For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, આવતા સપ્તાહે કયા શેર્સમાં થશે કમાણી

|
Google Oneindia Gujarati News

ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવનો સિલસિલો ચાલુ છે. શેરબજારનો ગ્રાફ ક્યારેક આસમાનને આંબી જાય છે તો ક્યારેક તળીએ આવી જાય છે. શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં પણ બજાર નબળાઇ સાથે બંધ થયું હતું. હવે એવામાં શેર બજારના નિષ્ણાંત પાસેથી સલાહ મેળવવી જરૂરી છે કે આવનારા સમયમાં કયા શેર્સમાં કમાણી થઇ શકશે.

જોકે એસપીતુલ્સ્યાન ડોટ કોમના એસપી સુલ્સ્યાનનું કહેવું છે કે હાલમાં હાલમાં બજારોમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ શેર ધારકો દ્વારા બજાર પર નજરીયો ખૂબ જ સકારાત્મક છે. એવામાં આવનારું સપ્તાહ અને ડિસેમ્બર શ્રેણી બંને શેરબજાર માટે સારું રહેવાની આશા છે.

સીએનબીજી આવાજના સ્રોત થકી એસ પી તુલ્સ્યાન બતાવી રહ્યા છે કે આવનારા સપ્તાહે આપ કયા શેર્સમાં રૂપિયા લગાવીને કમાણી કરી શકો છો. નોંધનીય છે કે આ માહિતી માત્ર અંદાજીત આંકડાઓના આધારે આપવામાં આવી રહી છે.

ઇન્ફોસિસ

ઇન્ફોસિસ

ત્રીજી ત્રિમાસીકમાં ઇન્ફોસિસના પરિણામ સારા રહ્યા છે. સાથે સાથે આગળ માટે પણ મેનેજમેન્ટે પોતાની રણનીતિ પર સ્પષ્ટતા બતાવી છે. જ્યારે ઇન્ફોસિસના પરિણામને જોઇને લાગે છે કે ત્રીજા ત્રિમાસિકમાં ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રોના પરિણામો પણ સારા રહેશે.

બેન્કિંગ શેર

બેન્કિંગ શેર

ઇન્ડસઇન્ડ બેન્કના ત્રીજા ત્રિમાસીક પરિણામો નિરાશાજનક રહ્યા છે. આ ઉપરાંત અન્ય બેન્કો પર પણ દબાણની જ સ્થિતિ જોવાઇ રહી છે. જ્યાં કોઇ ખાસ વધારાના સંકેત મળી રહ્યા નથી. એક્સિસ બેન્ક, યસ બેન્કના પરિણામો પણ ખરાબ જ રહેવાના અનુમાન છે.

ટીસીએસ, સીએમસી

ટીસીએસ, સીએમસી

ટીસીએસ અને સીએમસીના એક થવાના સમાચારોને વધારે પ્રાધાન્ય આપવું જોઇએ નહીં. એક પ્રકારે જોઇએ તો સીએમસી, ટીસીએસની જ સબ્સિડરી છે. જ્યારે વિલય થઇ પણ જાય છે તો માત્ર આ સમાચારથી શેરમાં ઉછાળો જોવા નહી મળે. આઇટી સેક્ટરમાં બંને સારી કંપનીઓ છે, અલાયદી રીતે પણ બંને કંપનીઓનું પ્રદર્શન પણ સારુ છે.

પોલારિસ

પોલારિસ

પોલારિસ એક મિડકૈપ આઇટી કંપની છે. લગભગ 80 ટકાની આવક કંપનીને પોતાની સર્વિસ દ્વારા પ્રાપ્ત થાય છે. હાલની સ્થિતિમાં પોલારિસના શેરની ખરીદી કરવી જોઇએ. આવનારા એક મહિનામાં શેર 160 રૂપિયા સુધીના લક્ષ્યને પાર કરી શકે છે.

તાજ જીવીકે

તાજ જીવીકે

તાજ જીવીકેની પાસે હાલના સમયમાં 5 ફાઇવ સ્ટાર હોટલ છે, જ્યારે છઠ્ઠી બની રહી છે. જેના બાદ કંપનીની કુલ રૂમ ક્ષમતા 1080 સુધી પહોંચી જશે. હાલના સ્તરે આની ખરીદી કરી શકાય છે. આવતા એક મહિનામાં શેર 70 રૂપિયા સુધીનું સ્તર પાર કરવાની ક્ષમતા રાખે છે.

ઇપ્કા લૈબ

ઇપ્કા લૈબ

ફાર્મા કંપનીયોમાં ઇપ્કા લૈબ એક શાનદાર કંપની છે. કારોબારી સ્તર પર કંપનીનું પ્રદર્શન પણ શાનદાર છે. રોકાણકારોને આમાં લાંબા ગાળે એટલે કે 2-3 વર્ષ માટે રોકાણ કરવું જોઇએ. લાંબા સમયમાં શેરમાં હાલના સ્તરથી 25 ટકા ગ્રોથ સરળતાથી થઇ શકે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર બાયબેક પ્રોગ્રામ ફરીથી શરૂ થશે. પરંતુ આને ધ્યાનમાં રાખી શેરમાં રોકાણ ચાલુ રાખવું જોઇએ નહીં. જોકે હાલની સ્થિતિમાં રોકાણકારોએ શેરોનું વેચાણ કરવું જોઇએ. જ્યારે શેર 850 રૂપિયાની આસપાસ મળે છે તો તેમાં ફરીથી ખરીદારી કરી શકાય છે.

English summary
know, Which shares will be beneficial in next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X