For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેપારીઓએ સોનાના સિક્કા અને લગડીનું વેચાણ 6 મહિના માટે બંધ કર્યું

|
Google Oneindia Gujarati News

gold
નવી દિલ્હી, 11 જુલાઇ : અખિલ ભારતીય રત્ન અને આભૂષણ મહાસંઘ (જીજેએફ)એ બુધવારે જણાવ્યું હતું કે દેશભરના 65 ટકા ઝવેરીઓએ સોનાના સિક્કા અને લગડીઓનું વેચાણ રોકી દીધું છે. આમ કરવાથી ચાલુ ખાતાના નુકસાનને ઘટાડવાના સરકારના પ્રયાસોમાં મદદરૂપ બની શકવાનો છે.

જીજેએફ દ્વારા પોતાના સભ્યોને જણાવાયું છે કે સોનાના સિક્કા અને લગડીઓનું વેચાણ સ્વૈચ્છિક રીતે અટકાવી દેવામાં આવે. જેથી રોકાણની માંગ ઘટશે અને સોનાની આયાતને નિયંત્રિત કરી શકાશે. જીજેએફના 40,000થી વધારે સભ્યો છે.

જીજેએફના જણાવ્યા અનુસાર આ મુદ્દે ઝવેરીઓ તરફથી સારી પ્રતિક્રિયા આવી છે. દેશના 65 ટકા કરતા વધારે ઝવેરીઓએ આ બાબત માન્ય રાખી છે. આમ કરીને તેમણે દેશની મૂલ્યવાન વિદેશી મુદ્રાની બચત કરવામાં સહયોગ આપ્યો છે. આ 65 ટકા ઝવેરીઓની માર્કેટમાં ભાગીદારીનું પ્રમાણ 80 ટકા છે.

આ સ્વૈચ્છિક પ્રતિબંધ આગામી છ મહિના સુધી અથવા તો કેડની સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી રહી શકે છે. જીજેએફના ચેરમેન હરેશ સોનીએ જણાવ્યું કે ઝવેરી સમુદાય સંકટ સમયે દેશની મદદ કરવામાં હંમેશા તત્પર રહ્યો છે.

English summary
Gold coin and bar sales on hold for 6 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X