For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી લાગી ઇંધણમાં આગ, પેટ્રોલમાં 41 અને ડીઝલમાં 10 પૈસાનો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: સરકાર દ્વારા પેટ્રોલ પંપ ડીલરોનું કમીશનમાં વધારો કરવા પેટ્રોલમાં 41 પૈસા અને ડીઝલમાં 10 પૈસા પ્રતિ લીટરમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો શુક્રવારે મધ્ય રાત્રિથી લાગુ થઇ ચૂક્યો છે. આ વધારામાં સ્થાનીય વેટ સામેલ નથી.

ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં ઘટાડો થવા છતા સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ છેલ્લા સાત અઠવાડિયાથી ઇંધણના ભાવ વધાર્યા ન્હોતા. તેમણે પેટ્રોલ પર કમીશનમાં 21 પૈસાના વધારાની સરકારની પરવાનગી બાદ 20 પૈસા જોડીને 41 રૂપિયાનો વધારો કરી દીધો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ હાલમાં 71.02 રૂપિયા પ્રતિ લિટર છે, જે ભાવ વધારા બાદ 71.51 પૈસા પ્રતિ લિટર થઇ ગયું છે. જોકે પેટ્રોલની કિંમતો દરેક શહેર પ્રમાણે જુદી જુદી હશે. આ ઉપરાંત દિલ્હીમાં ડીઝલના ભાવ 53.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને હવે 53.80 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું કે પેટ્રોલ પંપ ડીલરોનું ડીઝલ પર કમીશન 1089 રૂપિયા પ્રતિ કિલોલિટરથી વધારીને 1186 રૂપિયા પ્રતિ કિલોલીટર કરવામાં આવ્યું છે. જ્યારે પેટ્રોલ પર ડીલરોનું કમીશન 21 પૈસાથી વધારી 1.95 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

હાલના ભાવ : 71.02 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 71.51 રૂપિયા
ભાવ વધારો: 49 પૈસા

કોલકાતામાં પેટ્રોલના ભાવ

કોલકાતામાં પેટ્રોલના ભાવ

હાલના ભાવ : 78.07 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 78.60 રૂપિયા
ભાવ વધારો: 53 પૈસા

મુંબઇમાં પેટ્રોલના ભાવ

મુંબઇમાં પેટ્રોલના ભાવ

હાલના ભાવ : 78.04 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 78.56 રૂપિયા
ભાવ વધારો: 52 પૈસા

ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ

ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ

હાલના ભાવ : 74.22 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 74.71 રૂપિયા
ભાવ વધારો: 49 પૈસા

દિલ્હીમાં ડીઝલના ભાવ

દિલ્હીમાં ડીઝલના ભાવ

હાલના ભાવ : 53.67 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 58.18 રૂપિયા
ભાવ વધારો: 11 પૈસા

કોલકાતામાં ડીઝલના ભાવ

કોલકાતામાં ડીઝલના ભાવ

હાલના ભાવ : 58.08 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 53.78 રૂપિયા
ભાવ વધારો: 10 પૈસા

મુંબઇમાં ડીઝલના ભાવ

મુંબઇમાં ડીઝલના ભાવ

હાલના ભાવ : 60.70 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 60.80 રૂપિયા
ભાવ વધારો: 10 પૈસા

ચેન્નાઇમાં ડીઝલના ભાવ

ચેન્નાઇમાં ડીઝલના ભાવ

હાલના ભાવ : 57.23 રૂપિયા
ભાવ વધારા બાદનો ભાવ : 57.32 રૂપિયા
ભાવ વધારો: 9 પૈસા

English summary
Not everything is jolly and cheerful this festive season as diesel prices were hiked by 10 paise per litre and petrol prices were hiked by 41 paise per litre without taxes on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X