• search

એક રિક્શાવાળો જે પૂછે છે કોણ છે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant

પટણા, 4 એપ્રિલ: 'આખા દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે અને રેલીઓમાં ઉમડનાર ભીડ એ વાતનો સ્પષ્ટ ઇશારો કરે છે, 'નરેન્દ્ર મોદીની દરેક રેલી બાદ ભાજપ દ્વારા આ પ્રકારના દાવા કરવામાં આવે છે. તો બીજી તરફ તેનાથી ઉલટું તમે એક રિક્શાવાળા કે ઑટોવાળા વિશે વાત કરીએ તો સ્થિતી કંઇક અજીબ જોવા મળે છે.

તેમણે ના નરેન્દ્ર મોદીથી કોઇ મતલબ હોય છે અને ના તો એ વાતમાં કોઇ રસ છે કે દેશમાં કોની લહેર છે. તેમને જો કોઇથી વાતથી લેવા-દેવા છે તો તે છે કેવી રીતે એક દિવસની મહેનત બાદ મુશ્કેલથી જે કંઇ પૈસા આવે તેનાથી શું રાત્રીના ભોજનની વ્યવસ્થા થઇ શકશે.

આજે અમે તમને એક એવા રિક્શાવાળા સાથે મુલાકાત કરાવીએ જે ના તો ટીવી જુએ છે ના તો તેને નરેન્દ્ર મોદીની દિવસભર થનાર રેલીમાં કહેવામાં આવતી વાતો સાંભળવામાં કોઇ રૂચિ નથી. બિહારના કિશનગંજમાં રહેનાર રિક્શાચાલક રામલાલને એ વાત કહેવામાં હિચક નથી કે તે એક હિન્દુ છે. બિહારાના કિશનગંજ એક એવો વિસ્તાર છે જ્યાં બે તૃતિયાંશ વસ્તી મુસ્લિમ છે.

જાતિથી નહી મહેનતથી મળે છે વોટ

જાતિથી નહી મહેનતથી મળે છે વોટ

કિશનગંજના આ વૃદ્ધ રિક્શાચાલકે પોતાની જીંદગીનો એક લાંબો સમય દિલ્હી ઔર પંજાબમાં વિતાવ્યો છે. રામલાલને દિલ્હીના કેટલાક ખાસ વિસ્તારો જેમ કે શકરપુર, તિલક નગર, સદર બજારની સાથે જ બીજા કેટલાક વિસ્તારોમાં સારી રીતે ખબર છે. પંજાબના કેટલાક શહેરોમાં રામલાલે ક્યારેક ખેતરોમાં કામ કર્યું છે તો તો ક્યારેક લુધિયાણામાં રિક્શા ચલાવી. રામલાલના અનુસાર દિલ્હીમાં પોતાના અંતિમ દિવસો દરમિયાન તેમણે એક ફેક્ટરીમાં કામ કર્યું અને એકદમ ગર્વ સાથે કહે છે કે તેમણે મેટ્રોમાં મુસાફરી પણ કરી છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

રાજકારણના ગઢ દિલ્હીમાં કેટલાક વર્ષ વિતાવ્યા છતાં રામલાલ આ વખતે ચૂંટણી દરમિયાન વોટ આપવા માટે જરા પણ ઉત્સાહિત નથી. રામલાલના અનુસાર ગત કેટલાક વર્ષોથી તે વોટ આપે છે પરંતુ ક્યારેય વોટ આપવા છતાં તેમના જેવા ગરી બ લોકોને વોટ આપવાનો કોઇ ફાયદો મળ્યો નથી. રામલાલનું માનીએ તો ગરીબોની ચિંતા કોઇપણ રાજકીય પાર્ટીને નથી પરંતુ તેમનું નામ વોટર લિસ્ટમાં છે તો તેમને વોટ આપવો પડે છે. તેમના અનુસાર મતદાર યાદી ફક્ત એક દેખાડો છે જેથી રાજકીય પાર્ટીઓ આ વાતને સાબિત કરી શકે કે તમે આ દેશના નાગરિક છો.

યુવાનીમાં કોંગ્રેસ તેમની મનપસંદ પાર્ટી હતી

યુવાનીમાં કોંગ્રેસ તેમની મનપસંદ પાર્ટી હતી

જ્યારે યુવાન હતા ત્યારે જોશપૂર્વક વોટ આપતા હતા અને અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢનાર ગાંધીના લીધે કોંગ્રેસ તેમની મનપસંદ પાર્ટી હતી. ગત 10-20 વર્ષોમાં તેમણે કોંગ્રેસને સાઇડલાઇન કરી દિધી છે કારણ કે તેમને લાગે છે કે જ્યારે બધા લોકો કોંગ્રેસ પાર્ટીને સાઇડલાઇન કરી રહ્યાં છે તો પછી તેમનો વોટ કેવી આ પાર્ટીને ચૂંટણીમાં જીત અપાવી શકે છે.

રામલાલનું નિવેદન આકરો સંદેશ

રામલાલનું નિવેદન આકરો સંદેશ

જે નેતા એ વાત પર વિશ્વાસ કરે છે કે જાતિના લીધે તેમણે વોટ મળી શકે છે, જે બધા માટે રામલાલનું એક નિવેદન આકરો સંદેશ હોય શકે છે. રામલાલના અનુસાર જાતિના લીધે તમને રોટી મળતી નથી. તમને રોટી ત્યારે મળે છે જ્યારે તમે મહેનત કરો છો. જો 10 લોકો જાતિવાદની દિશામાં જઇ રહ્યાં છે તો રામલાલને તેમાં કોઇપણ બુદ્ધિમાની જોવા મળતી નથી.

શું છે નરેન્દ્ર મોદીનું ચૂંટણી ચિહ્ન

શું છે નરેન્દ્ર મોદીનું ચૂંટણી ચિહ્ન

રામલાલે ફક્ત એકવાર ભાજપને વોટ આપ્યો તે પણ ત્યારે જ્યારે ભાજપ તરફથી એક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે તે દિલ્હીમાં હતા. રામલાલ એક હિન્દુ વિચારસણીવાળા વ્યક્તિ છે અને એવામાં જ્યારે પાર્ટીની તરફથી હિન્દુત્વ એજન્ડાના દમ પર ચૂંટણી લડવામાં આવી હતી તો રામલાલે ભાજપે વોટ આપ્યો. આ વખતે રામલાલનો ભાજપને વોટ આપવાનો કોઇ ઇરાદો નથી.

મોદી કઇ પાર્ટીના છે તે ખબર નથી

મોદી કઇ પાર્ટીના છે તે ખબર નથી

તો જ્યારે આ રિક્શાવાળાને નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવ્યું તો તે થોડીવાર માટે ચૂપ થઇ ગયો. તેમનો પ્રથમ પ્રશ્ન હતો કે તે કઇ પાર્ટીના છે અને તેમનું ચૂંટણી ચિહ્ન કયું છે. રામલાલ કહે છે કે નરેન્દ્ર મોદી કિશનગંજ આવ્યા જ નથી તો પછી એવામાં તેમનું નામ સાંભળવું અને તે કઇ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. એવી વાતો બેકાર છે. સ્પષ્ટ છે કે ભલે જ નરેન્દ્ર મોદી વિશે લહેરની વાતો કહેવામાં આવતી હોય પરંતુ ભારતીય મતોનો એક ભાગ એવો પણ છે જે તેમણે ના તો જાણે છે ના તો એક નેતા તરીકે ઓળખે છે.

English summary
A common man like a rickshaw puller does not recognise Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more