For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિવૃત્તિ બાદ જિંદગીની મજા માણી રહ્યા છે રતન તાતા

|
Google Oneindia Gujarati News

ratan tata
નવી દિલ્હી, 28 જાન્યુઆરી: ભારતના ખ્યાતનામ રતન તાતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ છે કે નિવૃત્તિ બાદ હવે તેઓ એ બધા કામ કરી રહ્યા છે જેના માટે તેમને પહેલા સમય ન્હોતો મળતો. તેમણે જણાવ્યું કે તેઓ હવે તેમના કૂતરાઓ સાથે રમે છે, મસ્તી કરે છે અને અન્ય નાના મોટા કામકાજ પતાવે છે જેનાથી તેમને આનંદ મળે છે.

75 વર્ષીય રતન તાતાએ ગયા મહિને જ તાતા ગ્રૂપના ચેયરમેન પદ પરથી નિવૃત્તિ જાહેર કરી છે. જોકે તેમણે એની પણ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ હવે ગ્રામીણોના જીવનમાં સુધાર લાવવા માટે કઇક કામ કરવા માંગે છે. તેમણે ગયા 28 ડિસેમ્બરના રોજ પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે શાનદાર રહ્યા છે.

રતન તાતાએ લાંબા સમય સુધી ગ્રુપની જવાબદારી સંભાળી અને તેને નવી ઉંચાઇઓ સુધી પહોંચાડી દીધી. આ ભારતની સૌથી મોટી અને સૌથી જૂની કંપનીઓમાંથી એક છે. પોતાના અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકારે તેમને ભારત રત્નનું પણ સન્માન આપ્યુ છે. તાતા ગ્રૂપ લક્ઝરી ગાડિઓ ઉપરાંત સામાન્ય માણસના ઉપયોગમાં આવતી પ્રોડક્ટનું પણ ઉત્પાદન કરે છે. તાતા એક આંતરરાષ્ટ્રીય કંપની છે જેની અનેક દેશોમાં વિવિધ બ્રાંચ પણ છે.

રતન તાતાએ જણાવ્યું હતું કે તેમના ઉત્તરાધિકારી સાઇરસ મિસ્ત્રી હવે દક્ષિણ એશિયાઇ દેશોમાં વ્યાપારની સંભાવનાઓ તપાસી રહ્યા છે. જ્યારે રતન તાતા હવે તાતા ગ્રૂપની જવાબદારીઓને પૂર્ણ કરી પોતાનું બાકીનું જીવન ગાળી રહ્યા છે.

English summary
Former chairman of Tata group Ratan Tata is enjoying his post retirement life, wrote on his Twitter account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X