• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2013માં આ ખેલાડીઓ સૌથી વધુ રહ્યાં ચર્ચામાં

By Kumar Dushyant
|

આ એક સત્ય છે કે ભારતમાં ક્રિકેટ સૌથી વધુ ચર્ચાનો વિષય હોય છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં અન્ય રમતોએ પણ ચર્ચા પ્રાપ્ત કરી છે અને વિશ્વ પટલ પર પોતાની હાજરી નોંધાવી છે. આ ભારત માટે ખુશીની વાત છે કે આપણા ખેલાડીઓને ક્રિકેટ ઉપરાંત કુશ્તી, બેડમિન્ટન, ટેનિસ અને બોક્સિંગમાં પણ એક નવી ઓળખ મળવા લાગી છે. જો વર્ષ 2013ના ભારતીય રમત જગત પર નજર કરીએ તો સૌથી પહેલાં અને સૌથી મોટી ઘટના તરફ નજર મંડાઇ છે, તે છે ક્રિકેટના મેદાન પરથી સચિન તેંડુલકરનું અલવિદા કહેવું. સચિનની અંતિમ ટેસ્ટ સીરીઝ દરમિયાન આખો દેશ 'સચિનમય' બની ગયો હતો.

આ ઉપરાંત ટેનિસ ખેલાડી લિયાન્ડર પેસ પણ ચાલીસ વર્ષ ઉંમરે ગ્રાંડ સ્લેમ જીતીને દેશને ગૌરવ અપાવ્યું. દેશમાં બેડમિંટનને લોકપ્રિય બનાવવા માટે પણ બેડમિટન પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી. તો બીજી તરફ પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન મેરી કૉમના જીવન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જો કે ચેસ માટે આ વર્ષ સારું રહ્યું નથી જ્યારે ચેમ્પિયન ખેલાડી વિશ્વનાથન આનંદને ચેન્નઇમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં હારનો સામનો કરવો પડ્યો પરંતુ આપણે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે આજે આપણી પાસે કેટલાક એવા ચેસના ખેલાડી છે જે ચેમ્પિયન બનવાની લાયકાત ધરાવે છે.

જો ક્રિકેટના નવા ચહેરાઓની વાત કરીએ તો આપણને શિખર ધવન જેવા દમદાર ખેલાડી મળ્યા. કુલ મળીને જો મૂલ્યાંકન કરીએ તો આ વર્ષ ભારતમાં રમત-ગમતની દ્રષ્ટિએ ઘણી આશાઓ જગાડે છે. આ યાદીમાં અમે તે ખેલાડીઓનો સમાવેશ કર્યો છે જેઓ ક્યારેક સારા અથવા તો ખરાબ પ્રદર્શનના કારણે તો ક્યારેક વિવાદોના કારણે ચર્ચામાં રહ્યાં.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ભારત માટે આ વર્ષની સૌથી મોટી ઘટના રહી કે ક્રિકેટની દુનિયામાં ભગવાનનો દરજ્જો ધરાવનાર સચિન તેંડુલકરે રમતમાં સન્યાસ લઇ લીધો. તેમને પોતાની અંતિમ ટેસ્ટ વેસ્ટઇન્ડિઝ ટીમ વિરૂદ્ધ રમી હતી. આ સચિનની 200મી ટેસ્ટ હતી. સચિન તેંડુલકરની રમતમાંથી નિવૃતિના સમાચાર દુનિયાના મીડિયાએ કવર કર્યા, તો ભારતમાં સમાચાર ચેનલો કેટલાય દિવસ સુધી સચિનની કેરિયરની ઝલકો પ્રસ્તૃત કરી.

સાયના નેહવાલ

સાયના નેહવાલ

બેડમિંટન જગતમાં ભારતની સનસની સાયના નેહવાલે ઇન્ડિયન બેડમિંટન લીગના પ્રથમ એડિશનમાં પોતાની ટીમને જીત અપાવી. તે હૈદ્વાબાદ હોટ શોટ્સનું નેતૃત્વ કરી રહી હતી.

જ્વાલા ગટ્ટા

જ્વાલા ગટ્ટા

જ્વાલા ગટ્ટાના નામે બેડમિંટન જગતની કોઇ ઉપલબ્ધિ તો રહી નથી પરંતુ તે વિવાદોના કારણે ચર્ચામાં રહી, પહેલાં તો તેમના પર ભારતીય બેડમિંટન સંઘ દ્વારા આજીવન પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવામાં આવી, જો કે હાઇકોર્ટે તેમને રાહત આપતાં ચૂકાદા પર પ્રતિબંધ લગાવી દિધો. આ ઉપરાંત તે બેડમિંટન પ્રીમિયમ લીગના ખેલાડીઓની બોલી પ્રક્રિયા પર સવાલ પેદા કરવાના મુદ્દે ચર્ચામાં રહી.

મેરી કૉમ

મેરી કૉમ

પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન અને લંડન ઓલંમ્પિક 2012માં કાંસ્ય પદક જીતનાર મેરી કૉમ પર ફિલ્મ બની રહી છે. જેમાં તેમની ભૂમિકા અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભજવી રહી છે.

