For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ SMS ખોલતા જ તમારા ખાતામાંથી ઉડી જશે પૈસા, CBIએ જારી કર્યુ એલર્ટ

સરકાર લોકોને સતત એસએમએસ દ્વારા કોરોનાની માહિતી આપી રહી છે. આ દરમિયાન હેકર્સ પણ ઘણા સક્રિય છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે લોકો અત્યારે ઘરોમાં કેદ છે. સરકાર લોકોને સતત એસએમએસ દ્વારા કોરોનાની માહિતી આપી રહી છે. આ દરમિયાન હેકર્સ પણ ઘણા સક્રિય છે. જે કોરોનાની આડમાં લોકોને હેકિંગ સોફ્ટવેરની લિંક મોકલીને તેમનો ડેટા ચોરી કરી રહ્યા છે. હવે સીબીઆઈએ ઈન્ટરપોલની સૂચના પર બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ હેકિંગ સૉફ્ટવેર વિશે એલર્ટ જારી કરી છે. સાથે જ કોઈ પણ અજાણ્યા મેસેજમાં મોકલવામાં આવેલી લિંકને ન ખોલવાની સલાહ આપી છે.

શું છે આ સૉફ્ટવેર?

શું છે આ સૉફ્ટવેર?

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટીગેશને જે સૉફ્ટવેર વિશે એલર્ટ કર્યુ છે તેનુ નામ છે સરબેરસ. આ સૉફ્ટવેરનો ઉપયોગ હેકર લોકોની અંગત માહિતી જેવી કે બેંક ડિટેલ અને ડેટા ચોરવા માટે કરે છે. આ સૉફ્ટવેરની ખાસ વાત એ છે કે યુઝરનો ડેટા ચોરી થઈ જાય છે અને તેને ખબર પણ નથી પડતી. હાલના સમયમાં કોરોના મહામારીની માહિતી આપવાના બહાને હેકર તેની લિંક લોકોને મોકલી રહ્યા છે. લોકો કોરોના વિશે માહિતી લેવા માટે મેસેજમાં આપેલ લિંક ખોલે એટલે તરત જ હેકરની જાળમાં ફસાઈ જાય છે.

આ છે હેકિંગની રીત

આ છે હેકિંગની રીત

સીબીઆઈના જણાવ્યા મુજબ હેકર સૌથી પહેલા કોરોના વિશે એક મેસેજ મોકલશે. આ મેસેજમાં એક સૉફ્ટવેરની લિંક હશે. મોડસ ઑપરંડી હેઠળ મોકલેલા આ એસએમએસ પર ક્લિક કરતા જ તમારા ફોનમાં આ સૉફ્ટવેર આપોઆપ ઈન્સટૉલ થઈ જશે. ત્યારબાદ આ સૉફ્ટવેર તમારી બધી અંગત માહિતીને કૉપી કરીને તે હેકરને ટ્રાન્સફર કરી દેશે ત્યારબાદ હેકર તમારી અકાઉન્ટ ડિટેલ કે પર્સનલ માહિતીનો ખોટો ઉપયોગ કરી શકે છે. સીબીઆઈએ પોતાની એલર્ટમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ અને કંપની દ્વારા મોકલાયેલ મેસેજ પર કોઈ રિસ્પોન્સ ન કરવાની અપીલ કરી છે.

હેકિંગથી કેવી રીતે બચવુ?

હેકિંગથી કેવી રીતે બચવુ?

  • સુરક્ષિત પ્લેટફોર્મથી જ કોઈ પણ એપને ડાઉનલોડ કરો.
  • ઈન્સ્ટૉલ કરતી વખતે ટર્મ એન્ડ કન્ડીશનને સારી રીતે વાંચી લો.
  • કોઈ પણ ઑનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે વેબસાઈટ સારી રીતે ચેક કરો.
  • જો વેબસાઈટ httpથી શરૂ થતી હોય તો તે સુરક્ષિત છે.
  • માત્ર પોતાની ઓળખના વ્યક્તિ કે કંપની દ્વારા મોકલાયેલા મેસેજને જ ખોલો.
  • આ દરમિયાન જો તેમાં કોઈ લિંક આપેલી હોય તો તેના વિશે જાણ્યા વિવા તેના પર ક્લિક ન કરો.
  • ક્યારેય પણ બેંકિંગ ડિટેલ ફોન કે મેસેજ દ્વારા કોઈની સાથે શેર ન કરો.
  • કોઈ પણ બેંક ગ્રાહકો સાથે ફોન પર અકાઉન્ટ, એટીએમ, ક્રેડિટ કાર્ડની ડિટેલ નથી માંગતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ એસબીઆઈએ પોતાના ખાતાધારકોને એલર્ટ કર્યા હતા. બેંકે ખાતાધારકોને સચેત કરીને કહ્યુ કે જો ગ્રાહકોને આવકવેરા વિભાગ તરફથી કોઈ પણ સંદેશ મળ્યો હોય જેમાં ઈનકમ ટેક્સ રિફંડ વિશે કોઈ પ્રોસેસન વાત કહી હોય તો તેને તમે ન ખોલતા. આ મેસેજ દ્વારા હેકર્સ તમારા અકાઉન્ટની ડિટેલ ચોરી કરીને તમારા ખાતામાંથી પૈસા ઉડાવી શકે છે.

કોરોના મહામારીના કારણે 6 કરોડ લોકો થઈ શકે છે ખૂબ જ ગરીબઃ વિશ્વ બેંકકોરોના મહામારીના કારણે 6 કરોડ લોકો થઈ શકે છે ખૂબ જ ગરીબઃ વિશ્વ બેંક

English summary
cbi alert on hacking software Cerberus during lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X