જીએસટીના કારણે સામાન્ય બજેટ 2018માં જોવા મળશે આ બદલાવ

Posted By:
Subscribe to Oneindia News

1 ફેબ્રુઆરી 2018માં જ્યારે નાણાંમંત્રી અરુણ જેટલી લોકસભામાં બજેટનું ભાષણ વાંચી રહ્યા હશે તો તે તેમના હાલના કાર્યકાળનું છેલ્લુ પૂર્ણ બજેટ હશે. આ દેશમાં વસ્તુ અને સેવા કર જીએસટી લાગુ થયા પછી રજૂ રહેલું પહેલું સામાન્ય બજેટ છે. જીએસટી લાગુ થયા પછી સરકાર પાસે અપ્રત્યક્ષ કરોમાં કોઇ મોટા બદલાવની સંભાવના હવે શેષ રહી નથી. સામાન્ય બજેટમાં મોટે ભાગે બે ભાગ હોય છે એકમાં સરકાર વિભન્ન યોજનાઓ અને સ્કીમ અને તેના માટે બજેટ રાશિની ફાળવણીની વાત કરે છે. બજેટના બીજા ભાગમાં પ્રત્યક્ષ અને અપ્રયત્યક્ષ કારોના પ્રસ્તાવની વાત હોય છે. હવે જ્યારે જીએસટીમાં વેટ, એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ સમેત એક ડઝનથી વધુ અપ્રત્યક્ષ કર સામેલ છે સરકાર આ મામલે હવે કોઇ ફેરફાર નહીં કરે.

arun jaitley

કારણ કે જીએસટી એક અલગ કાનૂન છે. અને જીએસટીના દરોના બદલાવ માટે કાઉન્સીલની મંજૂરી જરૂરી છે. આવી સ્થિતિમાં સરકાર પાસે જીએસટીને છોડીને બચેલા ટેક્સ કસ્ટમ ડ્યૂટી પર જ બદલાવની સંભાવના રહેશે. સાથે જ પેટ્રોલ અને ડિઝલ જેવી વસ્તુઓ જે જીએસટી દાયરામાં નથી તેમાં કંઇ બદલાવ આવે તેવી સંભાવના છે.

સામાન્ય રીતે બજેટ રજૂ થતા જ લોકોને તે વાતની જીજ્ઞાસા રહે છે કે સરકારે કંઇ વસ્તુ સસ્તી કરી અને કંઇ વસ્તુ મોંધી. પણ આ તમામ માટે અપ્રત્યક્ષ કરો કારણભૂત રહેતા હતા. પણ આ વખતે શું સસ્તુ થયું અને શું મોંધુ તે સવાલ જીએસટીના કારણે ઊભો જ નહીં થાય. આ જ કારણે આ વખતનું બજેટ ભાષણ પણ નાનું રહી શકે છે. સંસદમાં બજેટ સત્ર આ વખતે 29 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરીની વચ્ચે અને 5 માર્ચ થી 6 એપ્રિલ વચ્ચે ચાલશે. બજેટના આ સત્રોમાં 1 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી અરુણ જેટલી વર્ષ 2018-19 માટે નાણાંકીય બજેટ રજૂ કરશે. બજેટનું બીજું સેશન 5 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે ચાલશે. વળી ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ રેલ્વે બજેટ અને સામાન્ય બજેટ સાથે જ રજૂ થશે.

English summary
Union Budget 2018: budget will be different because of GST. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.