For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું લૉકડાઉનમાં પીએમ મોદી દરેક ભારતીયોને આપશે 15000 રૂપિયા, જાણો શું છે હકીકત

શું લૉકડાઉનમાં પીએમ મોદી દરેક ભારતીયોને આપશે 15000 રૂપિયા, જાણો શું છે હકીકત

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના ચેપની વધી રહેલી સંખ્યાને જોતા આગામી 3 મે 2020 સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે. પીએમ મોદીએ 21 દિવસના પ્રથમ લૉકડાઉનના અંતિમ દિવસે આ અંગે જાહેરાત રી હતી. પીએણ મોદીએ લૉકડાઉન વધારવા માટે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે 3 મે સુધી લૉકડાઉનનું પાલન એ રીતે કરવાનું છે, જે રીતે અત્યાર સુધી કરતા આવ્યા છો. જો કે પીએમે જણાવ્યું હતું કે કેટલીક આવશ્યક ચીજોની મંજૂરી આપી શકાય છે. આ મંજૂરી શરતી રહેશે. આ સાથે બીજી તરફ સોશિયલ મીડિયા પર પીએમ મોદીના નામનો એક સંદેશ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહ્યો છે આ સંદેશ

વાયરલ થઈ રહ્યો છે આ સંદેશ

કોરોના સંકટ વચ્ચે ચાલી રહેલ લૉકડાઉન દરમિયાન જ્યારે જરૂરી સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ કરવામાં આવી હતી ત્યારે એક સંદેશો વાયરલ થયો કે પીએમ મોદી દરેક ભારતીયોને 15 હજાર રૂપિયા આપી રહ્યા છે. આ ઉપરાંત સંદેશ સાથે એક લિંક જોડવામાં આવી છે જેમા ંદાવો કરવામાં આવ્યો છે કે એકવાર તમે લિંક ખોલો ત્યારે તમારું નામ, ફોન નંબર, સરનામું અને પિનકોડ સાથે ફોર્મ ભરવા વિનંતી કરવામાં આશે.

આવા દાવા પણ કરવામાં આી રહ્યા છે

આવા દાવા પણ કરવામાં આી રહ્યા છે

આ સંદેશમા આગળ લખ્યું કે આ ફોર્મ ભરો અને તમારા ખાતામાં 15 હજાર રૂપિયા મળી જશે. આ મેસેજમાં ટીકર પણ છે જેમાં દાવો કરવામાં આવે છે કે એક લાખથી વધુ લોકોને તેનો ફાયદો મળ્યો છે. બ્લૉગર યૂઝરે આ પોસ્ટ લખીને વાયરલ કરી હતી.

જાણો લિંકની હકીકત શું છે

જાણો લિંકની હકીકત શું છે

જણાવી દઈએ કે સરકારના નામે કરવામાં આવી રહેલ આવો દાવો એકદમ નકલી છે અને સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રાષ્ટ્રને સંબોધન દરમિયાન પીએમ મોદીએ આવી કોઈ જાહેરાત નહોતી કરી. તેમણે ફક્ત લૉકડાઉન 3 તારીખ સુધી લંબાવી દીધું હતું. આ સાથે અમે તપાસ કરેલ તમામ સ્રોતોએ કહ્યું કે આ નકલી સમાચાર છે અને જે વેબસાઈટની લિંક સક્રિય કરવામાં આવી તે વેબસાઈટ શંકાસ્પદ છે. એટલે તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય તો કોઈ પર્સનલ માહિતી તેમાં આપવી નહિ.

Fake: RBIએ SBI ના ‘આધાર' આધારિત ચૂકવણી સર્વર (AePS)ને બંધ કર્યુ નથીFake: RBIએ SBI ના ‘આધાર' આધારિત ચૂકવણી સર્વર (AePS)ને બંધ કર્યુ નથી

English summary
fake: PM modi is not giving 15 thousand rupee to all indian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X