ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
 • search

કોણ છે રાહુલ ગાંધીની યુવા સોચ સાથે નિસ્બત ધરાવતી હસીબા અમીન?

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  તાજેતરમાં ટીવી ચેનલો પર કોંગ્રેસની એક જાહેરાત વારંવાર બતાવવામાં આવે છે. જેના લીધે તે લોકો વચ્ચે ચર્ચાનો વિષય પણ બની ગયો છે. ઇન્ટરનેટ પર આ જાહેરાત ઝડપથી ફેલાઇ રહી છે. દરેકને આ જાહેરાત આ જાહેરાતમાં દેખાતી છોકરી, જેનું નામ હસીબા અમીન... વિશે જાણવાની ઉત્સુકતા છે.

  પોતાને યુવા કોંગ્રેસની કાર્યકર્તા કહેનાર અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નવી સોચની વકિલાત કરનાર એક સફેદ રંગના સલવાર-કમીજમાં લપેટાયેલી હસીબા અમીન વિશે લોકો જાણવા માટે ઉત્સુક છે જેમ કે એક સેલિબ્રેટી વિશે જાણવા વિશે રહે છે.

  પરંતુ media truthમાં છપાયેલા સમાચાર હસીબા અમીન વિશે કંઇક અલગ જ કહાણી કહે છે. સમાચારમાં છપાયેલા ફોટામાં હસીબા અમીન કેબિનેટ મંત્રી શશી થરૂરની સાથે ઉભેલી જોવા મળે છે. જાહેરાતમાં પોતાને દેશની સામાન્ય યુવા કહેનારી ચશ્મા લગાવી અને વાંકળિયાવાળ વાળી હસીબા અમીન દેશની તે પસંદગીના લોકોમાંથી છે કે જેના પર સત્તાધીન પાર્ટી પાર્ટીના કેટલાક મોટા નેતાઓની મહેરબાની છે.

  હસીબા અમીન ગોવા NSUIની અધ્યક્ષા છે, પરંતુ સમગ્ર પ્રચારમાં દર્શકોએ એ વાતનો આભાસ પણ થવા નથી દિધો. 'હસીબા અમીન' તે સમયે હેડલાઇન બની હતી જ્યારે તહેલકાના ચીફ એડિટર તરૂણ તેજપાલ પર યૌન શોષણનો કેસ દાખલ કરનાર યુવતીનું નામ, ગોવાના એક્ટિવિસ્ટ અને લેખક મધુ કિશ્વરે લીક કરી દિધું.

  તે સમયે એનએસયુએની અધ્યક્ષા 'હસીબા અમીને' જ મધુ કિશ્વર ઉપર કેદ દાખલ કર્યો. સમાચાર તો એવા પણ છે કે કેટલાક ગોટાળાઓમાં તે જેલની હવા પણ ખાઇ ચૂકી છે.

  પોતાની જાહેરાતમાં હસીબા એ જ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે દેશના યુવા, દેશના મુસ્લિમ અને દેશની મહિલા ત્રણેય શક્તિઓ જ રાહુલ ગાંધીની નવી અને લીકથી અલગ વિચારસણી પ્રભાવિત કરે છે. તે પોતાની જાહેરાતમાં કંઇક ફિલ્મી અંદાજમાં ગીત પણ ગાય છે તો બીજી તરફ એક નેતાની માફક પુર જોશ સાથે કહે છે કે 'કટ્ટર સોચ નહી બલ્કિ યુવા જોશ...' એટલે તે અપ્રત્યક્ષ રીતે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પર નિશાન તાકી રહી છે.

  હસીબા અમીન પર નેતાઓની મહેરબાની

  હસીબા અમીન પર નેતાઓની મહેરબાની

  media truthમાં છપાયેલા સમાચાર હસીબા અમીન વિશે કંઇક અલગ જ કહાણી કહે છે. સમાચારમાં છપાયેલા ફોટામાં હસીબા અમીન કેબિનેટ મંત્રી શશી થરૂરની સાથે ઉભેલી જોવા મળે છે. જાહેરાતમાં પોતાને દેશની સામાન્ય યુવા કહેનારી ચશ્મા લગાવી અને વાંકળિયાવાળ વાળી હસીબા અમીન દેશની તે પસંદગીના લોકોમાંથી છે કે જેના પર સત્તાધીન પાર્ટી પાર્ટીના કેટલાક મોટા નેતાઓની મહેરબાની છે.

