હવે તમે ફેસબુક ફ્રેંડને ફ્રીમાં ફોન કરી શકશો !

વોઇસ ઓવર ઇન્ટરનેટ પોટોકોલ (વીઓઆઇપી) ટેક્નોલોજીથી ફ્રી ઇન્ટરનેટ કોલની આ સુવિધાની હાલમાં કેનેડામાં ટ્રાયલ ચાલી રહી છે. આ સુવિધા માટે ફેસબુક દ્રારા કોઇ ચાર્જ વસુલવામાં નહી આવે. પરંતુ ટેક્નોલોજીના રૂપથી જોઇએ તો આ બિલકુલ મફત નથી. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ઉપયોગી ડેટા પર મામૂલી ચાર્જ વસુલવામાં આવશે.
થોડા સમય અગાઉ ફેસબુક મેસેન્જરે દુનિયાભરમાં વોઇસમેલની જેમ મેસેજિંગ ફિચર લોન્ચ કર્યું હતું, જેના માધ્યમથી તમે પોતાના ફ્રેંડને પોતાના અવાઝમાં મેસેજ રેકોર્ડ કરી મોકલી સકે છે. કેટલાક એક્સપર્ટસનો દાવો છે કે ફેસબુક જલદી જ આ પ્રકારની ફ્રી વિડિયો મેસેજીંગ સુવિધા આપવા માટે કામ કરી રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે ફેસબુક વોઇસ મેસેજીંગ અને વીઓઆઇપી જેવી સુવિધાઓ પુરી પાડી કોલ કરવાની પારંપરિક પદ્ધતિને પડકાર આપવાની તૈયારીમાં છે.












Click it and Unblock the Notifications
