બિલ ક્લિંટન અને બ્લાદિમીર પુતિનના ક્લબમાં સામેલ થયા દિગ્ગી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મે: બુધવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર જેવો જ દિગ્વિજય સિંહે પોતાનો સંબંધ પત્રકાર અમૃતા રાય સાથે કબૂલ્ય કર્યો તો લોકોને દિવસના સૌથી મોટા સમાચાર વિશે વાત કરવાનો મુદ્દો મળી ગયો.

ગુરૂવારે પણ એવી જ સ્થિતી હતી પરંતુ એકલા દિગ્વિજય સિંહ જ એવા નેતા નથી જેમના સંબંધો પર લોકોને આટલું આશ્વર્ય થયું હોય. દિગ્વિજય સિંહ પહેલાં પણ દેશમાં અને વિદેશમાં કેટલાય એવા નેતાઓના નામ સામે આવી ચૂક્યા છે જેમની રિલેશનશીપના સમાચારોએ ખૂબ હંગામો મચાવ્યો હતો.

ટ્વિટર પર પોતાના સંબંધોને કબૂલ કર્યા બાદ દિગ્વિજય કદાચ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન, શશિ થરૂર અને એવા કેટલાક નેતાઓની શ્રેણીમાં સામેલ થઇ ગયા છે.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 28 ફેબ્રુઆરી 1947ના રોજ દિગ્વિજય સિંહનો જન્મ થયો હતો. તેમના પિતા બલભદ્ર સિંહ મધ્ય પ્રદેશના ગુના જિલા હેઠળ આવનાર રાધોગઢ રિયાસત સાથે સંબંધ ધરાવે છે. બીઇની ડિગ્રી ધરાવનાર દિગ્વિજય સિંહના લગ્ન આશા સિંહ સાથે થયા હતા અને તે ચાર પુત્રીઓ અને એક પુત્રના પિતા છે.

દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહની ઉંમર 28 વર્ષની છે. જયવર્ધને વર્ષ 2013માં પોતાના પિતાની સીટ રાધોગઢથી જ ચૂંટણી લડ્યો હતો અને તે અહીંથી ધારાસભ્ય છે.

જ્યારે જયવર્ધનને તેમના પિતાના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ હતો કે તે આ મુદ્દે કશું જ કહશે નહી કારણ કે આ દિગ્વિજય સિંહનો વ્યક્તિગત મુદ્દો છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો તે રાજકારણીઓના અફેયર્સ વિશે જે પ્રકાશમાં આવ્યા બાદ ખૂબ હંગામો મચ્યો હતો. આ અફેયર્સમાં પંડિત જવાહર લાલ નહેરૂ અને એડવિનાનું નામ પણ સામેલ છે.

'ઇન્ડિયન સમરે' ખોલ્યું સસ્પેન્સ

'ઇન્ડિયન સમરે' ખોલ્યું સસ્પેન્સ

વર્ષ 2007માં એલેક્સ વોન ટુંજેલમાનના પુસ્તક 'ઇન્ડિયન સમર-ધ-સીક્રેટ હિસ્ટ્રી ઑફ અ એન્ડ ઓફ એન એમ્પાયર' રિલીઝ થઇ હતી. આ પુસ્તકમાં દેશના પ્રથમ વડાપ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરૂ અને ભારતમાં અંતિમ બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટેનની પત્ની એડવિનાના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હૉલીવુડ ફિલ્મ નિર્માતા જે રાઇટ હ્યૂગ ગ્રાંટ, ઇરફાન ખાન અને કેટ બ્લૈંચેટને લઇને એક ફિલ્મ પણ બનાવવા જઇ રહ્યાં હતા, પરંતુ વિવાદ વધ્યો તો આ ફિલ્મ પણ બંધ થઇ ગઇ.

દુનિયાને મચમચાવનાર લવ અફેયર્સ

દુનિયાને મચમચાવનાર લવ અફેયર્સ

જાન્યુઆરી 1998માં બિલ ક્લિંટન અને મોનિકા લેવિંસ્કીના અફેયરના સમાચાર સાર્વજનિક થયા. ક્લિંટનના આ 'એક્સ્ટ્રા મૈરિટલ અફેયર'ને 'લેવિંસ્કી સ્કૈંડલ'નું નામ આપવામાં આવ્યું હતું. મોનિકા લેવિંસ્કી અને ક્લિંટનની ઉંમરમાં 22 વર્ષનું અંતર હતું. વર્ષ 1995 થી 1996 સુધી મોનિકા વ્હાઇટ હાઉસમાં કામ કરી રહી હતી અને તે દરમિયાન તેમના અને ક્લિંટના વચ્ચે સંબંધ રહ્યા.

