For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 50 હજાર રૂપિયામાં બિઝનેસ શરૂ કરવાનો શાનદાર પ્લાન

જો તમે બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ જરૂર વાંચો. જી હાં ઉનાળ ચાલી રહ્યો છે અને જો તમે બિઝનેસ શરૂ કરવા વિચારો છો તો બેટરી વોટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો બિઝનેસ સારો રહેશે.

|
Google Oneindia Gujarati News

જો તમે બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ જરૂર વાંચો. જી હાં ઉનાળ ચાલી રહ્યો છે અને જો તમે બિઝનેસ શરૂ કરવા વિચારો છો તો બેટરી વોટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો બિઝનેસ સારો રહેશે. ગરમીમાં વીજળીની ડિમાન્ વધે ત્યારે પાવર કટ થવા લાગે છે. જેને કારણે ઈન્વર્ટરની જરૂર પડે છે. એટલે જ ઈન્વર્ટરમાં બેટરી વોટરની ડિમાન્ડ પણ વધે છે. બેટરી વોટરની જરૂર ફક્ત ઈન્વર્ટર જ નહીં પરંતુ ગાડીમાં લાગેલી બેટરીમાં પણ પડે છે.

આ પણ વાંચો: પર્સનલ લોન લેવાના આ છે નિયમો, શું તમે જાણો છો?

ફક્ત 50 હજારમાં શરૂ કરો બિઝનેસ

ફક્ત 50 હજારમાં શરૂ કરો બિઝનેસ

પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત મતે આ બિઝનેસ શરૂ કરવા આર્થિક સહાય મેળવી શકો છો. જો તમારી પાસે ફક્ત 50 હજાર રૂપિયા છે, તો તમે બેટરી વોટર પ્લાન્ટ લગાવી શકો છો.. આ આખા પ્રોજેક્ટની કોસ્ટ 4.70 લાખ છે, જેના 90 ટકા રકમની લોન કેન્દ્ર સરકાર આપે છે.

આટલો થશે ખર્ચ

આટલો થશે ખર્ચ

બેટરી વોટર પ્લાન્ટ શરૂ કરવા માટે હોટ એર બ્લોઅર, પ્લાસ્ટિક ડ્રમ, વોટર લિફ્ટિંગ પમ્પ, હાર્ડનેસ ટેસ્ટિંગ કિટ, પીએચ મીટર, સેમી ઓટોમેટિક ફિલિંગ મશીન, 1 એચપી મોટર, ક્વોલિટી કંટ્રોલ ઈક્વિપમેન્ટ સહિતના સાધનો પર તમારે 2.25 લાખનો કર્ચ થશે. જ્યારે બાકીના 2.4 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે જોઈશે. જેને કારણે તમારી પ્રોજેક્ટ કોસ્ટે 4.70 લાખ રૂપિયા થઈ જશે.

પ્રોજેક્ટમાંથી થશે આટલી આવક

પ્રોજેક્ટમાંથી થશે આટલી આવક

એ વાતની માહિતી પણ જાણી લો કે પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે પ્રોજેક્ટ શરૂ થયા બાદ એક વર્ષ દરમિયાન તમને લગભગ 9 લાખ રૂપિયાનું રો મટિરિયલ જોઈશે. આ રીતે તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન 14 લાખ 70 હજાર થશે. એક વર્ષમાં તમે 250 કિલોલિટર બેટરી વોટર પ્રોડક્શન કરીને 16 લાખની આવક મેળવી શકો છો. તો તમને એક વર્ષમાં 1 લાખ 29 હજાર રૂપિયા મળશે.

મળશે 25 ટકા સુધીની સબસિડી

મળશે 25 ટકા સુધીની સબસિડી

મળતી માહિતી પ્રમાણે જો તમે આ પ્રોગ્રામ અંતર્ગત લોન લેશો તો 25 ટકા સબસિડી પણ મળશે. શહેરી વિસ્તારોાં 15 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 25 ટકા સબિસડી મળ છે, જ્યારે સ્પેશિયલ કેટેગરીના લોકોને 25 અને 35 ટકા સબસિડી મળે છે. આખા પ્રોજેક્ટ રિપોર્ટ માટે અહીં ક્લિક કરો.

English summary
The best plan to start a business for only 50 thousand rupees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X