  હસીબા અમીનની ટ્વિટર પ્રોફાઇલ

  હસીબા અમીને ટ્વિટર પ્રોફાઇલ પર પોતાના પરિચયમાં લખ્યું છે કે 'પ્રાઉડ ઇન્ડિયન, પ્રાઉડ મુસ્લિમ, શાંતિપ્રિય, લેખક બનવાની ઇચ્છા ધરાવનાર, કવિતા પ્રેમી, પ્રેમ પ્રેમી અને ગોવા એનએસયુઆઇની અધ્યક્ષા. કોંગ્રેસના યુવા ચહેરા હસીબા અમીનને ટ્વિટર હાજર ભાજપ અને આપના સર્મથકોએ નિશાન સાધવાનું શરૂ કરી દિધું છે. તેમના વિરૂદ્ધ એક પ્રકારનું કેમ્પેન ચલાવી દિધું છે.

  હસીબા અમીન 300 કરોડના ગોટાળામાં સામેલ

  લોકોએ આરોપ લગાવ્યો છે કે હસીબા અમીન કોઇક 300 કરોડના પીડબ્લ્યૂડી ગોટાળામાં સામેલ હતી અને તેના લીધે જેલ પણ જઇ ચૂકી છે, જ્યારે ટીવી એડમાં તેમને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કોંગ્રેસના સામાન્ય ચહેરો બનાવીને રજૂ કરવામાં આવી છે. હસીબા અમીન પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી 2012માં ગોવા એનએસયુઆઇની અધ્યક્ષ બન્યા બાદ તેમને પોતાના ઉપાધ્યક્ષ સુનીલ કાવથંકરને કાઢવાની માંગ કરી હતી, જો કે તે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યાં હતા, સુનીલ કાવથંકરે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં સક્રિય ડ્રગ્સ માફિયા પર મંત્રીઓનો હાથ છે.

  શશી થરૂર અને હસીબા અમીન

  કેન્દ્રિય મંત્રી શશી થરૂરની સાથે હસીબા અમીનનો ફોટો ટ્વિટર પર ખૂબ શેર થયો છે, તેના પર અલગ-અલગ કટાક્ષ અને વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી છે. હસીબાએ પોતાના પર લાગેલા બધા આરોપોને ખોટા ગણાવ્યા અને વ્યક્તિગત હુમલાની નિંદા કરી છે. તેમને કોંગ્રેસ સર્મથકોના તે ટ્વિટ પણ શેર કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે મોદી બ્રિગેડ કોંગ્રેસના નવા એડ કેમ્પેનથી ડરી ગઇ છે અને વ્યક્તિગત હુમલા પર ઉતરી આવી છે.

  media truthની આ પોસ્ટ પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં મોટાભાગના લોકોએ હસીબા અમીન... વિશે લખ્યું છે કે જો આ સમાચાર સાચા છે તો પછી જાહેરાતની ટેગ લાઇન 'કટ્ટર સોચ નહી પરંતુ યુવા જોશ..'ના બદલે 'કટ્ટર સોચ નહી પરંતુ થરૂર જોશ..' હોવું જોઇએ કારણ કે કેબિનેટ મંત્રી શશિ થરૂરની ઇમેજ મીડિયા અને લોકો વચ્ચે સારી રહી નથી.

  જોઇએ આ જાહેરાતની લોકો પર કેવી અસર પડે છે તેની ખબર તો લોકસભાની ચૂંટણી પરિણામ બતાવી દેશે પરંતુ એટલું તો નક્કી છે કે લોકો હવે આ જાહેરાત વિશે નહી પરંતુ વિજ્ઞાપનમાં લીડ રોલ કરનાર હસીબા અમીન વિશે જાણવા માટે બેચેન છે. આ અંગે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કોમેન્ટ બોક્સમાં લખો.

  English summary
  The Congress has launched an advertisement on television channels with ‘Kattar Soch Nahi, Yuva Josh’ in several Indian languages. Hasiba Amin is playing lead role in this ad. Hasiba Amin had field a police complaint against activist-writer Madhu Kishwar for tweeting the name of the journalist, who was allegedly sexually assaulted by Tehelka founder Tarun Tejpal.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more