For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઓનલાઈન દવા વેચશે મુકેશ અંબાણી, આ કંપનીમાં કર્યું તગડું રોકાણ

હવે ઓનલાઈન દવા વેચશે મુકેશ અંબાણી, આ કંપનીમાં કર્યું તગડું રોકાણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના કાળમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજ લિમિટેડે પોતાના વેપારમાં જબરદસ્ત વધારો કર્યો છે, કંપનીના ખજાનામાં પાછલા કેટલાક મહિનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને કંપનીના માલિક મુકેશ અંબાણી દુનિયાના 5 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. એક પછી એક કેટલીય મોટી કંપનીઓએ રિલાયન્સમાં રોકાણ કર્યું, જેના કારણે રિલાયન્સના રાજસ્વમાં વધારો થયો છે અને આ લોન મુક્ત કંપની બની ગઈ છે. હવે રિલાયન્સે મટી ઓનલાઈન ફાર્મસી કંપની નેટમેડ્સમાં જબરું રોકાણ કર્યું છે.

mukesh ambani

રિલાયન્સે નેટમેડ્સમાં 6.2 બિલિયન રૂપિયાનું રોકાણ કર્યું છે. અગાઉ એમેઝોને ભારતમાં ઓનલાઈન દવા વેચવા માટે ઓનલાઈન સેવાની શરૂઆતનું એલાન કર્યું હતું, જે બાદ રિલાયન્સે મોટી ડીલ કરી છે. રિલાયન્સ તરફથી કહેવામાં આ્યું કે અમારું 60 ટકા રોકાણ વિટાલિક હેલ્થ પ્રાઈવેટ લિમિટેડમાં અને 100 ટકા માલિકાના હક તેની સહયોગી કંપનીમાં છે. જણાવી દઈએ કે વિટાલિક અને તેની સહયોગી કંપનીઓને નેટમેડ્સ નામે ઓળખવામાં આવે છે, જેની શરૂઆત 2015માં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના સમયમાં ઓનલાઈન શોપિંગનું ચલણ ઘણું વધી ગયું છે. જે કારણે એમેઝોન, વોલમાર્ટનો માલિકાના હક વાળી ફ્લિપકાર્ટ, રિલાયન્સે ગ્રોસરી સેવા, જિયો માર્ટ દ્વારા ઓનલાઈન શોપિંગની મોટી રેન્જ લૉન્ચ કરી છે. જો કે હજી સુધી ભારતમાં ઓનલાઈન દવાને વેચવા માટે નિયમોને અંતિમ રૂપ આપવામાં નથી આવ્યું. પરંતુ જેવી રીતે ભારતમાં ઓનલાઈન દવા વેચતી કંપનીઓમાં મેડલાઈફ, નેટમેડ્સ, ફાર્મઈજી, ઈ-ફાર્મસીજ, એમજીએ દેશમાં પોતાના પગલાં વધાર્યાં છે, તે બાદ માનવામાં આવી રહ્યું છે કે જલદી જ ભારતમાં ઓનલાઈ દવા વેચવાના નિયમો બદલાઈ જશે.

જણાવી દઈએ કે કોરોના કાળ બાદ ઓનલાઈન માર્કેટિંગનું ચલણ વધ્યું છે, લોકો ઓફલાઈનથી વધુ ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે ત્યારે ઈ ફાર્મસીમાં રોકાણ કરી મુકેશ અંબાણી આ સેક્ટરમાં પગપેસારો કરવાનું ચૂકવા નથી માંગતા.

PM Kishan Samman Nidhi Yojana in Gujarati: નવા ખાતેદારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણોPM Kishan Samman Nidhi Yojana in Gujarati: નવા ખાતેદારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો

English summary
mukesh ambani invested 6.2 billion rupee in netmeds, all you need to know in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X