For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું એક રોકાણકાર દ્વારા એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલીવી શકાય?

|
Google Oneindia Gujarati News

જો આપ માન્ય શેરબજારમાંથી સ્ટોક્સનું ખરીદ અને વેચાણ કરવા માંગતા હોવ તો આપે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. આ અંગે સેબીએ આપેલી માર્ગદર્શિકા અનુસાર આપના નામે ડીમેટ એકાઉન્ટ ના હોય તો આપ શેર્સનું ખરીદ વેચાણ કરી શકો નહીં. આ ડીમેટ એક ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા બે માન્ય ડિપોઝિટરી દ્વારા ખોલાવેલું હોવું જોઇએ.

ડીમેટ એકાઉન્ટ અંગે અનેક રોકાણકારો પ્રશ્ન પૂછતા હોય છે કે કોઇ એક વ્યક્તિ એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલી શકે ખરી? અહીં ખાસ નોંધી લેવું જોઇએ કે ભારતમાં એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલવા સામે કોઇ પ્રતિબંધ નથી.

demat-1

રોકાણકારોએ એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલવું જોઇએ?
અનેકવાર રોકાણકારો એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલાવે છે. ઉદાહરણ તરીકે જો કોઇ રોકાણકાર પાસે ACCના તેના નામના શેર્સ હોય તો તેણે માત્ર તેના નામનું ડીમેટ એકાઉન્ટ ખોલાવલું પડે છે.

હવે દાખલા તરીકે કોઇ વ્યક્તિ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સર્ટિફિકેટ હોય. આ શેર સર્ટિફિકેટ તેમના અને તેમની પત્નીના નામના હોય તો આવા સમયે બંનેનું નામ હોય તેવું ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જોઇએ.

કેટલીકવાર અનેક ચાર્જીસ લાગુ પડતા હોવાથી ઘણા લોકો અલગ ડીમેટ એકાઉન્ટ ખોલાવતા હોય છે. જો અન્ય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નીચા દર ઓફર કરે તો બીજુ એકાઉન્ટ ખોલાવતા હોય છે.

એકથી વધારે ડીમેટ એકાઉન્ટના ગેરલાભ
અનેક કારણથી એકથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું હિતાવહ નથી. કારણ કે વાર્ષિક ધોરણે તેના પર મેઇન્ટેનન્સ ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત નવું એકાઉન્ટ ખોલાવવા માટે પણ ચાર્જીસ ચૂકવવા પડે છે.આ ઉપરાંત જેટલા વધારે એકાઉન્ટ ખોલાવો છે તે બધા પર નજર રાખવી પડે છે. આ કારણે એક એકાઉન્ટ ખોલાવવું વધારે અનુકૂળ હોઇ શકે.

English summary
Can More Than One Demat Account be Opened by an Investor?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X