For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ATM કાર્ડ ફ્રીમાં અપાવે છે 10 લાખનો વીમો

એટીએમ કાર્ડનો ઉપયોગ લગભગ બધા જલોકો કરે છે. મોટા ભાગના લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ ફક્ત રોકડ ઉપાડવા કે શોપિંગ માટે જ કરે છે.

|
Google Oneindia Gujarati News

એટીએમ કાર્ડનો ઉપયોગ લગભગ બધા જલોકો કરે છે. મોટા ભાગના લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ ફક્ત રોકડ ઉપાડવા કે શોપિંગ માટે જ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એટીએમ કાર્ડ તમને 10 લાખનો ફ્રી વીમો આપે છે. જી હાં, રુપે (એટીએમ) કાર્ડ પર તમને મફતમાં 10 લાખ રૂપિયાનો વીમો મળે છે. દેશની કોઈ પણ બેન્કમાં તમારું અકાઉન્ટ ખોલાવવાની સાથે જ તમને આ વીમો ફ્રીમાં મળે છે.

2014માં શરૂ થયું હતું પહેલું ગ્લોબલ કાર્ડ

2014માં શરૂ થયું હતું પહેલું ગ્લોબલ કાર્ડ

તમને જણાવી દઈએ કે કેશલેશ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે રુપે કાર્ડની શરૂઆત કરી હતી. પહેલું રૂપે ગ્લોબલ કાર્ડ 2014માં લોન્ચ થયું હતું. NCPI દેશમાં રુપે કાર્ડ નેટવર્કનું મેનેજમેન્ટ કરે છે. NCPIએ જાહેર કરેલા રુપે ગ્લોબલ કાર્ડસ ડિસ્કવર નેટવર્ક પર ચાલે છે. તેનો ઉપયોગ ભારત બહાર પણ શક્ય છે. આ ભાગીદારીથી ભારતને દેશી કાર્ડ ચૂકવણીના નેટવર્કનો દુનિયાભરમાં વિસ્તાર કરવામાં મદદ મળી હતી.

આટલા પ્રકારના હોય છે રુપે ગ્લોબલ કાર્ડ

આટલા પ્રકારના હોય છે રુપે ગ્લોબલ કાર્ડ

તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં રુપે ગ્લોબલ કાર્ડ 5 પ્રકારના હોય છે.

1. રુપે ક્લાસિક ડેબિટ કાર્ડ
2. રુપે ક્લાસિક ક્રેડિટ કાર્ડ
3. રુપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ
4. રુપે પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ
5. રુપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડ

જાણો શું ચે રુપે કાર્ડ?

જાણો શું ચે રુપે કાર્ડ?

રુપે શબ્દ અંગ્રેજની બે શબ્દો રુપિયા અને પેથી બનેલો છે. રુપે કાર્ડને વીઝા કે માસ્ટર કાર્ડ પણ કહે છે. હાલ જે વીઝા કે માસ્ટર ડેબિટ કાર્ડ લોકો યુઝ કરે છે કે તેની પેમેન્ટ સિસ્ટમ વિદેશી છે. આ માટે આપણે ફી ચૂકવવી પડતી હતી અને અન્ય દેશો પર આધારિત રહેવું પડતું હતું. હવે ભારત પાસે પોતાની ટેક્નિક છે. એટલે જ રૂપે કાર્ડ લોન્ચ કરાયું છે. સાથે જ બીજા કાર્ડ કરતા સસ્તું પણ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશ ઓફ ઈન્ડિયાએ તેની પહેલ કરી છે. ઈન્સ્યોરન્સની રકમ પણ તે જ આપે છે.

10 લાખ રૂપિયાનો મફતમાં ઈન્સ્યોરન્સ

10 લાખ રૂપિયાનો મફતમાં ઈન્સ્યોરન્સ

તમને એ વાત જણાવી દઈએ કે રુપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડની સાથે 10 લાખની કિંમતનો વ્યક્તિગત દુર્ઘટના વીમો પણ મળે છે. વિદેશમાં કાર્ડનો ઉપયોગ કરવા પર, એટીએમ પર 5 ટકા કેશબેક અને પીઓએસ પર 10 ટકા કેશબેક આપવામાં આવે છે. અને પીઓએસ 10 ટકા કેશબેક મળે છે. તો દુનિયાભરના 700થી વધુ લાઉન્જ અને ભારતના 30થી વધુ લાઉન્જ માટે ફ્રીમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય લાઉન્ડ મળે છે.

રુપે કાર્ડ કેવી રીતે મળી શકે છે?

રુપે કાર્ડ કેવી રીતે મળી શકે છે?

SBI અને PNB સહિતની તમામ મુખ્ય સરકારી બેન્ક આ કાર્ડ જાહેર કરે છે. HDFC, ICICI બેન્ક, એક્સિસ બેન્ક સહિત મોટા ભાગની પ્રાઈવેટ બેન્કો પણ આ કાર્ડ આપે છે. જે બેન્કમાં તમારું ખાતું હોય ત્યાં તમે તપાસ કરી શકો છો.

તો એક્સિડન્ટમાં મૃત્યુ થવા પર કે પર્મેનેન્ટ ડિસએબિલિટી થવા પર ઈન્સ્યોરન્સ કવર મળે છે. રુપે કાર્ડ બે પ્રકારનું હોય છે. ક્લાસિક અને પ્રીમિયમ. ક્લાસિક કાર્ડ પર 1 લાખ રૂપિયાનું કવર મળે છે, જ્યારે પ્રીમિયમ પર 10 લાખ સુધીનું કવર મળે છે.

આ તમામ ઉપરાંત જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો નીચે આપીલે લિંક પર ક્લિક કરો

https://www.rupay.co.in/sites/all/themes/rupay/document/insurance-cover-rupay-debit-cards.pdf

આ પણ વાંચો: 1000 ટકાથી વધુ રિટર્ન આપનારી આ 6 કંપનીઓમાં રોકાણ કરવું બેસ્ટ રહેશે

English summary
which atm card gives 10 lakh rupees insurance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X