For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી 21 જુલાઈ સુધી હડતાળ પર જઈ શકે છે આ બેંકના અધિકારીઓ

IDBI બેન્કના ગ્રાહક બૅન્કમાં જતા પહેલાં એ જાણી લો કે અધિકારીઓ ત્યાં હડતાળ પર નથી ને. હા, આઇડીબીઆઇ બેન્કના ગ્રાહકને આ અઠવાડિયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

IDBI બેન્કના ગ્રાહક બૅન્કમાં જતા પહેલાં એ જાણી લો કે અધિકારીઓ ત્યાં હડતાળ પર નથી ને. હા, આઇડીબીઆઇ બેન્કના ગ્રાહકને આ અઠવાડિયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગયા સપ્તાહે બેન્ક અધિકારીઓએ ચેતવણી આપી હતી કે તેઓ સોમવારથી છ દિવસની હડતાળ પર જઈ શકે છે. બેન્કના નિયમનકારી નોટિસમાં જણાવ્યું હતું કે બેંકને અધિકારીઓના એક વિભાગ તરફથી નોટિસ મળી છે. આ નોટિસમાં 16 જુલાઇ 2018 થી 21 જુલાઈ 2018 સુધી હડતાળ પર જવાની વાત કરવામાં આવી છે.

ગયા વર્ષે પણ અધિકારીઓએ હડતાળ પર જવાની આપી હતી ચેતવણી

ગયા વર્ષે પણ અધિકારીઓએ હડતાળ પર જવાની આપી હતી ચેતવણી

તમને જણાવીએ કે આઈડીબીઆઈ બેન્કના કર્મચારીઓની પગારની સમીક્ષા નવેમ્બર 2012 થી બાકી છે. તેમણે ગયા વર્ષે હડતાળ પર જવાની ચેતવણી આપી હતી, પરંતુ પછી મેનેજમેન્ટ પાસેથી ખાતરી મળ્યા બાદ તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. તે પહેલાં ત્યાં ઓલ ઇન્ડિયા આઇડીબીઆઇ ઓફિસર્સ એસોસિયેશનના નાણાં મંત્રી અરૂણ જેટલી સામે પોતાની વાત કહી 51 ટકા હિસ્સેદારી એલઆઈસીને વેચવાની દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો હતો.

IDBI અને LIC ની ડીલ

IDBI અને LIC ની ડીલ

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હિસ્સાના વેચાણને બેંકના ખાનગીકરણ તરીકે ગણવામાં આવશે. તો ત્યાં એક રિપોર્ટ અનુસાર જણાવ્યું હતું કે વીમા નિયામક IRDA પાસેથી મંજૂરી મેળવ્યા બાદ જાહેર ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ કર્જમાં ડૂબેલી આઇડીબીઆઇ બેન્કમાં 41 ટકા હિસ્સો ખરીદવા માટે તૈયારી કરી રહી છે. જોકે, એલઆઇસી હાલમાં આઇડીબીઆઇ બેન્કની સંપત્તિ અને કર્જની સ્થિતિની તપાસ કરી રહી છે.

કર્મચારી યુનિયન કરી રહ્યાં છે વિરોધ

કર્મચારી યુનિયન કરી રહ્યાં છે વિરોધ

તમને જણાવીએ કે એલઆઇસી કર્મચારી યુનિયન જાહેર ક્ષેત્રની આઇડીબીઆઇ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદવા વીમા કંપનીની દરખાસ્તનો વિરોધ કરી રહી છે. યુનિયનનું કહેવું છે કે આનાથી પૉલિસી ધારકો અને તેમના પ્રીમિયમના ધનના હિતને અસર કરશે.

બેન્કની એનપીએ

બેન્કની એનપીએ

રિપોર્ટ મુજબ, એલઆઇસીએ 2014-15માં સરકારી બેન્કોમાં 1850 કરોડ રૂપિયા અને 2015-16માં 2,539 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એલઆઇસી પાસે હાલમાં આઇડીબીઆઇ બેન્કમાં 11 ટકા હિસ્સો ધરાવે છે. તેથી બેન્કના કુલ કર્જ દબાણ હેઠળની સંપત્તિનો હિસ્સો 35.9 ટકા છે. માર્ચ ક્વાર્ટરના અંત સુધીમાં બેન્કની એનપીએ 55,588 કરોડ રૂપિયા હતી.

English summary
IDBI Bank Officers Can Go For 6 Day Strike From Today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X