લિયાન્ડર પેસ

લિયાન્ડર પેસ

ભારતના સૌથી અનુભવી ટેનિસ ખેલાડી લિયાન્ડર પેસે 2013માં યુએસ ઓપનનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દિધો. જો કે ઓવરઓલ તેમનો 14મો ગ્રાંડ સ્લેમ હતો. આ ઉપલબ્ધિ એટલા માટે મહત્વપૂર્ણ હતી કે લિયાન્ડર પેસે 4ઓની ઉંમરે આ કારનામું કરી બતાવ્યું.

શિખર ધવન

શિખર ધવન

આ વર્ષે ભારતીય ક્રિકેટની સનસની બનેલા બેસ્ટમેન શિખર ધવને વિરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીની ખોટ અનુભવવા દિધી નહી અને શાનદાર પ્રદર્શન કરતાં એકદિવસીય મેચમાં પાંચ સદી ફટકારી વનડે ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું. કહેવામાં આવે છે કે તેમના વર્તમાન ફોર્મને જોતાં વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓનું ટીમમાં પુનરાવર્તન મુશ્કેલ લાગી રહ્યું છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ ગત બે વર્ષોમાં પોતાના સારા ફોર્મને સતત જાળવી રાખ્યું છે. 2013માં તેમને 6 સદી અને ચાર અડધી સદી ફટકારતાં એક હજારથી વધુ રન બનાવ્યા. તેમના ફોર્મના કારણે બેસ્ટમેનની ટેક્નિકની ખાસિયતને જોતાં કહી રહ્યાં છે કે તે સચિન તેંડુલકરનો સો સદીનો રેકોર્ડ તોડી શકશે. જો કે વિરાટ કોહલીએ આ વાતની મનાઇ કરી દિધી છે અને કહ્યું છે કે તે પોતાનું ધ્યાન રમત પર લગાવી રહ્યાં છે. તેમના માતે રેકોર્ડ જેવી વાતોનું કોઇ મહત્વ નથી.

પીવી સિંધુ

પીવી સિંધુ

ભારતની ઉભરતી મહિલા બેડમિંતન ખેલાડી પી વી સિંધુએ મકાઉ ઓપન જીતીને ઇતિહાસ રચી દિધો. તેમને કેનેડાની લી મિચેલને 21-15, 21-12, થી હરાવી હતી.

પરવેજ રસૂલ

પરવેજ રસૂલ

પરવેજ રસૂલ આઇપીએલમાં રમનાર જમ્મૂ કાશ્મીરના પ્રથમ ખેલાડી છે. તે ઑફ બ્રેક બોલર અને જમણા હાથના બેસ્ટમેન છે. તે ટીમ ઇન્ડિયામાં પણ જિમ્બાબ્વેના પ્રવાસ માટે સિલેક્ટ થયા જો કે તેમને રમવાની તક ન મળી. તે રાષ્ટ્રીય ટીમમાં સામેલ થનાર ઘાટીના બીજા ખેલાડી છે. તેમના પહેલાં વિવેક રાજદાનની ટીમમાં પસંદગી થઇ હતી.

વિશ્વનાથ આનંદ

વિશ્વનાથ આનંદ

વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને ચેન્નઇમાં યોજાયેલી ચેમ્પિયનમાં નોર્વેના મેગ્નમ કાર્લસનના સામે હારનો સામનો કરવો પડ્યો. જેથી તેમનો વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ છિનવાઇ ગયો.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ટેનિસને ભારતમાં લોકપ્રિય બનાવનાર સાનિયા મિર્ઝા આ વર્ષે ઉપલબ્ધિઓ મેળવી શકી નથી પરંતુ તે ચર્ચામાં જરૂર રહી. આ વર્ષ સાનિયા મિર્ઝા માટે સંતોષજનક જ કહી શકાય કે તે યૂએસ ઓપનના મહિલા ડબલ્સમાં જગ્યા બનાવવામાં સફળ રહી.

રોહિત શર્મા

રોહિત શર્મા

ક્રિકેટની દુનિયામાં રોહિત શર્માએ આ વર્ષે ધમાલ મચાવી દિધી. પોતાની રમતમાં સુધારો કરતાં તેમને ના તો ફક્ત પોતાને સારા ઓપનર બેસ્ટમેનના રૂપમાં સાબિત કર્યા પરંતુ ભારત દ્વારા એકદિવસીય ક્રિકેટમાં ત્રીજી બેવડી ફટકારી.

મિલ્ખા સિંહ

મિલ્ખા સિંહ

ભારતમાં ફ્લાઇંગ સિખના નામે ચર્ચિત મિલ્ખા સિંહ પર બનેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'એ સો કરોડથી વધુ કમાણી કરી. આ ફિલ્મના કારણે મિલ્ખા સિંહ ચર્ચામાં રહ્યાં. ફિલ્મમાં મિલ્ખા સિંહની ભૂમિકા અભિનેતા ફરહાન અખ્તરે નિભાવી હતી.

English summary
See here the list of some popular players of India who made us proud and created a new hope at sports arena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more