For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સ્માર્ટફોન લોન્ચ કરશે ફિનલેન્ડની કંપની

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન બનાવનારી ફિનલેન્ડની કંપની જોલ્લાએ પોતાના સ્માર્ટફોન સેલફિશ ઓએસની સાથે ભારતીય બજારમાં આવતા મહિને ઊતરવાની જાહેરાત કરી છે. ભારતમાં આ કંપની પોતાના ઉત્પાદનનું વેચાણ ઓનલાઇન માર્કેટિંગ કંપની સ્નેપડીલના માધ્યમથી કરશે. જોલ્લાના સંસ્થાપક સામી પેની માસ્કીએ જણાવ્યું કે 'આખી દુનિયામાં ભારત સ્માર્ટફોનનું ઉભરતું બજાર છે. માટે અમે ભારતમાં પણ જોલ્લા ફોનને ઊતારવા માંગીએ છીએ.'

સેલફિશ એક રંગીન અને સુંદર ફોન છે. 28 હજાર રૂપિયાની કિંમતવાળા સ્માર્ટફોનમાં 1.4 ગિગાહટ્સનું પ્રોસેસર, 1 જીબી રેમ અને 16 જીબી ઇંટરનલ મેમરી આપવામાં આવી છે. આ ઉપરાંત જોલ્લા સ્માર્ટફોનમાં લગભગ 85,000 એંડ્રોઇડ એપ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. ફિનલેન્ડમાં જોલ્લાની કિંમત 34,000 રૂપિયાની આસપાસ હશે જેનાથી એવું કહી શકાય છે કે ભારતમાં 40,000 રૂપિયાની આસપાસ લોન્ચ થઇ શકે છે.

smartphone
  • જોલ્લામાં આપવામાં આવેલા ફીચર્સ:

1.4 ગીગાહર્ટનું ક્લાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર
1 જીબી રેમ
4.5 ઇંચની ક્યૂએચડી સ્ક્રીન
8 મેગાપિક્સલનો રિયર કેમેરા
2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા
2100 એમએચ બેટરી
16 જીબી ઇંટરનલ મેમરી

English summary
Finnish mobile manufacturer Jolla has signed an exclusive deal with the online shopping website Snapdeal.com to introduce their smartphone in the Indian markets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X