• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Mother's Day: ટીનેજર્સ સાથે તાલ મિલાવવા આજની કૂલ મમ્મીઓએ શું કરવુ જોઈએ?

|
Google Oneindia Gujarati News

હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ કે કિશોર વયના બાળકો તેમની મમ્મીઓના અવાજને મ્યુટ કરી દે છે. ના સમજાયુ? એટલે કે બાળકો 13 વર્ષની ઉંમરે પહોંચતા જ તેમની મમ્મીની સૂચનાઓ જેવી કે - હવે ફોન બંધ કર, રુમ સરખો કર, વાંચવા બેસ, વગેરેને અવગણવાનુ શરુ કરી દે છે અને આપણે આના માટે શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને દોષ આપીએ છીએ. જો કે, હાલમાં થયેલ અભ્યાસ કંઈક અલગ જ કહે છે.

જર્નલ ઑફ ન્યૂરો સાયન્સમાં પ્રકાશિત સ્ટેનફૉર્ડ સ્કૂલ ઑફ મેડિસિન દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ 13 વર્ષની ઉંમર આસપાસ કિશોરનુ મગજ પોતાની માના અવાજને સાંભળવાનુ બંધ કરી દે છે અને બીજા અપરિચિત અવાજોને ટ્યુન કરવાનુ શરુ કરે છે. જે દર્શાવે છે કે કિશોર વય નવા વિચારો અને વિવિધ લોકો પાસેથી આવતા સામાજિક સંકેતો માટે વધુ ઓપન બની રહી છે.

અભ્યાસ પરથી જાણવા મળ્યુ કે આ વય જૂથ એવા વિવિધ અવાજો પ્રત્યે વધુ સંવેદનશીલ છે જેમાં તેમની માનો અવાજ પણ શામેલ હોય. જો કે, તેમના મસ્તિષ્કના કેન્દ્રમાં તેઓ માની ટ્યુનના બદલે નવા અવાજોને વધુ મહત્વ આપે છે. અભ્યાસ વિશે વાત કરીને મુખ્ય અભ્યાસ લેખક ડેનિયલ અબ્રામ્સે કહ્યુ કે, 'જેવી રીતે એક શિશુ પોતાની માના અવાજને ટ્યુન કરવાનુ જાણે છે તેવી જ રીતે એક કિશોર નવા અવાજોને ટ્યુન કરવાનુ જાણે છે. એક કિશોર તરીકે તમે નથી જાણતા કે તમે આ કરી રહ્યા છો. તમે બસ તમે છો. તમારી પાસે તમારા મિત્રો અને નવા સાથી છે અને તમે એમની સાથે સમય પસાર કરવા માંગો છો. તમારુ મન ઝડપથી સંવેદનશીલ થઈ જાય છે અને તમે અપરિચિત લોકો પ્રત્યે આકર્ષિત થઈ જાવ છો.'

અભ્યાસ વિશે વાંચીને ગભરાવાની જરુર નથી. બાળક તમારુ જ છે, એના તાલ સાથે તાલ મિલાવવા માત્ર આટલુ કરો..

1. રસ બતાવો

તમારે એના શોખ વિશે બધી માહિતી રાખવાની જરુર નથી. બસ એનામાં ખાલી રસ બતાવો અને એને સપોર્ટ કરવા બની શકે એટલો ભાગ લો.

2. પ્રોત્સાહન આપો

એની ટીકા કરવાના બદલે, એને પોતાના સપનાઓને આગળ લઈ જવા માટે પ્રોત્સાહિત કરો. તેના નાનકડા પ્રયાસ માટે પણ તેની પ્રશંસા કરો.

3. સમય પસાર કરો

પોતાના બાળકને લંચ ડેટ કે પિકનિક પર લઈ જઈને થોડો ક્વૉલિટી ટાઈમ પસાર કરવાના અવસર બનાવો. આને પોતાની આદત બનાવો અને આના માટે સમય કાઢો.

4. સ્વતંત્રતા આપો

પોતાના કિશોર વયના સંતાનને તમારા કોઈ પણ હસ્તક્ષેપ વિના પોતાના દમ પર વસ્તુઓ મેનેજ કરવાની સ્વતંત્રતા આપો. કોશિશ કરો કે એની પરવાનગી વિના એની બાબતોમાં તમે દખલઅંદાજી ન કરો.

5. એના પ્લાન્સ વિશે પૂછો

તમને એના પર શું આશા અને અપેક્ષાઓ છે એ પૂછવાના બદલે એમના શું પ્લાન્સ છે એ વિશે પૂછો. એ શું બનવા માંગે છે અને એના માટે શું કરી રહ્યા છે એ પૂછો.

6. સલાહ આપો

જો તમારો કિશોર કે કિશોરી તમારી પાસે કોઈ મુશ્કેલી લઈને આવે તો એની ટીકા કરવાના બદલે કે આંકવાના બદલે તેને સલાહ આપો.

7. કહો કે હું તને ખૂબ જ પ્રેમ કરુ છુ

તમારા બાળકને કહો કે તમે એને ખૂબ જ પ્રેમ કરો છો અને કોઈ પણ પરિસ્થિતિમાં તમને એના પર પૂરો વિશ્વાસ છે. એ તમારા બંને વચ્ચેના બોન્ડને મજબૂત કરવામાં મદદરુપ થશે.

English summary
Happy Mother's day: What should today's cool moms do to keep up with the teens?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X