For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો, મધરાત્રિથી લાગૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

petrol
નવી દિલ્હી, 1 જૂલાઇ: ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લિટર વધી ગયા છે. આ વર્ષે ડીઝલના ભાવમાં છઠ્ઠી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું હતું કે ડીઝલના ભાવ સોમવારે મધરાત્રિથી લાગૂ કરવામાં આવશે. ડીઝલના ભાવવધારામાં સ્થાનિક ટેક્ષ કે વેટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

દિલ્હીમાં ડીઝલ 50.84 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. જો કે હાલ તેનો ભાવ 50.22 પૈસા પ્રતિ લીટર છે. પેટ્રોલિયમ કંપનીઓએ ગત શનિવારે પેટ્રોલના ભાવમાં 1.82 રૂપિયાનો પ્રતિ લીટરે વધારો કર્યો હતો.

સરકારી પેટ્રોલિયમ કંપનીઓને સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં ડીઝલના ભાવમાં દર મહિને 50 પૈસા પ્રતિ લીટરના વધારાના પરવાનગી આપી હતી. પેટ્રોલિયમ કંપનીઓએ ડીઝલના ભાવ તે સમય સુધી વધારવાની પરવાનગી આપી છે, જ્યાં સુધી તેમના આ ઇંઘણ પર થઇ રહેલું નુકસાન સમાપ્ત થઇ જતું નથી. આ પહેલાં જૂનમાં ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા.

ડીઝલના ભાવમાં આ વર્ષે છઠ્ઠી વખત વધારો કરવા છતાં પેટ્રોલિયમ કંપનીઓને તેની પડતર કિંમતથી ઓછા ભાવે વેચાણ પર પ્રતિ લીટરે 8.10 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

ડીઝલ ઉપરાંત પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને કેરોસીનના વેચાણ પર 32.05 રૂપિયા પ્રતિ લીટર તથા રસોઇ ગેસ સિલિંડર પર 368.50 રૂપિયા પ્રતિ સિલિંડરનું નુકસાન થઇ રહ્યું છે.

English summary
Diesel prices have been hiked by 50 paise per litre, excluding VAT, with effect from midnight tonight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X