For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયલ એસ્ટેટ એજન્ટ વિશે મહત્વની માહિતી

રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે સૌથી મહત્વની વાત એ છે કે તમે યોગ્ય એજ્યુકેશન લીધું હોય. એટલે કે તમારે રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે લાયસન્સ લેવું જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે સૌથી મહત્વની વાત એ છે કે તમે યોગ્ય એજ્યુકેશન લીધું હોય. એટલે કે તમારે રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે લાયસન્સ લેવું જરૂરી છે. આ માટે તમારે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એક પરીક્ષા પાસ કરવી જરૂરી છે. સાથે જ તમારે એક એવા બ્રોકરને શોધવો પડશે, જેની પાસેથી તમને ક્લાયન્ટ મળી રહે. આ ઉપરાંત પણ રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે કેટલીક વાત જરૂરી છે, જે આ આર્ટિકલમાં આગળ જણાવીશું.

આ પણ વાંચો: ફેસ્ટિવ સિઝન દરમિયાન લોન લેતા સમયે આટલું રાખો ધ્યાન

એજન્ટ બનવા માટે લો એજ્યુકેશન

એજન્ટ બનવા માટે લો એજ્યુકેશન

તમે કયા રાજ્યથી આવો છો, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે પ્રિ-લાઈસેન્સિંગ કોર્સ કરી શકો છો. પરંતુ રાજ્ય પ્રમાણે જરૂરિયાતો અલગ અલગ હોય છે. જેમ કે વિદેશમાં કેલિફોર્નિયામાં કોલેજ લેવલના ત્રણ કોર્સ કરવા જરૂરી છે. જ્યારે બીજા (જેમ કે ઈડાહો, 90 કલાકના 2 કોર્સ છે જરૂરી) માત્ર કેટલાક કલાકનો અભ્યાસ જરૂરી છે. તમારા રાજ્યમાં લાયસન્સ માટે શું જરૂરી છે તે તમે રિયલ એસ્ટેટ કમિશન સાથે સંપર્ક કરીને જાણી શકો છો.

બ્રોકરેજની પસંદગી કરો

બ્રોકરેજની પસંદગી કરો

રિયલ એસ્ટેટ બ્રોકરેજ એક એનજ્સી અને ઓફિસ છે જ્યાં એજન્ટ્સ અને બ્રોકર્સ કામ કરે છે. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરવા માટે બ્રોકર સાથે કામ કરવું જરૂરી છે, ટ્રેનિંગ કોર્સ કરતા પહેલા તમે બ્રોકરને ઓળખતા હો તે જરૂરી છે. બ્રોકર્સ ઓછામાં ઓછા વર્ષની તાલીમ લે છે. બાદમાં ફિલ્ડમાં કામ કરવાનો, મકાનની પસંદગી કરવાની, વેચવા સંબંધિત શંકાઓનું સમાધાન કરવા સક્ષમ બને છે.

રિયલ એસ્ટેટ એજન્ટ લાયસન્સ છે જરૂરી

રિયલ એસ્ટેટ એજન્ટ લાયસન્સ છે જરૂરી

રિયલ એસ્ટેટ લાઈસન્સ માટે તમારે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત તમારા ક્રિમિનલ બેકગ્રાઉન્ડની તપાસ પણ થઈ શકે છે. રિયલ એસ્ટેટ સેલ્સ પર્સન માટે કોર્સ, પરીક્ષા, લાયસન્સ ફીના આધારે તમારે કેટલીક ફી પણ ભરવી પડી શકે છે. રાજ્ય પ્રમાણે આ ફી જુદી જુદી હોય છે. તમે આ માટે કોચિંગ પણ લઈ શકો છો.

રિયલ એસ્ટેટ એજન્ટનું બજેટ

રિયલ એસ્ટેટ એજન્ટનું બજેટ

એક રિયલ એસ્ટેટ એજન્ટ બનવું બીજા કોઈ પણ ધંધા કરતા સસ્તુ છે. આમાં સ્ટાર્ટઅપ ફી પણ ખૂબ જ ઓછી છે. લાયસન્સ કાર્ડ, બિઝનેસ કાર્ડ, સાઈન, એડવર્ટાઈઝિંગ અને એસોસિયેશન ફીઝ વગેરેનો ખર્ચો શરૂઆતમાં લાગી શકે છે.

રિયલ એસ્ટેટ કમિશન આધારિત બિઝનેસ છે એટલે તમારે કેટલાક મહિના સુધી પોતાની પાસે મડી રાખવી જરૂરી છે. આ ખર્ચો માત્ર અંદાજ હોઈ શકે છે કારણ કે વ્યક્તિની પસંદની સાથે સાથે રાજ્ય પ્રમાણે પણ આંકડો બદલાઈ શકે છે.

રિયલ એસ્ટેટ એજન્ટનું ટાઈટલ

રિયલ એસ્ટેટ એજન્ટનું ટાઈટલ

'રિયલ્ટર'ના ટાઈટલનો ઉપયોગ કરવા માટે તમારે નેશનલ એસોસિયેશન ઓફ રિયલ્ટર્સ (NAR)ને જોઈન કરવું પડશે. એક સંબંધિત બ્રોકરેજ અને સ્થાનિક તંત્ર દ્વારા આયોજિત મીટિંગમાં પણ તમે ભાગ લઈ શકો છો. આ મીટિંગમાં હાજર રહેવાથી તમે લોકલ એસોસિયેશન ઓફ રિયલ્ટર મેમ્બર્સને મળીને નેટવર્ક વધારી શકો છો.

ક્લાયન્ટ / રેફરલ પોર્ટફોલિયો બનાવવો

ક્લાયન્ટ / રેફરલ પોર્ટફોલિયો બનાવવો

પોતાનો પોર્ટફોલિયો બનાવવાની બે રીત છેઃ એક મેન્ટર લો, અને બીજું પોતાનું નેટવર્ક બનાવો. નેશનલ એસોસિયેશન ઓફ રિયલ્ટર્સ પ્રમાણે રિયલ એસ્ટેટ એજન્ટ માટે મેન્ટર પસંદ કરવો બેસ્ટ રીત છે, કારણ કે આ જ મેન્ટર ક્લાયન્ટના નંબર આપે છે. અને કમિશન વહેંચાઈ જાય છે. પોતાનું પહેલું કમિશન ચેકથી લેતા પહેલા મેન્ટર પાસેથી રિયલ એસ્ટેટ બિઝનેસ બરાબર શીખી લો.

English summary
how to be real estate agent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X