For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 બાબતો રિકરિંગ ડિપોઝિટને બનાવે છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન

|
Google Oneindia Gujarati News

રોકાણ કરવા માટે શ્રેષ્ઠ રીત છે કે આપ હંમેશા નાની રકમથી રોકાણની શરૂઆત કરો. આમ કરવાથી આપને રોકાણનું મહત્વ સમજાશે. નાની બચતથી શરૂઆત કરવા માટે રિકરિંગ ડિપોઝિટ બેસ્ટ ઓપ્શન બની રહેશે.

આ ઉપરાંત રિકરિંગ ડિપોઝિટ નાના રોકાણકારો અથવા રોકાણ કરવામાં નવા લોકો માટે પણ ઉપયોગી છે કારણ કે રોકાણના પ્રારંભમાં તેઓ અન્ય રોકાણ વિકલ્પોની ગૂંચવણોથી દૂર રહીને રોકાણનો હેતુ પાર પાડી શકે છે. આ કારણે રોકાણ એક્સપર્ટ્સ આપને રોકાણ શરૂ કરવા માટે રિકરિંગ ડિપોઝિટથી રોકાણ શરૂ કરવાની સલાહ આપે છે.

રિકરિંગ ડિપોઝિટ અન્ય રોકાણ વિકલ્પોમાં શા માટે શ્રેષ્ઠ છે તેના મહત્વના કારણો આ મુજબ છે...

સરળ પ્રક્રિયા

સરળ પ્રક્રિયા


આપ કોઇ પણ બેંકમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ સરળતાથી ખોલાવી શકો છો. રિકરિંગ ડિપોઝિટમાં આપે આપની સવલત અનુસાર નક્કી કરેલી રકમ દર મહિને બેંકમાં જમા કરાવાની હોય છે. દાખલા તરીકે આપ ત્રણ વર્ષ માટે દર મહિને 1000 રૂપિયા ભરવાનું નક્કી કરો છો. ત્યારે ત્રણ વર્ષમાં 36,000 રૂપિયા જમા થશે. આ રકમ પર આપને 8થી 9 ટકા વ્યાજ મળે છે.

ભવિષ્યની જરૂરિયાત માટે

ભવિષ્યની જરૂરિયાત માટે


રિકરિંગ ડિપોઝિટ આપને સંકટના સમયે કામ લાગે છે. દાખલા તરીકે આપે 10 મહિના પછી લેપટોપ ખરીદવું છે તો દર મહિને રૂપિયા 3,000ના રોકાણથી 10 મહિના બાદ રૂપિયા 30,000 અને તેનું વ્યાજ મળશે.

સામાન્ય પ્રયત્ન

સામાન્ય પ્રયત્ન


આપને નવું ખાતું ખોલાવવા માટે સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. જેઓ ખાતેદાર હોય તેઓ ઓનલાઇન બેંકિંગ મારફતે પણ રિકરિંગ ખાતુ ખોલાવી શકે છે.

ખૂબ નાની રકમમાં પણ ખોલાવી શકાય

ખૂબ નાની રકમમાં પણ ખોલાવી શકાય


રિકરિંગ ડિપોઝિટનો પ્લસ પોઇન્ટ એ છે કે તેનાથી ખૂબ નાની રકમ સાથે પણ ખાતુ ખોલાવી શકાય છે. રાષ્ટ્રીયકૃત બેંકોમાં માત્ર 100 રૂપિયાની રકમથી રિકરિંગ કરી શકાય છે. આ ઉપરાંત ઓછામાં ઓછું 6 મહિના માટે પણ રિકરિંગ ખાતું ખોલાવી શકાય છે. તમે રિકરિંગ અધવચ્ચે તોડાવી શકો છો. પરંતુ આ માટે આપે પેનલ્ટી ચૂકવવી પડશે.

નોમિનેશન ઉપલબ્ધ

નોમિનેશન ઉપલબ્ધ


રિકરિંગ ખાતામાં નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ કારણે તે નાણાની સુરક્ષા પ્રદાન કરે છે. તમે આ ડિપોઝિટના આધારે કટોકટીના સમયમાં લોન પણ લઇ શકો છો.

રિકરિંગનું વ્યાજ કરપાત્ર

રિકરિંગનું વ્યાજ કરપાત્ર


રિકરિંગ ડિપોઝિટનું વ્યાજ કરપાત્ર હોય છે. આ કારણે ભવિષ્યમાં તમારું કરભારણ વધે છે.

English summary
New to investing? Why recurring deposit is the best bet?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X