1 ઓક્ટોબરથી તમને કોલ કરવો પડશે સસ્તો, TRAI એ લીધો નિર્ણય

Posted By:
Subscribe to Oneindia News

એક ઓક્ટોબરથી મોબાઇલ કોલ દર સસ્તા થશે. ટ્રાઇએ મંગળવારે ઇન્ટરકનેક્શન યુજેસ ચાર્જને ઓછું કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ટરકનેક્શન ચાર્જ તે ફી હોય છે જે ટેલીકોમ કંપનીઓ પોતાના નેટવર્કથી બીજી કંપનીના નેટવર્ક પર મોબાઇલ કોલ માટે જે તે કંપનીને આપે છે. હાલ આ દરની કિંમત 14 પૈસા પ્રતિ મિનિટ હતી પણ 1 ઓક્ટોબરથી ટ્રાયના આ નિર્ણયથી તે 6 પૈસા પ્રતિ મિનિટ થઇ જશે. સાથે જ ટ્રાઇએ 2020માં આઇયૂસીને સંપૂર્ણ પણે બંધ કરવાની જાહેરાત પણ કરી છે. ટ્રાઇની સામે આઇયૂસીનો આ મુદ્દો રિલાયન્સ જીયોએ ઉઠાવ્યો હતો. જ્યાં એરટેલ, વોડાફોન જેવી કંપનીઓએ આઇયૂસીના ભાવ વધારવાની માંગણી કરી હતી ત્યાં જ રિલાયન્સે લેખિતમાં તેને સંપૂર્ણ પણે બંધ કરવાની વાત કરી હતી.

trai

ત્યારે ટ્રાઇના આ નિર્ણયથી એરટેલ અને વોડાફોનને નિરાશા હાથે લાગી છે તેવું લાગી રહ્યું છે.
ટેલિકોમ કંપનીઓના એસોશિયેશ સીઓએઆઇ પણ આ અંગે પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. ટ્રાઇનો આ નિર્ણય ટેલીકોન કંપનીઓને નુક્શાન પહોંચાડી શકે છે તેમ તેણે જણાવ્યું છે. અને સાથે જ આ અંગે કોર્ટમાં જવાની વાત પણ ઉચ્ચારવામાં આવી છે. જો કે સામે પક્ષે ટ્રાઇનું કહેવું છે કે તેણે આ નિર્ણય તમામ સ્ટોક હોલ્ડર્સના નિવેદનો અને ઓપન હાઉસ ડિસ્કશન પછી લીધો છે.

English summary
TRAI reduces termination charge from 14 paisa per minute to 6 paisa per minute.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.