બે લગ્ન બાદ ત્રીજા લગ્ન

બે લગ્ન બાદ ત્રીજા લગ્ન

એક ડિનર દરમિયાન પૂર્વ ફેંચ રાષ્ટ્રપતિ નિકોલસની મુલાકાત સુપરમોડલ કાર્લા બ્રુની સાથે થઇ અને પછી રોમાંસનો સિલસિલો ચાલી પડ્યો. બે લગ્ન કરી ચૂકેલા નિકોલસનું દિલ આ પ્રકારે કાર્લા પર આવ્યું કે તેમણે પોતાના બીજા લગ્નને છુટાછેટા આપી દિધા. વર્ષ 2008માં નિકોલસ અને કાર્લાના લગ્ન થઇ ગયા અને આજે નિકોલસ કાર્લાના બાળકોના પિતા છે.

સંબંધોના સમાચાર સાંભળી પત્નીએ આપ્યા છુટાછેડા

સંબંધોના સમાચાર સાંભળી પત્નીએ આપ્યા છુટાછેડા

બે પુત્રીઓના પિતા રૂસી રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન મોટાભાગે જાસૂસ તો ક્યારેક ઓલપિંટનની સાથે સંબંધોને લઇને ચર્ચામાં રહે છે. જૂન 2013માં રૂસી જાસૂસ અન્ના ચૈપમેનની સાથે તેમના રિલેશનશિપના સમચાર આવ્યા બાદ તેમની પત્ની લ્યૂડીમિલા પુતિનાએ જાહેરાત કરી દિધી કે પુતિનની સાથે તેમનો સંબંધ ખતમ થઇ ચૂક્યો છે. ત્યારબાદ વર્ષ 2014માં બંનેના છુટાછેડા થઇ ગયા.

ફેન્સ અને પરિવારને જોરદાર ઝટકો

ફેન્સ અને પરિવારને જોરદાર ઝટકો

વર્ષ 1993માં આંધ્ર પ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા એનટી રામારાઓએ પોતાના બધા જ ખાસ મિત્રો, પરિવારજનો અને પોતાના પ્રશંસકોને એક નિર્ણયથી હેરાન કરી દિધા હતા. 70 વર્ષની ઉંમરમાં એનટીઆરે તેલગૂ લેખક લક્ષ્મી પાર્વતીની સાથે લગ્ન કરવાની જાહેરાત કરી દિધી. લક્ષ્મી એનટીઆરની બે આત્મકથાઓને લખી ચૂકેલી હતી. કહેવામાં આવે છે કે તેમનો આ સંબંધ અહીંથી શરૂ થયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા. જો કે એનટીઆરના પરિવારે આજ સુધી લક્ષ,ઈને સ્વિકાર કર્યા નથી.

સંબંધોને સ્વિકારવામાં લાગી સદીઓ

સંબંધોને સ્વિકારવામાં લાગી સદીઓ

વર્ષ 2008માં રોહિત શેખર નામના વ્યક્તિ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી જેમાં એ દાવો કરવામાં આવ્યો કે વરિષ્ઠ નેતા એનડી તિવારી તેમના જૈવિક પિતા છે. ત્યાર બાદ કોર્ટે એનડી તિવારીનો ડીએનએ ટેસ્ટ કરવાનો આદેશ કર્યો. વર્ષ 2012માં આ વાત સાબિત થઇ ગઇ કે રોહિત શેખર સાચુ કહી રહ્યાં છે અને તે ઉજ્જવલા શર્મા અને એનડી તિવારીના પુત્ર છે. કહે છે કે એનડી તિવારીની મુલાકાત ઉજ્જવલા સાથે 1960માં થઇ હતી.

બંનેની ખાસ મિત્રતા

બંનેની ખાસ મિત્રતા

વર્ષ 2007માં પાકિસ્તાની પત્રકાર અરૂશા આલમ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ખાસ મિત્રતાનું રાજ સૌની સામે આવી ગયું. કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત વર્ષ 2004માં તે સમયે થઇ હતી જ્યારે અમરિંદર પાક્સિતાનની યાત્રા પર ગયા હતા. તેમના સંબંધોના સમાચાર આવ્યા બાદ જ બંનેએ એક પત્રકાર પરિષદ કરી અને આવા સમાચારોની મનાઇ કરી દિધી.

હકિકતમાં 2 સ્ટેટ્સ

હકિકતમાં 2 સ્ટેટ્સ

કેરલના રહેવાસી લેખક અને કેન્દ્રિય મંત્રી શશી શરૂરે કાશ્મીર પંડિત સુનંદા પુષ્કરની સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. બિઝનેસ વુમેન સુનંદા અને શશી થરૂર વચ્ચે પાક્સિતાન પત્રકાર મેહર તરારની સાથે રિલેશનશિપની સમાચારોએ સુનંદાને ઘણી અપસેટ કરી દિધી. જાન્યુઆરી 2014માં જ સુનંદાની લાશ દિલ્હીની હોટલ લીલામાંથી મળી. હાલ આ રહસ્ય છે કે સુનંદાનું મોત કેવી રીતે થયું પરંતુ લોકો આડકરી રીતે થરૂરના 'એક્સ્ટ્રા મેરિટલ અફેયર્સ'ને તેના માટે જવાબદાર ગણાવે છે.

English summary
Take a look on few political affairs which shocked the people like Digvijay Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X