For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનની માંગ : RBI જશે મંદિરોના શરણમાં

|
Google Oneindia Gujarati News

gold-bar
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : રૂપિયાનું અવમૂલ્યન રોકવા માટે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ લીધેલા પગલાંમાં ખાસ સફળતા મળી નથી. આ પરિણામે હવે આરબીઆઇ અને નીતિ નિર્માતાઓએ મંદિરોની શરણમાં જવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇ દેશના પ્રખ્યાત મંદિરોને પોતાનું સોનુ વેચવા માટે જણાવશે, જેથી દેશની સોનાની માંગને સોનુ આયાત કર્યા વિના પુરી કરી શકાય.

વિદેશી મુદ્રાને બચાવવા માટે આરબીઆઇએ સોનાની આયાત પર મૂકેલા નિયંત્રણોને પગલે સોનાની આયાત કરવી મુશ્કેલ બની છે. જેના કારણે ભારતીયોની સોનાની માંગ પૂરી કરવા માટે આરબીઆઇ તિરૂપતિ અને શિરડી જેવા મંદિરોના શરણે જશે અને તેમને પોતાનું સોનુ વેચવા માટે કહેશે.

આ માટે રિઝર્વ બેંક વાતચીત કરી રહ્યું છે. બીજી તરફ મંદિરના ટ્રસ્ટોને આ માટે કેવી રીતે મનાવવામાં આવે તે અંગેના ઉપાય પણ તે શોધી રહી છે. આ પ્રક્રિયાથી અવગત બે બેંકરોએ આ માહિતી આપી છે.

દેશમાં સોનાની સર્વાધિક માલિકી ધરાવતા મંદિરોમાં આંધ્રપ્રદેશના તિરૂપતિ, મહારાષ્ટ્રના શિરડી સાંઇબાબા મંદિર, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર અને તિરુવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર સૌથી આગળના ક્રમે આવે છે. તેમની પાસે ઘણું સોનું અને કિંમતી ધાતુઓ છે. તેમાંથી અનેક મંદિરોના ટ્રસ્ટના એકાઉન્ટ બેંકો જ મેનેજ કરે છે.

આ કારણે રિઝર્વ બેંકને આશા છે કે આ બેંકો મંદિરોના ટ્રસ્ટોને પોતાની ગોલ્ડ ડિપોઝિટને કેશમાં રૂપાંતરીત કરવા માટે તૈયાર કરી શકે છે. જો કે આ ડીલ ફાઇનલ થશે કે નહીં તે અંગે અત્યારે કંઇ પણ કહી શકાય એમ નથી.

તિરૂપતિ મંદિર પાસે અંદાજે 1000 ટન સોનુ છે. આ વર્ષે દેશમાં કુલ જેટલુ સોનુ આયાત કરવાની આશા છે તેનાથી આ બમણું છે. ભારતમાં કુલ 18000થી 30000 ટન સોનુ હોવાનો અંદાજ છે.

English summary
Gold : RBI will go to shelter of temples
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X