For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ અને મુકેશ અંબાણી પર SEBIની કાર્યવાહી, 40 કરોડનો દંડ ફટકાર્યો

રિલાયન્સ અને મુકેશ અંબાણી પર SEBIની કાર્યવાહી, 40 કરોડનો દંડ ફટકાર્યો

|
Google Oneindia Gujarati News

Reliance Petroleum Case: ભારતના સૌથી વડા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. ભારતમાં શેર બજારને રેગ્યુલેટ કરતી ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)એ મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર શેર બજારમાં ગડબડીને લઈ 40 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ 2007માં પૂર્વવર્તી રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડના મામલામાં સેબીએ આ કાર્યવાહી કરી છે. 40 કરોડના દંડમાં 15 કરોડ રૂપિયાનો દંડ મુકેશ અંબાણી પર અને 25 કરોડ રૂપિયાનો દંડ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પર છે.

mukesh ambani

સેબી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ રિલાયન્સ પેટ્રોલિયમને લઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર 25 કરોડ રૂપિયા અને મુકશ અંબાણીની સાથોસાથ અન્ય એકમો પર 15 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. આ ઉપરાંત મુંબઈ સેજ પ્રાઈવેટ લિ. પર 20 કરોડ અને મુંબઈ સેજ લિ. પર 10 કરોડના દંડની માંગ કરરવામાં આવી છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

સેબીના અધિકારી બી જે દિલીપે આ હેરાફેરીને લઈ 95 પાનાનો આદેશ આપ્યો છે. જેમાં તેમણે જોર આપતા કહ્યું કે પ્રતિભૂતિઓની માત્રા અથવા કિંમતમાં કોઈપણ ગડબડી બજારમાં રોકાણકારોને ઈજા પહોંચાડે છે. તેઓ માર્કેટની હેરાફેરીથી ઘણા પ્રભાવિત થાય છે.

શું છે શેર બજારમાં ગડબડીનો મામલો?

પૂર્વવર્તી રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડનો આ સમગ્ર મામલો વર્ષ 2017નો છે. જે આરપીએલ શેરની રોકણ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સંબંધિત છે. RPLએ માર્ચ 2007માં આરપીએલમાં 4.1 ટકા ભાગીદારી વેચવાનો નિર્ણય લીધો હતો, પરંતુ 2009માં આરપીએલમાં વિલય કરી લેવામાં આવ્યો હતો.

English summary
SEBI action against Reliance and Mukesh Ambani, slapped a fine of Rs 40 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X