For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC પ્રિમિયમ નેટ બેંકિંગ કે ફોન બેંકિંગથી ભરવાના લાભ

|
Google Oneindia Gujarati News

જો આપની પાસે એલઆઇસી પોલિસી હોય અને તેનું પ્રિમિયમ હજી પણ ફિઝિકલ રીતે ભરતા હોવ તો આપે ફરીથી વિચારવાની જરૂર છે. અહીં અમે ફોન બેંકિંગ કે નેટ બેંકિંગ દ્વારા ભરવામાં આવતા એલઆઇસી પોલિસી પ્રિમિયમના ફાયદા જણાવી રહ્યા છીએ.

insurance-2
  • ઇન્ટરનેટની મદદથી 7 દિવસ 24 કલાકમાંથી તમારી અનુકૂળતાએ પ્રિમિયમ ભરી શકવાની સવલત છે.
  • આપના ઘર કે ઓફિસ જ્યાંથી અનુકૂળતા હોય પ્રિમિયમ ભરી શકાય છે. આ માટે એલઆઇસી બ્રાન્ચમાં જવાની જરૂર નથી.
  • લાંબી લાઇનમાં ઉભા રહીને સમય બગાડવાથી બચી શકાય છે.
  • આ રીતે પેમેન્ટ કરવાનો કોઇ વધારાનો ચાર્જ લાગતો નથી.
  • આપના સર્વિસ પ્રોવાઇડર સાથે રજિસ્ટર કર્યા બાદ આપને યોગ્ય લાગે તે બેંક ખાતામાંથી આપ પ્રિમિયમ ભરી શકો છો.
  • આપ કઇ તારીખે આપના ખાતામાંથી પૈસા ડેબિટ થાય તે તારીખ પણ નક્કી કરી શકો છો.
  • પ્રિમિયમ માટેના સમય દરમિયાન આપ કેટલીક સૂચનાઓ પણ આપી શકો છો.
  • બેંક અથવા સર્વિસ પ્રોવાઇડર તરફથી આપ ઇમેઇલ એલર્ટ્સ પણ મેળવી શકો છો.
  • એલઆઇસીની પહોંચ માટે પોસ્ટેજ કે કુરિયરનો ખર્ચ બચી શકે છે.
  • આઉટ સ્ટેશન પોલિસી પ્રિમિયમ માટે ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઓર્ડરનો ખર્ચ બચે છે.
  • આપના ડ્યુ થતા પ્રિમિયમ જોઇ શકો છો અને અન્ય પોલિસી વિગતો પણ જોઇ શકો છો.

કઇ કઇ પોલિસીનું પિમિયમ આ મુજબ ભરી શકાય છે?

  • નેટવર્કની શાખાઓમાં જેના માટે સર્વિસ ઉપલબ્ધ હોય તેવી તમામ પોલિસીઓ, મેટ્રો એરિયા નેટવર્ક (મેન) દ્વારા એક્સેસ કરી શકાય તેવી પોલિસી, વાઇડ એરિયા નેટવર્ક (વેન)ની પહોંચમાં હોય તેવી પોલિસીઓ.
  • જે પોલિસીઓમાં પ્રિમિયમ વાર્ષિક, અર્ધવાર્ષિક કે ત્રિમાસિક ગાળાનું હોય તેવી.
  • જે પોલિસીમાં સિંગલ પ્રિમિયમ, ઓર્ડિનરી મંથલી, સેલરી સેવિંગ્સ સ્કીમ વગેરેમાં આ સુવિધા મળતી નથી.
  • જે પોલિસીમાં ઇન ફોર્સ પોલિસી સ્ટેટસ હોય, ચૂકી ગયેલું પ્રિમિયમ હોય કે ફરી રિવાઇવલ કરવાની હોય તેવી પોલિસીમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.
English summary
What are the Benefits of Paying LIC Premiums Through Net Banking, Phone Banking?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X