, વન ગ્રિડ' યોજનાનું એલાન કર્યુ. જેનો ઉદ્દેશ્ય દેશના દરેક ઘરને 24 કલાક સમાન દરે વિજળી ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત સરકર દરેક ઘરને પાણી અને ગેસ પૂરો પાડશે. તેમણે કહ્યુ કે અમારુ લક્ષ્ય વર્ષ 2022 સુધી દરેક ગામમાં વિજળી પહોંચાડવાનો છે. નાણામંત્રીએ કહ્યુ કે નવી ઈન્ટીગ્રેટેડ વૉટર મિનિસ્ટ્રી 2024 સુધી ‘દરેક ઘરે જળ' સુનિશ્ચિત કરશે. નાણામંત્રીએ કહ્યુ, અમારી સરકારે પાણી માટે જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. જળ આપૂર્તિના લક્ષ્યને લાગુ કરવામાં આવી રહ્યો છે, 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી ચે.

3. પાંચ લાખની આવક માટે કોઈ ટેક્સ નહિ. નાણામંત્રી સીતારમણે વચગાળાનું બજેટને રીપિટ કરીને કહ્યુ કે વાર્ષિક 5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવનાર પાસેથી સરકાર તરફથી કોઈ ટેક્સ લેવામાં નહિ આવે. વળી, ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામા આવ્યો નથી. નાણામંત્રીએ કહ્યુ કે કરદાતાઓના પૈસાથી જ દેશનો વિકાસ થયો છે. ડાયરેક્ટ ટેક્સમાં વધારો થયો છે. પાંચ વર્ષમાં 78 ટકા પ્રત્યક્ષ ટેક્સ વધ્યો છે.

અમીરો પર વધ્યો ટેક્સ

અમીરો પર વધ્યો ટેક્સ

4.5 કરોડની આવકવાળાને સરચાર્જ તરીકે 3 થી 7 ટકા વધુ ટેક્સ આપવો પડશે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ અમીરો પર ટેક્સ વધારવાનું એલાન કર્યુ. નાણામંત્રીએ કહ્યુ, ‘બેથી પાંચ કરોડ રૂપિયા સુધીની આવકવાળા લોકો પર 3 ટકા સરચાર્જ ટેક્સ લાગશે. વળી, 5 કરોડથી વધુ આવકવાળાઓને 7 ટકા સરચાર્જ તરીકે વધુ ટેકસ આપવાનો રહેશે.'

4. ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મળશે 1.5 લાખ રૂપિયાની છૂટ. બજેટમાં ઈલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. આ હેઠળ આ ગાડીઓ પર જીએસટીને 12 ટકા ઘટાડીને 5 ટકા કરવા અને ઈલેક્ટ્રીક વ્હીકલ માટે લોન પર 1.5 લાખ સુધીની લોનને ટેક્સ મુક્ત કરવાની ઘોષણાઓ શામેલ છે આમાં ભારતમાં ઈલેક્ટ્રીક ગાડીઓની મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન મળશે.

હોમ લોનના વ્યાજમાં ટેક્સ છૂટનું એલાન

હોમ લોનના વ્યાજમાં ટેક્સ છૂટનું એલાન

6. 45 લાખની કિંમતના હોમ લોન માટે હવે 2થી વધારીને 3.5 લાખ સુધીની છૂટ નાણામંત્રીએ મિડલ ક્લાસને મોટી રાહત આપીને 45 લાખ સુધીનુ ઘર ખરીદવા પર દોઢ લાખ સુધીને વધુ છૂટ આપવામાં આવી. મોદી સરકારે બજેટમાં એલાન કર્યુ જે હેઠળ મિડલ ક્લાસના 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદમાં પર 1.5 લાખ રૂપિયાની વધુ છૂટનું એલાન કર્યુ છે. પહેલા હાઉસિંગ લોનમાં વ્યાજમાં આ છૂટ2 લાખ રૂપિયા સુધી હતી જે વધારીને હવે 3.5 લાખ રૂપિયા થઈ ગઈ છે.

7. આઈટી રિટર્ન ભરવા માટે PANની અનિવાર્યતા ખતમ નાણામંત્રીએ આઈટી રિટર્ન ભરવા સંબંધી મોટુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે હવે આધારકાર્ડથી પણ ઈન્ક્મ ટેક્સ ભરી શકો છો. પેન કાર્ડની માહિતી આપવી જરૂરી નહિ હોય. અત્યાર સુધી નાગરિકોને કોઈ પણ આવક સંબંધી કે નાણા સંબંધી કામકાજ કરા માટે પેન કાર્ડ નંબરની જરૂર પડતી હતી પરંતુ હવે આવુ નહિ થાય. હવે પેન કાર્ડનું કામ આધાર નંબરથી પણ થઈ જશે.

8. 400 કરોડના ટર્નઓવર પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે હવે 400 કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક વેપાર કરતી કંપનીઓ 25 ટકા કોર્પેરેટના ટેક્સ સ્લેબની સીમામાં આવશે. આ પહેલા 25 ટકા કૉર્પોરેટ ટેક્સની સીમામા 250 કરોડ રૂપિયા સુધીનો વેપાર કરતી કંપનીઓ શામેલ હતી. હવે માત્ર 0.7 ટકા કંપનીઓ કૉર્પોરેટ ટેક્સ સ્લેબમાંથી બહાર રહેશે.

ડીઝલ પેટ્રોલ પર સેસ વધી

ડીઝલ પેટ્રોલ પર સેસ વધી

9. ડીઝલ-પેટ્રોલ પર પ્રતિ લીટર એક એક રૂપિયાની સેસ. નાણામંત્રીએ કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયાની વધુ સેસ લાગશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી અને રોડ તેમજ ઈન્ફ્રાક્ટ્રચર સેસના નામ પર પેટ્રોલ-ડીઝલ પર 1 રૂપિયા પ્રતિ લીટર વસૂલવાનો પ્રસ્તાવ રાખ્યો. ડીઝલા ભાવમાં વધારાથી દરેક વસ્તુઓની કિંમત વધી જશે જેની માર સામાન્ય જનતા પર જ પડવાની છે.

10. નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન. નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડ (એનટીસી) જાહેર કરવાનુ એલાન કર્યુ. આ કાર્ડનો ઉપયોગ સમગ્ર ભારતમાં યાત્રા દરમિયાન કરી શકાશે. આનો ઉપયોગ બસ, રેલ અને પાર્કિંગના ભાડાની ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. વળી, આ બજેટમાં સંરક્ષણ અને આરોગ્ય માટે કોઈ ઘોષણા કરવામાં આવી નથી.

English summary
budget 2019: No change in income tax slabs read highlights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more