1999ની ચૂંટણીમાં તેમના પર થયો હતો 'છાણીયો વરસાદ'!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ચૂંટણી ઘમાસનમાં પ્રચાર દરમિયાન કેટલાક ઉમેદવારો પર સ્યાહી અને ઈંડા ઘણીવાર ફેંકવામાં આવ્યા છે, જો કે ચૂંટણી પ્રચાર હજુ સુધી પુરો થયો નથી. પરંતુ 1999ની ચૂંટણીમાં એક અલગ પ્રકારની પરિસ્થિતી સામે આવી હતી. કાનપુરમાં સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન છાણ ચાલ્યું હતું.

જાણકારો કહે છે કે 1999માં કાનપુરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગતવીર સિંહ દ્રોણ પર છાણ ફેંકવામાં આવ્યું હતું. વર્તમાનમાં દ્રોણ કાનપુરના મેયર છે. કાનપુરની સંસદીય સીટ માટે તેમને પ્રથમ ચૂંટણી 1989માં લડી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના ઉમેદવાર સુભાષિની અલી સામે હારી ગયા.

ત્યારબાદ 1996 અને 1998ની ચૂંટણીમાં પણ દ્રોણ કાનપુરથી વિજયી થયા. દરેક ચૂંટણીમાં દ્રોણ મળ્યા બાદ વોટોની સંખ્યામાં ભારે બઢત મળી અને જીતનું અંતર પણ વધ્યું. પરંતુ 1999ની ચૂંટણીમાં સ્પષ્ટ છબિવાળા દ્રોણ કોંગ્રેસના ઉમેદવાર શ્રીપ્રકાશ જયસ્વાલ સામે હારી ગયા.

1999માં કાનપુરના એક મુખ્ય હિન્દી દૈનિકના મુખ્ય સંવાદદાત કહે છે, ''1999ની ચૂંટણીમાં દ્રોણના ઉપર છાણ ફેંકવામાં આવ્યું હતું.'' તેમણે જણાવ્યું હતું કે ''દ્રોણ સઘન જનસંપર્ક અભિયાન દરમિયાન ઘરે-ઘરે જઇને વોટ માંગી રહ્યાં હતા. આ દરમિયાન તેમના પર ઘણી જગ્યાએ છાણ ફેંકવામાં આવ્યું હતું.

કાનપુરમાં ક્યારેય પણ ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇ ઉમેદવારને અપમાનિત કરવામાં આવ્યો ન હતો. એવામાં શું કારણ હતું કે દ્રોણ ઉપર છાણ ફેંકવામાં આવતું હતું?

drona

કેમ ફેંકવામાં આવ્યું છાણ?
એક વરિષ્ઠ પત્રકાર કહે છે કે 'દ્રોણ 1999માં કાનપુરના સાંસદ હતા. પરંતુ તેમની વિચારસણી રાષ્ટ્રીય હતી. તે રાષ્ટ્રીય મુદ્દા પર વધુ વાત કરતા હતા. તેમણે જ્યારે મોહલ્લામાં જવાનું શરૂ કર્યું તો લોકોએ તેમની સમક્ષ સ્થાનિક મુદ્દાઓ રાખ્યા-જેમ કે બંધ નાળા, કચરાના ઢગલા, તૂટેલા રસ્તાઓ. દ્રોણે કહ્યું કે આ બધા સ્થાનિક મુદ્દાઓ છે- પોતાના સભાસદો અથવા ધારાસભ્ય સાથે વાત કરે. લોકોને ગુસ્સો આવ્યો. લોકોએ દ્રોણ ઉપર છાણ ફેંકવાનું શરૂ કરી દિધું.''

તે કહે છે કે ''દ્રોણ ભલે ન સ્વિકારે પણ હું દાવા સાથે કહી શકું કે તેમના પર છાણ ફેંકવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં સ્યાહી અને ઈંડા ઉમેદવારોના મોંઢા પર ફેંકવામાં આવે છે. જો કે દ્રોણના મોંઢા પર ક્યારે છાણ ફેંકવામાં આવ્યું નથી પરંતુ હા તેમના કુર્તા પર છાણના છાંટા મેં જોયા છે.''

કંઇક એવા કિસ્સાઓમાં અમારી રાજકીય સફર ચાલુ રહેશે. ક્યારેક વિરોધીઓએ સત્તાધિકારીઓની કડવી યાદો તાજા કરી છે, તો ક્યારેક સત્તાધિકારીઓએ વિરોધીઓ પર જુબાની હુમલા કરી રાજકારણ ગરમ કર્યું. તાજેતરમાં જ અમે તમને એવી રસપ્રદ ઘટનાઓનો ગુલદસ્તો ભેટ કરતા રહીશું. તમે મગ્ન રહો 'ઉત્સવ' મનાવો તથા તમારો વોટ જરૂર આપો.

English summary
Kanpur Election phases a strong defeat by different type of criticism in bjp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X