For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

New Labour Code: નવો વેજ કોડ લાગુ થતા જ તમને મળશે 1,16,62,366 રૂપિયા, અહીં કરો ચેક

સરકાર શક્ય તેટલી વહેલી તકે નવો વેતન કોડ અથવા નવો લેબર કોડ લાગુ કરવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સરકાર શક્ય તેટલી વહેલી તકે નવો વેતન કોડ અથવા નવો લેબર કોડ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે નવી વેતન સંહિતાનો ડ્રાફ્ટ તમામ રાજ્યોને મોકલ્યો છે. અત્યાર સુધીમાં 90 ટકા રાજ્યોએ આ ડ્રાફ્ટને સંમતિ આપી દીધી છે. કેટલાક રાજ્યો બાકી છે. એવુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ રાજ્યોમાંથી પણ સંમતિ મળી જશે. રિપોર્ટ અનુસાર જો બધુ બરાબર રહ્યુ તો આગામી મહિનાઓમાં સરકાર નવો વેતન કોડ લાગુ કરશે.

નવો વેતન કોડ લાગુ થતા બદલાઈ જશે બધુ

નવો વેતન કોડ લાગુ થતા બદલાઈ જશે બધુ

નવી વેતન સંહિતા લાગુ થયા બાદ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે ઘણો બદલાવ આવશે. નવી વેતન સંહિતા પર સહમતિ બન્યા બાદ દેશમાં ચાર લેબર કોડ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ સેલેરી પીએફ, રજા, કામના કલાકો, વીકઓફ, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોના ફાઈનલ સેટલમેન્ટ સહિતના ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.

રિટાયરમેન્ટમાં મળશે વધુ પૈસા

રિટાયરમેન્ટમાં મળશે વધુ પૈસા

નવી વેતન સંહિતા લાગુ થયા બાદ ટેક હોમ સેલેરી, પીએફ, ગ્રેચ્યુઈટી, રજા, સેટલમેન્ટમાં ફેરફાર થશે. નવા વેતન કોડના અમલ પછી ટેક હોમ સેલેરી ઘટશે, જ્યારે પીએફમાં યોગદાન વધશે. EPFમાં તમારુ યોગદાન વધારીને તમને નિવૃત્તિ પછી વધુ રકમ મળશે. જો તમારો મૂળ પગાર 25000 રૂપિયા છે તો તમને નિવૃત્તિ પછી એક કરોડથી વધુ રકમ મળી શકે છે.

કેવી રીતે કરશો કેલક્યુલેટ

કેવી રીતે કરશો કેલક્યુલેટ

જો EPFની ગણતરી કરીએ તો 25000ની બેઝિક સેલેરી અને 5 ટકા ઇન્ક્રીમેન્ટના હિસાબે 30 વર્ષની સર્વિસ પછી જ્યારે તમે 60 વર્ષની ઉંમરે રિટાયર થશો તો તમને લગભગ 1,16,62,366 રૂપિયા મળશે. અહીં પીએફનો વ્યાજ દર 8.5 ટકા છે. તે મુજબ 30 વર્ષમાં કર્મચારીનુ પીએફ યોગદાન 2547388 રૂપિયા રહેશે. નોકરીદાતાનુ યોગદાન 779076 રૂપિયા રહેશે. આમ 30 વર્ષમાં કુલ યોગદાન રૂ. 33,26464 છે અને 8.5 ટકાના વ્યાજ દરથી તમને 60 વર્ષની વયે નિવૃત્તિ વખતે રૂ. 1,16,62,366 મળશે. તેવી જ રીતે જો તમારી ઈન હેન્ડ સેલરી 50 હજાર હોય, બેઝિક સેલેરી 15000 રૂપિયા છે તો રિટાયરમેન્ટ પર તમને 69,97,411 રૂપિયા મળશે.

4 લેબર કોડમાં તમારા માટે શું છે

4 લેબર કોડમાં તમારા માટે શું છે

સરકાર દ્વારા પ્રસ્તાવિત લેબર કોડ કર્મચારી અને ભરતી કરનાર બંનેને અસર કરશે. તમારા કામના કલાકોથી લઈને પીએફમાં ભાગીદારી, મૂળભૂત પગાર જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો બદલાશે. શ્રમ કાયદામાં સુધારો કરવા માટે શ્રમ મંત્રાલયે કહ્યુ છે કે 4 લેબર કોડમાં 44 પ્રકારના જૂના શ્રમ કાયદાનો સમાવેશ કરવામાં આવશે. આ 4 લેબર કોડ રોજગારી કામદારો માટે વધુ સારા નિયમો અને નિયમો શરૂ કરશે. તમારા પગારથી લઈને તમારી સામાજિક સુરક્ષામાં સુધારો થશે.

English summary
New Wage Code: You can get More than 1 Crore from your PF Account, if your basic salary is Rs 25000, Here is the calculator
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X