For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

National Maritime Day 2022: જાણો રાષ્ટ્રીય સમુદ્રી દિવસનુ મહત્વ, થીમ અને ઈતિહાસ

જાણો 5 એપ્રિલના રોજ મનાવાતા રાષ્ટ્રીય સમુદ્રી દિવસનુ મહત્વ, થીમ અને ઈતિહાસ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આ વર્ષે 05 એપ્રિલના રોજ દેશ પોતાનો 59મો રાષ્ટ્રીય સમુદ્રી દિવસ મનાવી રહ્યો છે. છેલ્લા બે વર્ષોમાં દેશ સાથે સમુદ્રી પરિવહન ઉદ્યોગોને પણ કોવિડ-19 મહામારીના કારણે આર્થિક અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આને જોતા આ વર્ષની થીમ 'સસ્ટેનેબલ શિપિંગ બિયોંડ કોવિડ-19' એટલે કે 'કોવિડ-19 આગળ ટકાઉ શિપિંગ' રાખવામાં આવી છે. આજે યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ છે. રશિયા અને યુક્રેન યુદ્ધના તણાવના કારણે દરેક દેશ પોતાની સીમા અને અન્ય વિવાદો પ્રત્યે સજાગ બની રહ્યા છે. પાકિસ્તાનમાં બદલાતી જતી સ્થિતિ વચ્ચે ભારતમાં પણ સીમા સુરક્ષા બાબતે વધુ સતર્કતા લાવવાની જરુરિયાત છે જેમાં જમીની સીમા સાથે સમુદ્રી સીમા પણ શામેલ છે. આ માટે 05 એપ્રિલના રોજ મનાવાતા રાષ્ટ્રીય સમુદ્રી દિવસનુ મહત્વ વધી જાય છે.

ભારતનુ પહેલુ સ્વદેશી જહાજ

ભારતનુ પહેલુ સ્વદેશી જહાજ

ઉલ્લેખનીય છે કે દેશમાં રાષ્ટ્રીય સમુદ્રી દિવસ સૌથી પહેલા 5 એપ્રિલ, 1964ના રોજ મનાવવામાં આવ્યો હતો પરંતુ ભારતમાં સ્વદેશી નૌકાપરિવહનની શરુઆત વાસ્તવમાં 5 એપ્રિલ, 1919માં થઈ હતી જ્યારે સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની લિમિટેડે પોતાની પહેલી નૌકા એસએસ લૉયલ્ટી સમુદ્રમાં ઉતારી હતી. આ ભારતનુ પહેલુ સ્વદેશી જહાજ પણ માનવામાં આવે છે. આ જહાજ મૂળ એક બ્રિટિશ જહાજ હતુ જે ભારતમાં જ નિર્મિત થયુ હતુ જે 485 ફૂટ લાંબુ અને 5940 ટન વજનનુ હતુ. તેને ગ્વાલિયરના મહારાજે 1914માં ખરીદ્યુ હતુ. બાદમાં તેમના જ નામની કંપનીએ ખરીદી લીધુ હતુ. આ કંપનીમાં વાલચંદ હીરાચંદ અને નરોત્તમ મોરારજીની ભાગીદારી હતી.

જહાજની કહાની

જહાજની કહાની

આ જહાજની પહેલી યાત્રા 5 એપ્રિલ, 19119ના રોજ શરૂ થઈ હતી. જહાજની મુસાફરોની ક્ષમતા 700ની હતી જેને બાદલમાં કાર્ગો જહાજમાં બદલી દેવામાં આવ્યુ હતુ અને માત્ર ચાર વર્ષ બાદ જ તેનો ઉપયોયગ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ આ જહાજ અને તેની પહેલી યાત્રાને ભારતના સમુદ્રી વેપારની દ્રષ્ટિએ મહત્વનો અવસર માનવામાં આવે છે. આ જ કારણે 5 એપ્રિલના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે.

સમુદ્રી પરિવહનમાં ભારતનુ એક આંતરરાષ્ટ્રીય મહત્વ

સમુદ્રી પરિવહનમાં ભારતનુ એક આંતરરાષ્ટ્રીય મહત્વ

દુનિયામાં વેપારી વર્ચસ્વનુ મહત્વ પહેલેથી રહ્યુ છે અને યુદ્ધના દિવસોમાં વેપારી માર્ગોની સંવેદનશીલત હંમેશા વધુ રહી છે. એવામાં રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સમુદ્રી વેપારી પરિવહન અને માર્ગોની સુરક્ષા વધુ જરૂરી બની ગઈ છે. ભારતમાં સમુદ્રી વેપાર અને પરિવહનઆઝાદી પહેલા સંપૂર્ણપણે અંગ્રેજો પર નિર્ભર હતુ પરંતુ આઝાદી બાદ હિંદ મહાસાગરમાં સમુદ્રી પરિવહનમાં ભારતનુ એક આંતરરાષ્ટ્રીય મહત્વ છે. પૂર્વ એશિયામાં જે રીતે ચીન દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશોને પરેશાન કરીને તેમના સમુદ્રી વાહનવ્યવહાર માટે જોખમ વધ્યુ છે તેના પરિણામે ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાએ મળીને ક્વૉડ સમૂહની સ્થાપના કરી છે.

English summary
National Maritime Day 2022: Significance, theme and history in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X